મોરબીમાં ઘરમાં ચોરી કરવા ઘૂસેલા શખ્સને માથક નજીક સોલાર પ્લાન્ટમાં બેફામ માર મારી હત્યા કરીને સમથેરવા ગામની સીમમાં લાશ ફેંકી દેવાના ગુનામાં સિરામિક ઉદ્યોગપતિ સહિત છ શખ્સોની ધરપકડ મોરબીના પાનેલી ગામે વાડીની ઓરડીમાં જુગાર રમતા 14 શખ્સો 4.70 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા માળીયા (મી)ના ત્રણ રસ્તા પાસેથી દારૂની 4,092 બોટલ ભરેલ ટ્રકને રેન્જ આઈજીની ટીમે પકડ્યો: 19.52 લાખનો મુદ્દામાલ કબજે, આરોપીઓની શોધખોળ માળિયા (મી)ના ખીરઈ ગામના પાટીયા પાસેથી 45 ઘેટાને કતલખાને લઈ જતી બોલેરો ગાડી સાથે અમદાવાદના બે શખ્સ હળવદના બુટબડા ગામે પગના દુખાવાની બીમારીથી કંટાળીને ઝેરી દવા પી ગયેલ યુવાનનું મોત: વાંકાનેરમાં તાવની બીમારીમાં વૃદ્ધનું મોત ટંકારા અને મોરબીમાં જુગારની જુદી જુદી બે રેડમાં છ શખ્સ ઝડપાયા મોરબીમાં ઓછા ભાવે રીક્ષામાં પેસેન્જર બેસાડતા યુવાન ઉપર બે સગા ભાઈઓએ છરી અને ધોકા વડે કર્યો હુમલો ટંકારામાં રહેણાંક મકાનમાંથી દાગીના રોકડ મળી 98 હજારથી વધુની ચોરી
Breaking news
Morbi Today

દેશના વડાપ્રધાન મોદી હનુમાન જયંતિએ મોરબીના ખોખરા હરિહરધામ ખાતે યોજાયેલ રામકથામાં વર્ચ્યુયલ જોડાશે


SHARE







દેશના વડાપ્રધાન મોદી હનુમાન જયંતિએ મોરબીના ખોખરા હરિહરધામ ખાતે યોજાયેલ રામકથામાં વર્ચ્યુયલ જોડાશે

મોરબીના બેલા પાસેના ખોખરા હનુમાન હરિહરધામ ખાતે ૧૦૮ ફુટ ઊંચી હનુમાનજી મહારાજની પ્રતિમાના અનાવરણનો શુક્રવારે કાર્યક્રમ યોજવાનો છે અને તે દિવસથી ત્યાં રામકથાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં સંતો મહંતો તેમજ રાજકીય આગેવાનો સહિતના અનેક લોકો આવવાના છે ત્યારે કનકેશ્વરીદેવીજીએ પત્રકારોને માહિતી આપતા જણાવ્યુ હતું કે, તા ૧૧ મી ના રોજ ગુજરાતના મુખ્યમંત્રી કથા શ્રાવણ માટે આવવાના છે અને તા ૧૬ ને હનુમાન જયંતિના દિવસે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી કથામાં વર્ચ્યુયલ જોડાવના છે

ગુજરાતની સૌથી ઊંચી હનુમાનજી મહારાજની ૧૦૮ ફુટ ઊંચાઈ ધરાવતી પ્રતિમા મોરબી તાલુકાનાં બેલા પાસે આવેલા ખોખરા હનુમાન હરિહરધામ ખાતે નિર્માણ પામેલ છે પ્રતિમાનું તા ૮ ના રોજ અનાવરણ કરવામાં આવનારા છે ત્યારે મહામંડલેશ્વર ૧૦૦૮ પ.પૂ. માઁ કનકેશ્વરીદેવીજી તેમજ  અનેક સંતો મહંતો અને રાજકીય આગેવાનો ત્યાં હાજર રહેવાના છે તેમાજ તા. ૮ થી ૧૬ એપ્રિલ સુધી રામકથાનું ભવ્ય આયોજન ત્યાં કરવામાં આવેલ છે જેની પોથીયાત્રા બેલથી કથા મંડપ સુધીની યોજવાની છે જેમાં ત્રણ હાથી અને ૫૧ ઘોડા જોડાશે

આ રામકથા તા.૮ થી શરૂ થશે અને તા ૧૬ સુધી ચાલવાની છે અને દરરોજ સવારે ૯ થી બપોરના ૧ સુધી તા.૧૬ સુધી કથાનું મહામંડલેશ્વર પુ.કનકેશ્વરીજી રસપાન કરાવશે.દરોજ બપોરના કથા વિરામ બાદ મહાપ્રસાદનું આયોજન કરવામાં આવેલું છે.આગામી તા.૧૧ ના સવારે ૧૦:૩૦ કલાકે ગૌમહિમા ધર્મસભાનું આયોજન કરાયેલ છે તેમજ સંતવાણીના કાર્યક્રમ યોજાયા છે આ કથામાં ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ તા ૧૧ ના રોજ આવવાના છે તે ઉપરાંત ઉત્તરપ્રદેશના રાજયપાલ શ્રીમતિ આનંદીબેન પટેલ, નરેન્દ્રસિંહ તોમર, ભાજપના રાષ્ટ્રીય મહા સચિવ વિજય વર્ગીય, બ્રિજેશભાઇ મેરજા, દેવાભાઇ માલમ સસહિતના અનેક રાજકીય આગેવાનો આવવાના છે તેમજ તા ૧૬ ના રોજ હનુમાન જયંતિના દિવસે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આ કથામાં વર્ચ્યુયલ જોડાવવાના છે અને લગભગ ૪૫ મિનિટ કરતાં વધુ સમય આપવાના છે તેવું કથાના આયોજકોએ જણાવ્યુ છે

કથાના મુખ્ય યજમાન મોરબી જિલ્લા બાંધકામ સમિતિના ચેરમેન અજયભાઈ લોરીયા તેમજ વિવિધ સેવાઓ આપનાર નિખિલભાઇ નંદા પરિવાર, વિજયભાઈ મકવાણા પરિવાર, ભગુભાઈ માણેકભાઈ પટેલ પરિવાર અને પરેશભાઈ હિરપરા પરિવાર તેમજ સદગુરુ પરિવાર નાસિક, મહેશભાઈ ટિંબડિયા કોઠાપીપરીયા, ફરશુભાઈ ગોકલાણી રાધનપુર, નવઘણભાઈ ભરવાડ જખવાડા, હિમાંશી મોરી અને ભરત સોલંકી વિરમગામ, ભીખાભાઇ પટેલ અમદાવાદ, જગદીશ પટેલ અમગાવાદ તેમજ પરસોતમ કુંડારીયા મોરબી તેમજ શ્રી ખોખરા હનુમાન હરીહરધામ સેવા સમિતિ-બેલા(મોરબી) આસપાસના ગ્રામજનો તેમજ નામી-અનામી સેવકો સહિતના યજમાનો કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવી રહ્યા છે તેવું પત્રકારોને માહિતી આપતા માજી ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, જિલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઈ દેથરિયા, તાલુકા ભાજપ પ્રમુખ અરવિંદભાઇ વસાદડીયા, હસુભાઈ પંડ્યા અને જે.પી. જેસવાણીએ જણાવ્યુ હતું






Latest News