મોરબીના વાવડી ગામે સગીરા અપહરણ-દુષ્કર્મના ગુનામાં મદદગારી કરનાર પકડાયો મોરબી શહેરમાં ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શનનું કામ કરતી એજન્સી ઉપર અધિકારીઓના ચાર હાથ !?: ભાજપના યુવા આગેવાનનો ગંભીર આક્ષેપ મોરબીના શક્તિ ચોક વિસ્તારમાં નોનવેજની લારીઓ-કતલખાનાઓ તાત્કાલિક બંધ કરાવવા સ્થાનિક લોકોની માંગ હળવદમાં સ્વામી સચ્ચિદાનંદજીની હાજરીમાં બ્રહ્મરત્ન સન્માન સમારોહ યોજાયો સરકારની ફ્રી શિપ કાર્ડ યોજના: મોરબીની ચાવડા ઉર્વશીબેનનું BAMS કોર્ષનું સપનું થયું સાકાર મોરબી જીલ્લામાં જમીન રેકોર્ડની ક્ષતિઓના ઝડપી નિરાકરણ માટે ૧૧ ગામોમાં યોજાશે વિશેષ સુધારણા કેમ્પ મોરબી જિલ્લાના જડેશ્વર મહાદેવ મંદિર ખાતે મેળાને ધ્યાને રાખીને 3 દિવસ ભારે વાહનોની પ્રવેશબંધી મોરબીના રંગપર નજીક યુવાન ઉપર છરી વડે જીવલેણ હુમલો કરનારા બે શખ્સની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબીની પ્રધાનમંત્રી આવાસ યોજનાના પ્રમુખ-ખજાનચી પાસે ખર્ચની વિગત માંગતી મહિલાને ઢીબી નાખી: એસપીને રજૂઆત


SHARE





મોરબીની પ્રધાનમંત્રી આવાસ યોજનાના પ્રમુખ-ખજાનચી પાસે ખર્ચની વિગત માંગતી મહિલાને ઢીબી નાખી: એસપીને રજૂઆત

મોરબીના શનાળા બાયપાસ રોડ ઉપર આવેલ પ્રધાનમંત્રી આવાસ યોજનની મિટિંગમાં પ્રમુખ, ખજાનચી અને કમિટીના સભ્ય પાસે ખર્ચની વિગતો મહિલા દ્વારા માગવામાં આવી હતી જેથી કરીને ઉશ્કેરાઈ ગયેલ પ્રમુખ સહિતના ત્રણેય શ્ખ્સોએ તેને ગાળો આપીને માર માર્યો હતો જેથી મહિલાને સારવારમાં ખસેડવામાં આવી હતી અને તેને પોલીસને જાણ કરી હતી તો પણ કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી જેથી ભોગ બનેલ મહિલા સ્થાનિક લોકોને સાથે રાખીને એસપીને રજૂઆત કરવા માટે પહોચી હતી

મોરબીના શનાળા બાયપાસ રોડ ઉપર આવેલ પ્રધાનમંત્રી આવાસ યોજનમાં રહેતા સબાનાબેન યુનુસભાઈ કાસમાણીએ  જિલ્લાના એસપીને લેખિતમાં રજૂઆત કરી છે જેમાં તેને જણાવ્યુ છે કે, પ્રધાનમંત્રી આવાસ યોજનાના પ્રમુખ રાજુભાઈ ભંભાણી, કમીટી સભ્ય ૨મેશભાઈ ધુમલ અને ખજાનચી જનકભાઈ રાજાએ તા ૧૩/૩/૨૨ ના રોજ સમય રાત્રીના ૧૧ વાગ્યે સોસાયટીમાં મીટીંગનુ આયોજન કરેલ હતું તે સમયે તેઓએ ઉપરોક્ત ત્રણેય પાસેથી સોસાયટીના ખર્ચની માહીતી માંગી હતી જેથી તે ત્રણેય ઉશ્કેરાઈ ગયા હતા અને તેની સાથે બેફામ અભદ્ર વર્તન કરીને ગાળો આપી હતી

ત્યારે સબાનાબેનએ ગાળો બોલવાની ના પાડતા ત્રણેય શખ્સોએ તેને ઢોર માર મારેલ હતો જેથી તેઓને સરકારી હોસ્પીટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા અને લાગુ પોલીસ સ્ટેશનમાં પણ જાણ કરી હતી જેથી પોલીસ સીવીલ હોસ્પીટલે આવી હતી અને બનાવની માહીતી આપી હતી પરંતુ પોલીસે કોઈ કાર્યવાહી કરી ન હતી અને બાદમાં તેઓની અરજીને પણ એ ડિવિઝ્નમાં લેવામાં આવી ન હતી જેથી તેઓ એસપીને લેખિત રજૂઆત અને ફરિયાદ કરવા માટે સ્થાનિક લોકો સાથે પહોચ્યા હતા અને પ્રમુખ, ખજાનચી સહિતના ત્રણેયની સામે કાયદેસરની તટસ્થ કાર્યવાહી કરવામાં આવે અને તેઓને ન્યાય અપાવવામાં આવે તેવી માંગ કરેલ હતી






Latest News