ટંકારા તાલુકામાં હજારો બહેનોને રોજગાર આપતા રાખડીના ગૃહ ઉદ્યોગનું વાર્ષિક 10 કરોડનું ટર્નઓવર: મેટલ રાખડીની દેશભરમાં માંગ વાંકાનેરના નવાપરા અને હળવદના ગોલાસણમાં જુગારની 2 રેડમાં 9 શખ્સો પકડાયા માળીયા (મી)ના ભાવપર ગામે ઘરના ઓટલા ઉપર સુતેલ મહિલાને ઝેરી જનાવર કરડી જતા સારવારમાં મોત મોરબીના વાવડી ગામે સગીરા અપહરણ-દુષ્કર્મના ગુનામાં મદદગારી કરનાર પકડાયો મોરબી શહેરમાં ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શનનું કામ કરતી એજન્સી ઉપર અધિકારીઓના ચાર હાથ !?: ભાજપના યુવા આગેવાનનો ગંભીર આક્ષેપ મોરબીના શક્તિ ચોક વિસ્તારમાં નોનવેજની લારીઓ-કતલખાનાઓ તાત્કાલિક બંધ કરાવવા સ્થાનિક લોકોની માંગ હળવદમાં સ્વામી સચ્ચિદાનંદજીની હાજરીમાં બ્રહ્મરત્ન સન્માન સમારોહ યોજાયો સરકારની ફ્રી શિપ કાર્ડ યોજના: મોરબીની ચાવડા ઉર્વશીબેનનું BAMS કોર્ષનું સપનું થયું સાકાર
Breaking news
Morbi Today

મોરબીના સનાળા રોડે શોરૂમની બહાર પાર્ક કરીને મૂકેલા બાઇકની ચોરી


SHARE





મોરબીના સનાળા રોડે શોરૂમની બહાર પાર્ક કરીને મૂકેલા બાઇકની ચોરી

મોરબીના સનાળા રોડ ઉપર આવેલ શોરૂમની બહારના ભાગમાં પાર્ક કરીને બાઇકને મૂક્યું હતું જે બાઇકની કોઈ અજાણ્યા શખ્સ દ્વારા ચોરી કરવામાં આવેલ છે જેથી કરીને હાલમાં યુવાને મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે બાઈક ચોરીની ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

જાણવા મળતી વિગતો પ્રમાણે મોરબીના ગ્રીન ચોક વિસ્તારમાં શેરીમાં રહેતા પ્રજ્ઞેશભાઈ રમણીકલાલ પારેખ (ઉંમર ૪૮) એ હાલમાં મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે બાઈક ચોરીની ફરિયાદ નોંધાવી છે જેમાં તેણે જણાવ્યું છે કે મોરબી શહેરના સનાળા રોડ ઉપર આવેલ વિનાયક હોન્ડા શોરૂમ બહારના ભાગના બાઇક નંબર જીજે ૩ એફપી ૫૨૭૬ પાર્ક કરીને મૂક્યું હતું જે ૨૫ હજાર રૂપિયાની કિંમતનું બાઈક કોઈ અજાણ્યો ચોરી કરી ગયેલ છે જેથી કરીને ભોગ બનેલા યુવાનને ફરિયાદ લઈને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે






Latest News