વાંકાનેરના નવાપરા અને હળવદના ગોલાસણમાં જુગારની 2 રેડમાં 9 શખ્સો પકડાયા માળીયા (મી)ના ભાવપર ગામે ઘરના ઓટલા ઉપર સુતેલ મહિલાને ઝેરી જનાવર કરડી જતા સારવારમાં મોત મોરબીના વાવડી ગામે સગીરા અપહરણ-દુષ્કર્મના ગુનામાં મદદગારી કરનાર પકડાયો મોરબી શહેરમાં ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શનનું કામ કરતી એજન્સી ઉપર અધિકારીઓના ચાર હાથ !?: ભાજપના યુવા આગેવાનનો ગંભીર આક્ષેપ મોરબીના શક્તિ ચોક વિસ્તારમાં નોનવેજની લારીઓ-કતલખાનાઓ તાત્કાલિક બંધ કરાવવા સ્થાનિક લોકોની માંગ હળવદમાં સ્વામી સચ્ચિદાનંદજીની હાજરીમાં બ્રહ્મરત્ન સન્માન સમારોહ યોજાયો સરકારની ફ્રી શિપ કાર્ડ યોજના: મોરબીની ચાવડા ઉર્વશીબેનનું BAMS કોર્ષનું સપનું થયું સાકાર મોરબી જીલ્લામાં જમીન રેકોર્ડની ક્ષતિઓના ઝડપી નિરાકરણ માટે ૧૧ ગામોમાં યોજાશે વિશેષ સુધારણા કેમ્પ
Breaking news
Morbi Today

મોરબી અભયમ્ ટીમે ભૂલી પડેલી મહિલાનું પરિવાર સાથે મિલન કરાવાયું


SHARE





મોરબી અભયમ્ ટીમે ભૂલી પડેલી મહિલાનું પરિવાર સાથે મિલન કરાવાયું

હાલમાં જ ૧૮૧ મહિલા અભયમ્ ટીમ દ્વારા મોરબીમાં ભૂલી પડી ગયેલ પરપ્રાંતિય મહિલાને તેમના પરિવાર સાથે મીલન કરાવવામાં આવ્યું. વાત એમ છે કે, મોરબી શહેરના શનાળા બાયપાસ પાસેથી એક મહીલા ભુલી પડી ગયેલ હતા. તે મહીલા ૧૮૧ મહીલા અભયમ્ દ્વારા મળી આવી હતી. આ મળી આવેલ યુવતીને ૧૮૧ મહિલા અભયમ ટીમ દ્વારા સખી-વન સ્ટોપ સેન્ટર રીફર કરવામાં આવી હતી. સખી- વન સ્ટૉપ સેન્ટર મોરબીના સ્ટાફ દ્વારા આ મહિલાને આશ્રય આપી કાઉન્સેલીંગ કરવામાં આવ્યું હતું.

સખી-વન સ્ટોપ સેન્ટર જ્યારે આ મહિલાને લાવવામાં આવેલ ત્યારે મહિલા કંઇ પણ બોલી શકવાની પરિસ્થિતિમાં નહોતી. જોકે મહિલાનું કાઉન્સેલીંગ કરતા તેમણે ગામનું નામ અને ખેતરમાં કામ કરતાં હોવાનો ઉલ્લેખ કરેલ. પોતે ઘરનુ રાશન લેવા માટે બજારમાં નીકળેલ ત્યાંથી ભુલી પડી ગયેલ હોવાની વિગતો ધ્યાને આવી હતી. બાદમાં સખી- વન સ્ટોપ સેન્ટરના સ્ટાફ તે મહિલાના પતિનો સંપર્ક કરવા માટે થોરાળા ગામના સરપંચનો સંપર્ક કર્યો હતો.  થોરાળા ગામના સરપંચ દ્વારા મહિલાના પતિનો સંપર્ક થતાં મહિલાના પતિને સખી- વન સ્ટોપ સેન્ટર પર બોલાવી ખરાઈ કરીને મહિલાનો કબ્જો તેમના પતિને સોંપવામાં આવ્યો હતો. આમ, સખી વન સ્ટોર દ્વારા એક ભૂલી પડેલ મહિલાને પોતાના પરિવાર સાથે સુખદ મિલન કરાવ્યું હતું.






Latest News