મોરબીના વાવડી ગામે સગીરા અપહરણ-દુષ્કર્મના ગુનામાં મદદગારી કરનાર પકડાયો મોરબી શહેરમાં ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શનનું કામ કરતી એજન્સી ઉપર અધિકારીઓના ચાર હાથ !?: ભાજપના યુવા આગેવાનનો ગંભીર આક્ષેપ મોરબીના શક્તિ ચોક વિસ્તારમાં નોનવેજની લારીઓ-કતલખાનાઓ તાત્કાલિક બંધ કરાવવા સ્થાનિક લોકોની માંગ હળવદમાં સ્વામી સચ્ચિદાનંદજીની હાજરીમાં બ્રહ્મરત્ન સન્માન સમારોહ યોજાયો સરકારની ફ્રી શિપ કાર્ડ યોજના: મોરબીની ચાવડા ઉર્વશીબેનનું BAMS કોર્ષનું સપનું થયું સાકાર મોરબી જીલ્લામાં જમીન રેકોર્ડની ક્ષતિઓના ઝડપી નિરાકરણ માટે ૧૧ ગામોમાં યોજાશે વિશેષ સુધારણા કેમ્પ મોરબી જિલ્લાના જડેશ્વર મહાદેવ મંદિર ખાતે મેળાને ધ્યાને રાખીને 3 દિવસ ભારે વાહનોની પ્રવેશબંધી મોરબીના રંગપર નજીક યુવાન ઉપર છરી વડે જીવલેણ હુમલો કરનારા બે શખ્સની ધરપકડ
Breaking news
Morbi Today

લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમ વૃક્ષા રોપણ કરાયું


SHARE





લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમ વૃક્ષા રોપણ કરાયું

લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા વસંતઋતુની ઉજવણીમાં પર્યાવરણ પ્રોજેક્ટ કરવામાં આવ્યો હતો ને લાયન્સ ક્લબ ઓફ મોરબી સીટી દ્વારા બી ડિવિઝન પોલીસ મથક મોરબી -૨ ખાતે પર્યાવરણના જતન અને વાતાવરણમાં ઓકસીજનનું પ્રમાણ વધે તે હેતુથી ટ્રીગાર્ડ સાથે વૃક્ષારોપણ કરવામાં આવ્યા હતા આ પ્રોજેક્ટમાં લાયન્સ કલબ ઓફ મોરબી સીટીના પ્રેસિડેન્ટ ત્રિભોવનભાઇ સી. ફુલતરિયા, સેક્રેટરી કેશુભાઈ દેત્રોજા, ખજાનચી નાનજીભાઇ મોરડિયા અને પ્રોજેક્ટ ચેરમેન મહાદેવભાઈ ચીખલીયા તેમજ રીજીયન-૨, રિજીયન ચેરમેન પી.એમ.જે.એફ. રમેશભાઇ રૂપાલાના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યો હતો અને વૃક્ષારોપણ કાર્યક્રમમાં જેમના શીરે સામજ સુરક્ષાની જવાબદારી નિભાવે છે તેવા પોલિસકર્મીના દિલમાં પર્યાવરણની સુરક્ષા ભાવનાના દર્શન થયા હતા ત્યારે બી ડિવિઝન પોલીસ મથકના હેડ કોસ્ટેબલ લાલજીભાઇ ફેફર અને વિનુભાઇ ચીકાણી તેમજ પૂરા સ્ટાફની મદદથી પોલિસ મથકના ગ્રાઉન્ડમાં ખૂબ સરસ વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું






Latest News