વાંકાનેરના નવાપરા અને હળવદના ગોલાસણમાં જુગારની 2 રેડમાં 9 શખ્સો પકડાયા માળીયા (મી)ના ભાવપર ગામે ઘરના ઓટલા ઉપર સુતેલ મહિલાને ઝેરી જનાવર કરડી જતા સારવારમાં મોત મોરબીના વાવડી ગામે સગીરા અપહરણ-દુષ્કર્મના ગુનામાં મદદગારી કરનાર પકડાયો મોરબી શહેરમાં ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શનનું કામ કરતી એજન્સી ઉપર અધિકારીઓના ચાર હાથ !?: ભાજપના યુવા આગેવાનનો ગંભીર આક્ષેપ મોરબીના શક્તિ ચોક વિસ્તારમાં નોનવેજની લારીઓ-કતલખાનાઓ તાત્કાલિક બંધ કરાવવા સ્થાનિક લોકોની માંગ હળવદમાં સ્વામી સચ્ચિદાનંદજીની હાજરીમાં બ્રહ્મરત્ન સન્માન સમારોહ યોજાયો સરકારની ફ્રી શિપ કાર્ડ યોજના: મોરબીની ચાવડા ઉર્વશીબેનનું BAMS કોર્ષનું સપનું થયું સાકાર મોરબી જીલ્લામાં જમીન રેકોર્ડની ક્ષતિઓના ઝડપી નિરાકરણ માટે ૧૧ ગામોમાં યોજાશે વિશેષ સુધારણા કેમ્પ
Breaking news
Morbi Today

મોરબી પાલિકાના મહિલા પ્રમુખના પતિએ ગાળો આપીને ધમકી આપી હોવાની એસપીને કરાઇ રજૂઆત


SHARE





મોરબી પાલિકાના મહિલા પ્રમુખના પતિએ ગાળો આપીને ધમકી આપી હોવાની એસપીને કરાઇ રજૂઆત

વર્તમાન સમયમાં ઘણી વખત સરકારી અધિકારી અને કર્મચારીઓના વ્હોટ્સ એપ ગ્રૂપમાં તેમજ રાજકારણીઑ અને સમાજના ગ્રૂપના મેસેજ મૂકવામાં આવ્યા પછી ઘર્ષણ થતાં હોય છે આવી જ રીતે મોરબીમાં સતવાર સમાજનું એક વ્હોટ્સએપ ગ્રૂપ છે જેમાં પાલિકાના મહિલા પ્રમુખના પતિ સહિતના જોડાયેલ છે આ ગ્રૂપમાં જોડાયેલા એક વ્યક્તિએ વિકાસ કામ બાબતે કોમેન્ટ મૂક્યા પછી ભ્રષ્ટાચારનો આક્ષેપ કર્યો હતો જેથી કરીને મામલો ગરમાયો હતો અને હાલમાં ભોગ બનેલા વ્યક્તિએ એસપીને પાલિકાના પ્રમુખ વિરુદ્ધમાં લેખિતમાં અરજી આપી છે જેમાં પાલિકા પ્રમુખના પતિએ ગાળો આપીને ધમકી આપી હોવાનો ઉલ્લેખ કરેલ છે

મોરબી શહેરના પંચાસર રોડ ઉપર આવેલ રોલા રાતડીયાની વાડીમાં રહેતા ડાભી સુરેશભાઈ દેવકરણભાઇ હાલમાં એસપીને મોરબી પાલિકાના મહિલા પ્રમુખના પતિ કે.કે. પરમાર વિરુદ્ધ  રજૂઆત કરે છે જેમાં તેમણે જણાવ્યું છે કે તેઓના વાડી વિસ્તારમાં નગરપાલિકાના વિકાસ કામો અંગે તેઓએ સતવાર સમાજનું એક વ્હોટ્સએપ ગ્રૂપ છે તેમાં પ્રશ્ન કર્યો હતો તે બાબતને લઈને વ્હોટ્સએપ ગ્રૂપની અંદર જોડાયેલા મોરબી નગરપાલિકાના મહિલા પ્રમુખના પતિ કરમશીભાઈ ખોડાભાઈ પરમાર દ્વારા તેની સાથે અભદ્ર વર્તન કરવામાં આવ્યું હતું અને તે ઉશ્કેરાઇ ગયા હતા અને તેઓએ તા ૧૬/૩ ના રોજ સાંજના સમયે મોબાઈલ ફોન ઉપર ફોન કરીને જેમ ફાવે તેમ ગાળો આપી હતી અને ધમકી આપેલ છે તેમજ તે જીવલેણ હુમલો કરવી શકે છે, કરી શકે છે અને અકસ્માત પણ કરવી શકે છે તેવી ભીતિ વ્યકત કરતી અરજી એસપીને કરેલ છે જેથી રાજકારણમાં આવી ગયો છે અને આ બાબતે કરમશીભાઈ ખોડાભાઈ પરમાર સાથે વાત કરતાં તેને કહ્યું હતું કે સુરેશભાઇ દ્વારા ખોટા આક્ષેપો વ્હોટ્સએપ ગ્રૂપમાં કરવામાં આવ્યા હતા જેથી કરીને તેને સાચી વાત કહેવા માટે મળવાનું કહ્યું હતું અને ફોનમાં થયેલ વાતની અધૂરી ક્લિપ વાયરલ કરેલ છે






Latest News