મોરબીમાં હરિયાળી ક્રાંતિ માટે મહાનગરપાલિકા 2.5 લાખ વૃક્ષોનું વાવેતર કરશે: મેયર ઉત્તમ સુરાણી દારૂની રેલમ છેલમ: મોરબીમાં કાર પલટી મારી જતાં વહેલી સવારે દારૂની હેરફેરીનો થયો પર્દાફાશ ! ટંકારા તાલુકામાં હજારો બહેનોને રોજગાર આપતા રાખડીના ગૃહ ઉદ્યોગનું વાર્ષિક 10 કરોડનું ટર્નઓવર: મેટલ રાખડીની દેશભરમાં માંગ વાંકાનેરના નવાપરા અને હળવદના ગોલાસણમાં જુગારની 2 રેડમાં 9 શખ્સો પકડાયા માળીયા (મી)ના ભાવપર ગામે ઘરના ઓટલા ઉપર સુતેલ મહિલાને ઝેરી જનાવર કરડી જતા સારવારમાં મોત મોરબીના વાવડી ગામે સગીરા અપહરણ-દુષ્કર્મના ગુનામાં મદદગારી કરનાર પકડાયો મોરબી શહેરમાં ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શનનું કામ કરતી એજન્સી ઉપર અધિકારીઓના ચાર હાથ !?: ભાજપના યુવા આગેવાનનો ગંભીર આક્ષેપ મોરબીના શક્તિ ચોક વિસ્તારમાં નોનવેજની લારીઓ-કતલખાનાઓ તાત્કાલિક બંધ કરાવવા સ્થાનિક લોકોની માંગ
Breaking news
Morbi Today

મોરબીમાં માતૃભૂમિ વંદના ટ્રસ્ટ દ્વારા અમર જવાન સ્મૃતિ રેલી-રાષ્ટ્રીય કથાનું આયોજન


SHARE





મોરબીમાં માતૃભૂમિ વંદના ટ્રસ્ટ દ્વારા અમર જવાન સ્મૃતિ રેલી-રાષ્ટ્રીય કથાનું આયોજન

મોરબીમાં ૨૩ માર્ચ શહીદ દિનની યાદગાર ઉજવણી કરવા માટેનું આયોજન માતૃભૂમિ વંદના ટ્રસ્ટ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે અને પાંચ દિવસ શહેરના જુદાજુદા વિસ્તારમાં રાષ્ટ્રીય કથા રાખવામા આવી છે જેમાં અંજલીબેન આર્ય દ્વારા રાષ્ટ્રીય કથાનું લોકોને રસપાન કરાવવામાં આવશે ત્યારે દેશભક્તિને ઉજાગર કરતા જુદાજુદા કાર્યક્રમો નગરજનોને જોડાવવા માટે આયોજકોએ આહ્વાન કર્યું છે

૧૯૩૧ની ૨૩ મી માર્ચના રોજ દેશના સપૂતો શહીદ ભગતસિંહસુખદેવ અને રાજગુરુને ફાંસી આપવામાં આવી હતી જેને દેશમાં શહીદ દિન તરીકે ઉજવવામાં આવે છે જો કે, આ વર્ષે મોરબીમાં માતૃભૂમિ વંદના ટ્રસ્ટ દ્વારા શહીદ દિનની યાદગાર ઉજવણી કરવા માટેનું આયોજન કરવામાં આવ્યું છે અને શહીદોની સ્મૃતિમાં તા. ૨૩ થી ૨૭ સુધી દેશભક્તિના જુદાજુદા સ્થળ ઉપર રાષ્ટ્રીય કથાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં અંજલીબેન આર્ય દ્વારા રાષ્ટ્રીય કથાનું લોકોને રસપાન કરાવવામાં આવશે જો કે, ૨૩ તારીખે સાંજે પાંચ કલાકે જીઆઈડીસીથી શરૂ થઈને રત્નકલાના મેદાન સુધી અમરજવાન સ્મૃતિ રેલી યોજવાની છે

વધુમાં માહિતી આપતા મહેશભાઇ ભોરણીયાએ જણાવ્યુ હતું કે, રાષ્ટ્રીય કથાનું આયોજન આ એક જ જગ્યાએ ન કરીને જુદાજુદા પાંચ સેન્ટર ઉપર એક એક દિવસ કથા યોજાશે જેમાં તા ૨૩ ગ્રીનસીટી રમકો બંગલો સામે, તા ૨૪ કાશી વિશ્વનાથ મંદિર આલાપ પાર્ક, તા ૨૫ સોમનાથ સોસાયટી સાર્વજનિક પ્લોટ, તા ૨૬ પંચાસર રોડ રાજનગર મહાદેવ પાન પાસેનું મેદાન અને તા ૨૭ ના રોજ સુભાષનગર ગરબી ચોકમાં આ રાષ્ટ્રીય કથાનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે નગરજનોએ તેનો લાભ લેવા માટે આહ્વાન કરવામાં આવ્યું છે






Latest News