વાંકાનેર વિધાનસભા બેઠકના વિસ્તારમાં 11 કરોડના ખર્ચે બનનારા નવા રોડનું ધારાસભ્યએ કર્યું ખાતમુહૂર્ત મોરબી મહાપાલિકાની ચૂંટણી લડવા માટે કોંગ્રેસમાં ૮૨ આગેવાનો સેન્સ પ્રક્રિયામાં જોડાયા મોરબીમાં બંધ પડેલા સિરામિક કારખાનાના શેડ બન્યા ક્રિકેટ મેચના મેદાન: વિડીયો સોશ્યલ મીડિયામાં વાયરલ મોરબીના નવા ફડસર ગામે માલિકીની જગ્યામાં કરેલ કચરાના ઢગલા ઉપાડવાનું કહેતા વૃદ્ધ ઉપર બે શખ્સોએ કર્યો કુહાડી અને ધોકા વડે હુમલો હળવદના સાપકડા ગામે વાડીના શેઢે ઉભા કરેલા થાંભલા કાઢી નાખતા શખ્સને સમજાવવા ગયેલ આધેડને માથામાં ધોકો ફટકારતા 8 ટાંકા આવ્યા હળવદ નજીક નર્મદાની કેનાલમાં ડૂબી ગયેલા બંને યુવાનોના મૃતદેહ પાણીમાંથી બહાર કાઢીને પીએમમાં ખસેડાયા વાંકાનેરના રાજા વડલા ગામે વાડી આવેલ કુવામાં કોઈપણ કારણોસર પડી જવાથી વૃદ્ધનું મોત ઈરાન-ઇઝરાયેલ યુધ્ધની ભયાનક અસર: મોરબીથી ટાઇલ્સ ભરીને મોકલાવેલ 1500 કન્ટેનર પાછા આવ્યા, ઉદ્યોગકારોને મોટું નુકશાન
Breaking news
Morbi Today

ટંકારા નજીક રિક્ષા-બાઇક વચ્ચે અકસ્માત: રિક્ષા ચાલકના પિતાનું મોત


SHARE











ટંકારા નજીક રિક્ષા-બાઇક વચ્ચે અકસ્માત: રિક્ષા ચાલકના પિતાનું મોત

ટંકારા નજીક રીક્ષા અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમાં બાઇક ચાલકને ઇજાઓ થઇ હતી અને રીક્ષામાં બેઠેલા રિક્ષાચાલકના પિતાને ગંભીર ઇજાઓ થઇ હોવાથી તેનો સારવાર દરમિયાન મોત નીપજયું હતું જેથી હાલમાં બાઈક ચાલકે રિક્ષાચાલકની સામે ફરીયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી વિગતો પ્રમાણે મૂળ ધ્રોલિયાના રહેવાસી અને હાલમાં મીતાણા ગામે પ્રેમજીભાઈના મકાનમાં ભાડે રહેતા કિશોરભાઈ હમીરભાઇ ચૌહાણ (ઉંમર ૨૭) એ રીક્ષા નંબર જીજે ૩૬ યુ ૭૬૯૦ ના ચાલક અરવિંદભાઈ ધીરુભાઈ ઉઘરેજા રહે. ટંકારા વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેણે જણાવ્યું છે કે, તે ટંકારા રાજકોટ હાઇવે ઉપર પ્રભુભાઈના ફાર્મ હાઉસ સામેથી પોતે પોતાનું બાઇક નંબર જીજે ૩૬ એ ૭૧૩૮ લઇને પસાર થતો હતો ત્યારે રિક્ષાચાલકે તેની રીક્ષા જોયા વગર રોડ ક્રોસ કરતા બાઈકને હડફેટે લીધું હતું જેથી કરીને ફરિયાદી કિશોરભાઇ ચૌહાણને પગમાં અને કપાળે ઈજા થઈ હતી અને રીક્ષામાં બેઠેલા રિક્ષાચાલક અરવિંદભાઈના પિતા ધીરુભાઈ કાળુભાઈ ઉઘરેજાને શરીરે ઇજાઓ થઇ હોવાથી તેને સારવાર માટે ખસેડાયા હતા સારવાર દરમિયાન ધીરુભાઈ ઉઘરેજાનુ મૃત્યુ નીપજયું હતું જેથી કરીને હાલમાં બાઇક ચાલકની ફરિયાદ લઈને પોલીસે રિક્ષા ચાલકની સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે

દેશીદારૂ

વાંકાનેર મોરબી રોડ ઉપર આવેલ એ.કે. હોટેલ સામેથી પસાર થતી બોલેરો ગાડી નંબર જીજે ૩૬ ટી ૭૮૪૧ ને પોલીસ ચેક કરતા તેમાંથી ૮૦૦ લિટર દેશી દારૂ મળી આવ્યો હતો જેથી કરીને ૧૬૦૦૦ રૂપિયાનો દારૂ અને ગાડી આમ કુલ મળીને ૩૧૬૦૦૦ રૂપિયાના મુદ્દામાલ પોલીસે કબ્જે કર્યો છે જોકે બોલેરો પીકપ વાહનનો ચાલક નાસી ગયો હોય તેને પકડવા માટે પોલીસે તજવીજ શરૂ કરી છે






Latest News