મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ મોરબીના મહેન્દ્રનગર આઈટીઆઈ નજીક દવા પી જતા પરણીતા સારવારમાં મોરબી : મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા ભવ્ય તીજ ઉત્સવનું આયોજન, ઉત્સવમાં જોડાવા આમંત્રણ કચ્છ અને મોરબીથી અન્ય રાજ્યોને જોડતી નવી ટ્રેન સેવાઓ, સવલતો માટેની કેન્દ્રીય રેલ મંત્રીને રજૂઆત કરતા સાંસદ વિનોદ ચાવડા મોરબીની ઓમશાંતિ વિદ્યાલયમાં વિદ્યાર્થીઓએ માટે જાદુગર રાજકુમારનો કાર્યક્રમ યોજાયો મોરબીમાં સિરામિક ટ્રેડિંગનું કામ કરતાં વેપારી યુવાન સાથે આર્મીના નામે 12.42 લાખની ઠગાઇ મોરબીમાં સામુ શુ કામ જુએ છે તેવું કહીને યુવાનને માથામાં ઈંટના 3 ઘા માર્યા: 3 સામે ફરિયાદ મુંબઈમાં રહેતા વૃદ્ધાની વાંકાનેરના ઠીકરીયાળા ગામે આવેલ જમીન ઉપર ગેરકાયદે દુકાનો બનાવી લેનાર સામે લેન્ડ ગ્રેબિંગ
Breaking news
Morbi Today

મોરબીના વાવડી રોડે ઉમીયા પાર્ક સોસાયટીના મકાનમાંથી ૧૦૫ બોટલ દારૂ સાથે એક પકડાયો : બેની શોધખોળ


SHARE







મોરબીના વાવડી રોડે ઉમીયા પાર્ક સોસાયટીના મકાનમાંથી ૧૦૫ બોટલ દારૂ સાથે એક પકડાયો, બેની શોધખોળ
 

મોરબીના વાવડી રોડે આવેલ ઉમીયા પાર્ક સોસાયટીના મકાનમાં દારૂનો જથ્થો જોવાની બાતમી મળી હતી જેના આધારે પોલીસે રેડ કરી હતી ત્યારે ઘરમાંથી ૧૦૫ બોટલ દારૂ સાથે એક શખ્સ મળી આવ્યો હતો જો કે, ઘરધણી અને માલ આપનાર હાજર ન હોવાથી તેની સામે પણ ગુનો નોંધીને બે આરોપીને પકડવા માટે પોલીસે તજવીજ શરૂ કરી છે

 મોરબી સીટી એ ડીવીઝન પોલીસની ટીમ પીઆઇ જે.એમ.આલની સૂચના મુજબ પેટ્રોલીંગમાં હતી ત્યારે હિતેષભાઈ વશરામભાઈ ચાવડાને ખાનગી રાહે હકિકત મળેલ હતી કે સલીમ હારૂનભાઈ રાઉમા રહે. માધાપર શેરી નં.૧૫ મોરબી તથા મનોજભાઈ બાવાજી રહે. ઉમીયા પાર્ક વાવડી રોડ મોરબી વાળા બન્નેએ દારૂનો જથ્થો ઉતાર્યો છે જેથી ઉમીયા પાર્ક સોસાયટીમાં રહેતા મનોજભાઈ બાવાજીના કબ્જા ભોગવટાના મકાનમા દારૂની રેડ કરી હતી ત્યારે આરોપી સલીમ હારૂનભાઈ રાઉમા (ઉ.૨૧) રહે માધાપર શેરી નં .૧૫ મોરબી વાળા હાજર મળી આવ્યો હતો અને તે ઘરમાંથી દારૂની જુદીજુદી બ્રાન્ડની ૧૦૫ બોટલ જેની કુલ કિંમત ૩૧,૫૦૦ નો મુદામાલ કબજે કર્યો હતો અને આરોપી મનોજભાઈ બાવાજી અને દારૂ આપનાર વિપુલભાઈ ઉર્ફે વિજભા ગઢવી રહે. ગાયત્રીનગર વાવડી રોડ મોરબી વાળા હાજર મળી આવેલ ન હતા જેથી તેની સામે પણ ગુનો નોંધીને તેને પકડવા માટે ચક્રોગતિમાન કરેલ છે






Latest News