ગૌ સેવામાં સહયોગ: મોરબીમાં કર્તવ્ય નંદી ઘર લાભાર્થે ઊભા કરાયેલ ફટાકડાના સ્ટોલેથી યુવા શક્તિ ફાઉન્ડેશનની ટીમે કરી ખરીદી વોકલ ફોર લોકલ: કચ્છ લોકસભા દ્વારા સાંસદ સ્વદેશી મેળો અવિરત ચાલુ મોરબી મહાપાલિકા વિસ્તારમાં રોશનીના પર્વ પહેલા જ સ્ટ્રીટ લાઇટને લગતી ફરિયાદોમાં ઘટાડો, કોન્ટ્રાક્ટરને સતત દોડતા રાખતું તંત્ર મોરબીના કોર્પોરેટર ભાવિકકુમાર જારીયાએ રજૂઆત કર્યા બાદ લીલાપર રોડનું રીપેરીંગ કામ શરૂ મોરબીમાં ધોળા દિવસે એકટીવા પતિ સાથે જતી મહિલાના ગળામાંથી સોનાના ચેનની ચીલ ઝડપ મોરબી-બહુચરાજી બસને પાટણ સુધી લંબાવો : પી.પી.જોષી મોરબીમાં રોટરી ક્લબ દ્વારા ઓપન મોરબી રંગોળી હરીફાઈનું આયોજન મોરબીના નિલેશભાઈ કૈલા અને દીપકભાઈ જીવાણીની કેળવણી નિરીક્ષક તરીકે કરાઇ નિમણૂક
Breaking news
Morbi Today

મોરબીના રફાળેશ્વર પાસે બાઇકને હડફેટે લઈને યુવાનનું મોત નિપજાવનારા આઇસરના ચાલક સામે ગુનો નોંધાયો


SHARE









મોરબીના રફાળેશ્વર પાસે બાઇકને હડફેટે લઈને યુવાનનું મોત નિપજાવનારા આઇસરના ચાલક સામે ગુનો નોંધાયો

મોરબી નજીકના રફાળેશ્વર ગામથી લીલાપર ગામ તરફ જવાના રસ્તા ઉપરથી પસાર થતાં બાઇક ચાલકના બાઈકને આઈસર ટેમ્પાના ચાલકે અડફેટે લીધું હતું જેથી કરીને બાઇક ચાલકને માથામાં ગંભીર ઈજા થવાથી તેનું સારવાર દરમિયાન મોત નીપજયું હતું હાલમાં મૃતક યુવાનના ભાઈએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે આઇસરમાં ચાલકની સામે ફરીયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

જાણવા મળતી વિગત પ્રમાણે મોરબી તાલુકાના રફાળેશ્વર ગામે આંબેડકરનગરમાં રહેતા તુલસીભાઈ લક્ષ્મણભાઈ સોલંકી (ઉંમર ૨૦) એ હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે આઈસર ટેમ્પો નંબર જીજે ૩૬ વી ૪૭૩૧ ના ચાલકની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેણે જણાવ્યું છે કે તેઓનો ભાઈ દિવ્યેશ લખમણભાઇ સોલંકી પોતાનું બાઇક નંબર જીજે ૩ બીએન ૦૪૧૫ લઈને રફાળેશ્વર ગામથી લીલાપર ગામ તરફ જતા રસ્તા ઉપર જોધપર ગામ પાસેથી પસાર થઈ રહ્યો હતો ત્યારે આઇસરના ચાલકે તેના બાઈકને હડફેટે લીધું હતું જેથી કરીને દિવ્યેશને માથામાં અને શરીરે ગંભીર ઇજાઓ થઇ હોવાથી તેને સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યો હતો જોકે સારવાર કારગત ન નિવડતા તેનું મોત નીપજયું હતું આ બનાવમાં મૃતક યુવાનના ભાઈએ આઇસરના ચાલકની સામે ફરીયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે




Latest News