મોરબીના જેતપર રોડ પાવડીયારી નજીક યુવાને અંતિમ પગલું ભરી લેતા મોત મોરબી સરતાનપર રોડે બાઇક ટેમ્પો સાથે અથડાતા ઇજાગ્રસ્ત યુવાન સારવારમાં:દીઘડીયાને વાડીમાં બે બાળકોને ઇલે. શોર્ટ લાગ્યો મોરબીના આંદરણા ગામ પાસે કેશવ કાયાકલ્પ વેલનેસ સેન્ટર પ્રાકૃતિક ચિકિત્સા કેન્દ્ર ખાતે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન મોરબી, માળિયા અને ધ્રાંગધ્રા નર્મદા કેનાલની કલેક્ટરે મુલાકાત લઈને અધિકારીઓને આપ્યા જરૂરી સૂચનો માળીયા (મી)માં 5 હજારની લાંચ લેતા પકડાયેલ સીએચસીના હેડ ક્લાર્કને 5 વર્ષની સખત કેદની સજા, 10 હજારનો દંડ મોરબીમાં જુગાર રમતા 4 મહિલા સહિત કુલ 10 પકડાયા: 14,200 ની રોકડ કબ્જે રોજગારીની ઉત્તમ તક-મોરબી ITI ખાતે સિરામિક ઉદ્યોગલક્ષી ટૂંકાગાળાના કોર્સમાં પ્રવેશ શરૂ મોરબી  ગ્રાહક સુરક્ષા મંડળની  જેહમતથી ખરાબ ફ્રીજની રકમ વ્યાજ સહિત પરત કરવાં હુકમ
Breaking news
Morbi Today

ટંકારાનાં વિરવાવ ગામે સરકારી ખરાબામાં નાખવામાં આવતી પવન ચક્કીનું કામ રોકવા મુખ્યમંત્રીને કરી રજૂઆત


SHARE







 

ટંકારાનાં વિરવાવ ગામે સરકારી ખરાબામાં નાખવામાં આવતી પવન ચક્કીનું કામ રોકવા મુખ્યમંત્રીને કરી રજૂઆત

ટંકારા તાલુકાનાં વિરવાવ ગામ પાસે આવેલ સરકારી ખરાબાની જમીનમાં, રસ્તાની બાજુમાં અને તળાવમાં પવન ચક્કી નાખવામાં આવી રહી છે અને સરકારી જમીન પચાવી પાડવામાં આવી રહી છે જેથી તે કામ રોકવા માટેની રજૂઆત કરવામાં આવી છે અને જો કોઈ કાર્યવાહી નહીં કરવામાં આવે તો ગ્રામ પંચાયત સદસ્ય પદ ઉપરથી રાજીનામાં મૂકવાની ચીમકી ઉચ્ચારી છે

ટંકારા તાલુકાનાં વિરવાવ ગામના હઠુભા રણજીતસિંહ જાડેજાએ મુખ્યમંત્રીને લેખિતમાં રજૂઆત કરેલ છે તેમાં જણાવ્યુ છે કે, વિરવાવ ગ્રામ પંચાયત સમરસ પંચાયત બનેલ છે અને ત્યારે બહારની કંપની આવીને જાહેર રસ્તાઓ, દલિતોના સ્મશાન, તળવા વિગેરે જગ્યા ઉપર અને ગૌચર વિસ્તારમાં પવન ચક્કી નાખવા માટેની કામગીરી કરવામાં આવી રહી છે આ અંગેની સ્થાનિક અધિકારીઓને રજૂઆત કરવામાં આવી છે તો પણ કામ બંધ કરવામાં આવેલ નથી જેથી કરીને મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવી છે જો આ અરજીની તટસ્થ તપાસ કરીને કાર્યવાહી નહીં કારમાં આવે તો ગ્રામ પંચયતના સદસ્ય પદ પરથી ન છૂટકે રાજીનામાં આપશે






Latest News