ટંકારા તાલુકામાં હજારો બહેનોને રોજગાર આપતા રાખડીના ગૃહ ઉદ્યોગનું વાર્ષિક 10 કરોડનું ટર્નઓવર: મેટલ રાખડીની દેશભરમાં માંગ વાંકાનેરના નવાપરા અને હળવદના ગોલાસણમાં જુગારની 2 રેડમાં 9 શખ્સો પકડાયા માળીયા (મી)ના ભાવપર ગામે ઘરના ઓટલા ઉપર સુતેલ મહિલાને ઝેરી જનાવર કરડી જતા સારવારમાં મોત મોરબીના વાવડી ગામે સગીરા અપહરણ-દુષ્કર્મના ગુનામાં મદદગારી કરનાર પકડાયો મોરબી શહેરમાં ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શનનું કામ કરતી એજન્સી ઉપર અધિકારીઓના ચાર હાથ !?: ભાજપના યુવા આગેવાનનો ગંભીર આક્ષેપ મોરબીના શક્તિ ચોક વિસ્તારમાં નોનવેજની લારીઓ-કતલખાનાઓ તાત્કાલિક બંધ કરાવવા સ્થાનિક લોકોની માંગ હળવદમાં સ્વામી સચ્ચિદાનંદજીની હાજરીમાં બ્રહ્મરત્ન સન્માન સમારોહ યોજાયો સરકારની ફ્રી શિપ કાર્ડ યોજના: મોરબીની ચાવડા ઉર્વશીબેનનું BAMS કોર્ષનું સપનું થયું સાકાર
Breaking news
Morbi Today

મોરબીના પીપળી પાસે ગંજાનંદપાર્ક સોસાયટીના મકાનમાંથી ૧૦૧ બોટલ દારૂ સાથે એક પકડાયો


SHARE





મોરબીના પીપળી પાસે ગંજાનંદપાર્ક સોસાયટીના મકાનમાંથી ૧૦૧ બોટલ દારૂ સાથે એક પકડાયો

મોરબી તાલુકાના પીપળી રોડ ઉપર આવેલ ગંજાનંદપાર્ક સોસાયટીમાં રહેણાંક મકાનમાં દારૂ હોવાની બાતમી મળી હતી જેના આધારે ત્યાં રેડ પડી હતી ત્યારે ઘરમાંથી વિદેશી દારૂની ૧૦૧  બોટલો મળી આવી હતી જેથી એલસીબીની ટીમે ૩૦,૩૦૦ ના મુદામાલ સાથે એક આરોપીની ધરપકડ કરેલ છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબી એલસીબીની ટીમના નિરવભાઇ મકવાણા અને ભગીરથસિંહ ઝાલાને સંયુકતમાં બાતમી મળી હતી કે, પીપળીરોડ ઉપર આવેલ ગંજાનંદ પાર્ક સોસાયટી ખાતે રહેતો મહાવીરસિંહ મહેન્દ્રસિંહ ઉર્ફે પપ્પુભા વાઘેલાના રહેણાંક મકાનમાં વિદેશી દારૂનો જથ્થો છે જેથી રેડ કરી હતી ત્યારે ઘરમાંથી વિદેશીદારૂની બોટલો ૧૦૧ નંગ હોય ૩૦,૩૦૦ ના દારૂ સાથે તેની ધરપકડ કરી હતી અને આરોપી તેમજ મુદામાલ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનને સોપવામાં આવેલ છે આ કામગીરી એલસીબીના પીઆઇ એમ.આર.ગોઢાણીયાની સૂચના મુજબ સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી 






Latest News