મોરબીમાં ઘરમાં ચોરી કરવા ઘૂસેલા શખ્સને માથક નજીક સોલાર પ્લાન્ટમાં બેફામ માર મારી હત્યા કરીને સમથેરવા ગામની સીમમાં લાશ ફેંકી દેવાના ગુનામાં સિરામિક ઉદ્યોગપતિ સહિત છ શખ્સોની ધરપકડ મોરબીના પાનેલી ગામે વાડીની ઓરડીમાં જુગાર રમતા 14 શખ્સો 4.70 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા માળીયા (મી)ના ત્રણ રસ્તા પાસેથી દારૂની 4,092 બોટલ ભરેલ ટ્રકને રેન્જ આઈજીની ટીમે પકડ્યો: 19.52 લાખનો મુદ્દામાલ કબજે, આરોપીઓની શોધખોળ માળિયા (મી)ના ખીરઈ ગામના પાટીયા પાસેથી 45 ઘેટાને કતલખાને લઈ જતી બોલેરો ગાડી સાથે અમદાવાદના બે શખ્સ હળવદના બુટબડા ગામે પગના દુખાવાની બીમારીથી કંટાળીને ઝેરી દવા પી ગયેલ યુવાનનું મોત: વાંકાનેરમાં તાવની બીમારીમાં વૃદ્ધનું મોત ટંકારા અને મોરબીમાં જુગારની જુદી જુદી બે રેડમાં છ શખ્સ ઝડપાયા મોરબીમાં ઓછા ભાવે રીક્ષામાં પેસેન્જર બેસાડતા યુવાન ઉપર બે સગા ભાઈઓએ છરી અને ધોકા વડે કર્યો હુમલો ટંકારામાં રહેણાંક મકાનમાંથી દાગીના રોકડ મળી 98 હજારથી વધુની ચોરી
Breaking news
Morbi Today

મોરબીની ૧.૧૯ કરોડની આંગડિયા લૂંટના ગુનામાં પકડાયેલા ત્રણેય આરોપીઓના ૧૦ દિવસના રિમાન્ડ મંજૂર


SHARE







મોરબીની ૧.૧૯ કરોડની આંગડિયા લૂંટના ગુનામાં પકડાયેલા ત્રણેય આરોપીઓના ૧૦ દિવસના રિમાન્ડ મંજૂર

મોરબીના દલવાડી સર્કલ પાસેથી આંગડિયાના રોકડા ૧.૧૯ કરોડ રૂપિયાની લૂંટ કરવામાં આવી હતી આ ગુનામાં ત્રણ આરોપીને ઝડપી લેવામાં આવે છે તેને ૧૪ દિવસના રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટે આરોપીઓના ૧૦ દિવસના રિમાન્ડ મંજૂર કરેલ છે જેથી પોલીસે બાકીના આરોપીને પકડવા માટે અને બાકીની રકમને કબજે કરવા માટે કવાયત શરૂ કરેલ છે

રાજકોટ શાખામાંથી મોરબીમાં આવેલી વીપી આંગડિયા પેઢીમાં તા ૩૧/૩ ના રોજ સવારે પાર્સલ મોકલાવવામાં આવ્યા હતા જે રાજકોટથી ભુજ વચ્ચે ચાલતી સોમનાથ ટ્રાવેલ્સમાં દલવાડી સર્કલે આવ્યા હતા અને ટ્રાવેલ્સમાથી રોકડ ભરેલ પાર્સલ લઈને વીપી આંગડિયા પેઢીના મનીષભાઈ પટેલ અને તેનો ભત્રીજો મયંકભાઈ પોતાની કારમાં પાર્સલ મૂકીને જઈ રહ્યા હતા ત્યારે ચાર બુકાની ધારી શખ્સોએ ગુપ્તી અને ગિલોલથી તેના ઉપર હુમલો કર્યો હતો અને રોકડા રૂપિયા લૂંટીને નાશી ગયા હતા જેની મનીષભાઈએ ફરિયાદ નોંધાવી હતી જે ગુનામાં પોલીસે મહમદઅલી ઉર્ફે પરવેઝ અલ્લરખા ચૌહાણ જાતે ખાટકી (૨૯) રહે. મોચી શેરી મોચી બજાર રાજકોટસવાસીભાઇ હકકાભાઈ ગરંભડિયા જાતે કોળી (૧૯) રહે. નાના માત્રા તાલુકો વિછિયા તેમજ સુરેશ મથુરભાઇ ગરંભડિયા જાતે કોળી (૩૨) રહે. નાના માત્રા તાલુકો વિછિયા વાળાની ધરપકડ કરેલ હતી અને પોલીસે આરોપી પાસેથી ૭૯,૭૪,૦૦૦ ની રોકડ૭ લાખની હુંડાઈ વેન્યુ કાર નંબર જીજે ૩ એલએમ ૮૩૩૯ એમ કુલ મળીને ૮૬,૭૭,૦૦૦ લાખનો મુદામાલ કબજે કરેલ હતો આ આરોપીઓને ૧૪ દિવસના રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા અને કોર્ટે આરોપીઓના ૧૦ દિવસના રિમાન્ડ મંજૂર કરેલ છે જેથી પોલીસે ટીપ આપનાર અબ્દુલકાદર ઉર્ફે જાવિદ અલ્લરખા ચૌહાણઈમરાન અલ્લરખા ચૌહાણ અને પંકજ કેશા ગરંભડિયાને પકડવા અને બાકીની રકમને કબજામાં લેવા માટે મોરબી એ ડિવિઝન પોલીસે તજવીજ શરૂ કરી છે 






Latest News