મોરબી જિલ્લા પંચાયતમાં 6 વર્ષ પહેલા મંજૂર કરાયેલ 8 કામ ન કરવામાં આવતા અંતે રદ્દ કરાયા ફાર્મર જેન-ઝી સમગ્ર ગુજરાતમાં પૂરા વળતર માટે ખાનગી કંપની અને ગુજરાત સરકારને ઝુકાવશે: મોરબીના જેતપર ગામેથી ખેડૂતોનો લલકાર મોરબીના મહેન્દ્રનગર ગામે ભાઈને સ્કૂલે મૂકવા જવાનું કહીને ઘરેથી નીકળેલ યુવતી ગુમ મોરબીના ગાળા ગામ પાસે કારખાનામાં પાણી ભરેલા ખાડામાં ડૂબી જવાથી 2 વર્ષના બાળકનું મોત મોરબી : રાજગોર (કાઠી) બ્રાહ્મણ જ્ઞાતિ પરિવાર દ્વારા વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાયો  મોરબીમાં એક દિવસ પહેલા જ વતનમાંથી આવેલા યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત મોરબી શહેર 2 અને વાંકાનેર શહેર-તાલુકામાં જુગારની 2 રેડ: 16 આરોપી પકડાયા-6 ની શોધખોળ મોરબીના લાલપર પાસે કારખાનામાં મશીનના બેલ્ટમાં આવી જવાથી મહિલાનું મોત
Breaking news
Morbi Today

મોરબીનું યંગ ઇન્ડિયા ગ્રુપ જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના આર.ટી.ઇ.ના ઓનલાઇન ફોર્મ નિઃશુલ્ક ભરી આપશે


SHARE







મોરબીનું યંગ ઇન્ડિયા ગ્રુપ જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના આર.ટી.ઇ.ના ઓનલાઇન ફોર્મ નિઃશુલ્ક ભરી આપશે

રાજ્ય સરકાર દ્વારા શૈક્ષણિક વર્ષ ૨૦૨૨-૨૩ માટે આર.ટી.ઇ. અંતર્ગત પ્રવેશ પ્રક્રિયા શરુ કરી દેવામાં આવી છે. ત્યારે આર.ટી.ઇ. અંતર્ગત શાળાઓમાં પ્રવેશની પ્રક્રિયા ઓનલાઇન હોય છે. ત્યારે યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના ઓનલાઇન આર.ટી.ઇ.ના ફોર્મ નિઃશુલ્ક ભરી આપવાબનું આયોજન કરેલ  છે 

આર.ટી.ઇ. અંતર્ગત પ્રવેશ પ્રક્રિયા શરૂ થઇ ગઈ છે. તા. ૩૦/૦૩ થી ૧૧/૦૪ સુધી https://rte.orpgujarat.com વેબસાઈટ પર પ્રવેશ પ્રક્રિયાનું ફોર્મ ભરવાનું હોય છે. મોરબીમાં જે જરૂરતમંદ વાલીઓને પોતાના સંતાનને ખાનગી શાળામાં ધો. ૧ થી ૮ પ્રવેશ લેવાની ઈચ્છા હોય તેને જરૂરી ડોક્યુમેન્ટસ તૈયાર કરી યંગ ઇન્ડિયા ગ્રુપનો સંપર્ક કરવા માટે જણાવ્યુ છે જે ડોક્યુમેન્ટ્સ જોઈએ છે તેમાં બાળક માટે આધાર કાર્ડજન્મનું પ્રમાણપત્ર (બાળકના ૧ જૂન૨૦૨૨ સુધીમાં પાંચ વર્ષ પૂર્ણ થવા જોઈએ)બેન્ક ખાતાની પાસબુક (મરજિયાત) અને પાસપોર્ટ સાઈઝના બે ફોટોસ તેમજ વાલીઓ માટે જાતિનો દાખલોપિતાનું આધાર કાર્ડમાતાનું આધાર કાર્ડઆવકનો દાખલો (શહેરી વિસ્તાર માટે ૧,૫૦,૦૦૦/-જ્યારે ગ્રામીણ વિસ્તાર માટે ૧,૨૦,૦૦૦/- નો રહેશે (૩૧/૦૩/૨૦૨૦ પછીનો))વાલીની બેન્ક ખાતાની પાસબુક તથા ડોક્યુમેન્ટ જો હોય તો બી.પી.એલ. કાર્ડ (૦ થી ૨૦ આંક ધરાવતું તમામ કેટેગરીવાળું)બાળકનું આંગણવાડી છોડ્યાનું પ્રમાણપત્રસિંગલ ચાઈલ્ડ ગર્લનું પ્રમાણપત્ર (જો સંતાનમાં એકમાત્ર સંતાન દીકરી હોય અને ભવિષ્યમાં બીજા બાળકનો પ્લાન ના હોય) સાથે લાવવાના રહેશે. અને આ ફોર્મ મોરબીના રવાપર રોડ ઉપર આવેલ ડી.આર. સિક્યુરિટીની ઓફિસે તેમજ વાલ્મિકી વાસ શેરી નબર-૧ ના કોર્નર ઉપર યંગ ઇન્ડિયા ગ્રુપની ઓફીસ ખાતે સવારે ૮ થી ૧૧ દરમિયાન જવાનું રહેશે. વધુ વિગત માટે મો.નં. ૮૦૦૦૮ ૨૭૫૭૭ ઉપર સંપર્ક કરવા જણાવ્યુ છે






Latest News