હું તને જોઈ લઈશ કહીને વાંકાનેર સિવિલમાં ડોક્ટરને થપાટ મરનારા નગરપાલિકાના પૂર્વ પ્રમુખના દીકરા સહિતના બે સામે ગુનો નોંધાયો મોરબી RTO દ્વારા સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત વિવિધ તાલુકાઓમાં માર્ગ સલામતી જાગૃતિ કાર્યક્રમો યોજાયા મોરબીના કલેક્ટર સ્વપ્નિલ ખરેએ હરબટીયાળી ગામે SMAM યોજનાના લાભાર્થીઓ અને ફાર્મની લીધી રૂબરૂ મુલાકાત મોરબીના કલેકટરે જબલપુર ખાતે બાયો ઈનપુટ રિસોર્સ સેન્ટરની લીધી મુલાકાત નમો સેવા ગાથા: મોરબીના નાગડાવાસ, પાનેલી અને લીલાપર રોડ ખાતે શેરી નાટકો યોજાયા મોરબીના જેતપર ગામના ખેડૂતોનું શુક્રવારે ધરાર એમઆરસી કમિટી મુદે મહિલા-બાળકો સાથે કલેક્ટર કચેરીમાં હલ્લાબોલ મોરબીમાં કામ દરમ્યાન ઉંચાઇએથી પડી ગયેલા યુવાનનું સારવાર દરમ્યાન મોત મોરબીમાં નજીક આરટીઓના અધિકારી ટ્રકને રોકતા ડ્રાઇવરે પાઇપ વડે હુમલો કરીને ગાર્ડનું માથું ફાડી નાખ્યું
Breaking news
Morbi Today

મોરબીના પંચાસર ગામે વાડીમાં બે શખ્સોએ આગ લગાવીને ૯૦૦ મણ તૈયાર એરંડાનો પાક સગાવી નાખ્યો !


SHARE









મોરબીના પંચાસર ગામે વાડીમાં બે શખ્સોએ આગ લગાવીને ૯૦૦ મણ તૈયાર એરંડાનો પાક સગાવી નાખ્યો !

મોરબી તાલુકાના પંચાસર ગામે વાડીમાં ૯૦૦ મણ તૈયાર એરંડાનો પાક મૂકવામાં આવ્યો હતો જેમાં ગામની અંદર રહેતા બે શખસો દ્વારા આગ લગાવી દેવામાં આવી હતી જેથી કરીને એરંડાનો પાક બળીને ખાખ થઈ ગયો છે અને ખેડૂતને ૧૨.૬૦ લાખ રૂપિયાનું નુકસાન થયેલ છે આટલું જ નહીં ખેડૂતોને ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવેલ છે માટે ભોગ બનેલા ખેડૂતે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

જાણવા મળતી વિગત પ્રમાણે મૂળ માળીયા તાલુકાનાં કુંતસી ગામના રહેવાસી અને હાલમાં મોરબી તાલુકાના પંચાસર ગામે જામભા ઉમેદસિંહ જાડેજાની વાડીએ ઓરડીમાં રહેતા અને ત્યાં ખેતરમાં ખેતીકામ કરતા હીરાભાઈ ભનાભાઈ પરમાર જાતે દેવીપુજક (ઉંમર ૫૦) એ પંચાસર ગામની અંદર રહેતા ભવાનસિંહ અલૂભા ઝાલા અને ભુરુભા સુરુભા ઝાલા રહે. બંને પંચાસર વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં છે કે પંચાસર ગામે વિઘોટીથી વાવેલ ૬૦ વીઘા જમીનમાં એરંડાનો પાક તૈયાર થઇ ગયો હતો અને ખેતરમાં ઢગલા કરીને પાકને મૂકવામાં આવ્યો હતો આ ઢગલામાં આરોપીઓએ આગ લગાવી દીધી હતી જેથી ૯૦૦ મણ તૈયાર એરંડાનો પાક બળીને ખાખ થઇ ગયો છે અને ખેડૂતોને ૧૨.૬૦ લાખ રૂપિયાની નુકશાની થયેલ છે તેમજ આરોપીઓએ ખેડૂતોને ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી ભોગ બનેલા ખેડૂતે હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે




Latest News