ટંકારા તાલુકામાં હજારો બહેનોને રોજગાર આપતા રાખડીના ગૃહ ઉદ્યોગનું વાર્ષિક 10 કરોડનું ટર્નઓવર: મેટલ રાખડીની દેશભરમાં માંગ વાંકાનેરના નવાપરા અને હળવદના ગોલાસણમાં જુગારની 2 રેડમાં 9 શખ્સો પકડાયા માળીયા (મી)ના ભાવપર ગામે ઘરના ઓટલા ઉપર સુતેલ મહિલાને ઝેરી જનાવર કરડી જતા સારવારમાં મોત મોરબીના વાવડી ગામે સગીરા અપહરણ-દુષ્કર્મના ગુનામાં મદદગારી કરનાર પકડાયો મોરબી શહેરમાં ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શનનું કામ કરતી એજન્સી ઉપર અધિકારીઓના ચાર હાથ !?: ભાજપના યુવા આગેવાનનો ગંભીર આક્ષેપ મોરબીના શક્તિ ચોક વિસ્તારમાં નોનવેજની લારીઓ-કતલખાનાઓ તાત્કાલિક બંધ કરાવવા સ્થાનિક લોકોની માંગ હળવદમાં સ્વામી સચ્ચિદાનંદજીની હાજરીમાં બ્રહ્મરત્ન સન્માન સમારોહ યોજાયો સરકારની ફ્રી શિપ કાર્ડ યોજના: મોરબીની ચાવડા ઉર્વશીબેનનું BAMS કોર્ષનું સપનું થયું સાકાર
Breaking news
Morbi Today

મોરબીના જુના ઘુટુ રોડે કારખાનામાં ઊંચાઈએથી નીચે પટકાતાં ઇજા પામેલા યુવાનનું મોત


SHARE





મોરબીના જુના ઘુટુ રોડે કારખાનામાં ઊંચાઈએથી નીચે પટકાતાં ઇજા પામેલા યુવાનનું મોત

મોરબીના જુના ઘુટુ રોડ ઉપર આવેલ આઈકોન કારખાનાની અંદર કામગીરી દરમિયાન ઊંચાઈ ઉપરથી નીચે પટકાતા યુવાનને ગંભીર ઈજા થઈ હતી જેથી કરીને તેનું મોત નિપજ્યું હતું.આ બનાવની મોરબી સીટી ડીવીઝન પોલીસને જાણ કરવામાં આવતાં પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે

જાણવા મળતી વિગત પ્રમાણે મોરબીના ઘૂંટુ રોડ ઉપર આવેલ આઈકોન ગ્રેનાઈટો કારખાનાની અંદર રહેતો અને ત્યાં મજૂરી કામ કરતો ચેનસિંગ ગંગારામ (ઉમર ૩૨) નામનો યુવાન ગઇકાલે કામગીરી કરી રહ્યો હતો ત્યારે કામગીરી દરમ્યાન કારખાનામાં ઊંચાઈ પરથી નીચે પટકાયો હતો જેથી કરીને તેને શરીરે ગંભીર ઇજાઓ થવાના કારણે તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો અને તેનું સારવાર દરમિયાન મોત નીપજયું હતું જેથી કરીને અકસ્માતના આ બનાવની મોરબી સીટી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતાં પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી

ફિનાઇલ પી ગઈ

મોરબી તાલુકાના નવાગામે રહેતી મીનાબેન દિનેશભાઇ સોલંકી (ઉંમર ૨૮) નામની પરિણીતા પોતાના ઘરે ભૂલથી ફિનાઈલ પી ગઈ હતી જેથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી અને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને વધુમાં પોલીસ સુત્રો પાસેથી જાણવા મળતી વિગત પ્રમાણે પરિણીતાનો લગ્નગાળો પોણા છ વર્ષનો છે અને તેને બે સંતાન છે હાલમાં તે સાસરે સંયુક્ત કુટુંબમાં રહે છે






Latest News