ટંકારા તાલુકામાં હજારો બહેનોને રોજગાર આપતા રાખડીના ગૃહ ઉદ્યોગનું વાર્ષિક 10 કરોડનું ટર્નઓવર: મેટલ રાખડીની દેશભરમાં માંગ વાંકાનેરના નવાપરા અને હળવદના ગોલાસણમાં જુગારની 2 રેડમાં 9 શખ્સો પકડાયા માળીયા (મી)ના ભાવપર ગામે ઘરના ઓટલા ઉપર સુતેલ મહિલાને ઝેરી જનાવર કરડી જતા સારવારમાં મોત મોરબીના વાવડી ગામે સગીરા અપહરણ-દુષ્કર્મના ગુનામાં મદદગારી કરનાર પકડાયો મોરબી શહેરમાં ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શનનું કામ કરતી એજન્સી ઉપર અધિકારીઓના ચાર હાથ !?: ભાજપના યુવા આગેવાનનો ગંભીર આક્ષેપ મોરબીના શક્તિ ચોક વિસ્તારમાં નોનવેજની લારીઓ-કતલખાનાઓ તાત્કાલિક બંધ કરાવવા સ્થાનિક લોકોની માંગ હળવદમાં સ્વામી સચ્ચિદાનંદજીની હાજરીમાં બ્રહ્મરત્ન સન્માન સમારોહ યોજાયો સરકારની ફ્રી શિપ કાર્ડ યોજના: મોરબીની ચાવડા ઉર્વશીબેનનું BAMS કોર્ષનું સપનું થયું સાકાર
Breaking news
Morbi Today

વાંકાનેરના રાતાવિડા ગામે જુગાર રમતા પાંચ પકડાયા 


SHARE





વાંકાનેરના રાતાવિડા ગામે જુગાર રમતા પાંચ પકડાયા 

વાંકાનેર તાલુકાના રાતાવિડા ગામે પાદરમાં જુગાર રમતા હોવાની બાતમી મળી હતી જેના આધારે સ્થાનિક પોલીસ દ્વારા જુગારની રેડ કરવામાં આવતા પાંચ શખ્સો જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે ૩૭૫૦  રૂપિયાની રોકડ કબજે કરી જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી

જાણવા મળતી વિગત પ્રમાણે વાંકાનેર તાલુકાના રાતાવિડા ગામે પાદરમાં જુગાર રમતા હોવાની બાતમીના આધારે વાંકાનેર તાલુકા પોલીસની ટીમ દ્વારા કરવામાં આવતા સુખદેવભાઈ ધનજીભાઈ ઉઘરેજા, હનાભાઇ દેવરાજભાઇ ઉકેડીયા, દેહરભાઇ મોહનભાઇ ઉકેડીયા, લાખાભાઇ જેસાભાઇ અબાસણીયા અને ગણેશભાઇ પ્રભુભાઇ ભવાણીયા જુગાર રમતા મળ્યા હતા જેથી પોલીસે તેની પાસેથી ૩૭૫૦ રૂપિયાની રોકડ કબજે કરી હતી અને તેની સામે જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી

દેશી દારૂની ભઠ્ઠી

મોરબી તાલુકાના લીલાપર ગામની સીમમાં ખાણ વિસ્તારમાં દેશી દારૂની ભઠ્ઠી ચાલુ હોવાની બાતમી મળી હતી જેના આધારે પોલીસે ત્યાં રેડ કરતાં સ્થળ ઉપરથી ૩૩૫ લીટર દેશીદારૂ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતો આથો તેમજ અન્ય ભઠ્ઠીના સાધનો, ગેસનો બાટલો, ગેસનો ચૂલો વગેરે મળી આવતા પોલીસે કુલ મળીને ૧૮૮૦ રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને આ દેશી દારૂની ભઠ્ઠી લીલાપર ગામે રહેતા નવઘણભાઈ જેઠાભાઈ દેગામાની હોવાનું સામે આવતા તેની સામે ગુનો નોંધી પોલીસે તેને પકડવા માટે તજવીજ શરૂ કરી છે






Latest News