મોરબીમાં તાજિયાના તહેવાર પહેલા પોલીસનું ફૂટ પેટ્રોલીંગ યોજાયું વાંકાનેરના કણકોટ ગામે જાહેરમાંથી દારૂની 224 બોટલ સાથે એક શખ્સ પકડાયો ખાનગી વીજ કંપની પાસેથી વળતરનો મામલો, મોરબીના જેતપર ગામે ઉપવાસી છાવણી ખાતે મહિલાઓ દ્વારા આનંદનો ગરબો યોજી અનોખો વિરોધ વ્યક્ત કરાયો મોરબીની જુદીજુદી શાળાઓમાં ડીડીઓ-મેયરની હાજરીમાં અને ટંકરાના જીવાપર ગામે જિલ્લા પંચાયત પ્રમુખની હાજરીમાં શાળા પ્રવેશોત્સવ ઉજવાયો ટંકારા આઇટીઆઇ ખાતે ૩૦ જૂને યોજાશે ઔદ્યોગિક ભરતી મેળો શાળા પ્રવેશોત્સવમાં કરી જાહેરાત: વાંકાનેરના ભેરડા ગામની શાળામાં પેવાર બ્લોક માટે 3 લાખની ગ્રાન્ટ આપતા ધારાસભ્ય જીતુભાઈ સોમાણી વાંકાનેરના કોઠી અને મહિકા ગામે કલેક્ટરની હાજરીમાં શાળા પ્રવેશોત્સવ યોજાયો ટંકારાના વિરપર ગામે રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીના નવા ધરમપુર ગામે જૂના ઝઘડાનો ખાર રાખી ઘરમાં ઘૂસીને યુવાનને માર માર્યો: ઘરમાં કરી તોડફોડ


SHARE











મોરબીના નવા ધરમપુર ગામે જૂના ઝઘડાનો ખાર રાખી ઘરમાં ઘૂસીને યુવાનને માર માર્યો: ઘરમાં કરી તોડફોડ

મોરબીના નવા ધરમપુર ગામે રહેતા યુવાન સાથે અગાઉ થયેલ ઝઘડાનો ખાર રાખીને તે ગામની અંદર રહેતાં ત્રણ શખ્સો ધારિયા અને લોખંડના પાઇપ સાથે તેના ઘરમાં આવ્યા હતા અને ઘરની અંદર પ્રવેશ કરીને યુવાને હાથમાં ધારિયાનો ઘ ઝીકયો હતો તેમજ ઘરના દરવાજા સહિત ઘરવખરીમાં નુકસાન કરવામાં આવ્યું હતું જેથી ભોગ બનેલા યુવાન દ્વારા હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ત્રણ શખ્સોની સામે ફરીયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

જાણવા મળતી વિગત પ્રમાણે મોરબી તાલુકાના નવા ધરમપુર ગામે રહેતા અને પ્રગતિ સ્ટોર્સ નામની દુકાન ધરાવતા પ્રવીણગીરી મોતીગીરી ગોસ્વામી જાતે બાવાજી (ઉંમર ૪૮) એ હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જગદીશ કોળી તેમજ તેની સાથે આવેલા અજાણ્યા ૨૦થી ૨૫ વર્ષના બે શખ્સો આમ કુલ મળીને ત્રણ શખ્સોની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેણે જણાવ્યું છે કે આરોપી જગદીશ કોળી સાથે અગાઉ થયેલા ઝઘડાનો ખાર રાખીને તેઓ તેના ઘરમાં આવ્યા હતા અને ત્યારે જગદીશ કોળીએ તેના હાથમાં રહેલ ધારીયાનો એક ઘા તેના ડાબા હાથના કાંડા ઉપર માર્યો હતો અને તેની સાથે આવેલા અન્ય બે શખ્સો દ્વારા ઘરના દરવાજામાં ધારિયાના ઘા ઝીંકીને તોડફોડ કરી નુકસાન કરવામાં આવ્યું હતું અને તેને ગાળો આપી હતી જેથી હાલમાં પ્રવીણગિરિ ગોસ્વામીએ ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધીને આરોપીની જગદીશ કોળી તેમજ અન્ય બે શખ્સોને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે






Latest News