મોરબી મહાપાલિકાની ટીમે દ્વારા સલામત રીતે ગણેશજીની નાની-મોટી 450 થી વધુ મૂર્તિઓનું કરાયું વિસર્જન: હજુ પણ મૂર્તિઓની આવક ચાલુ મોરબીના ખેવાળીયાની શાળામાં ૧૨ ઓરડા સહિતની સુવિધા રાજકોટની લાઈફ સંસ્થા ઊભી કરી આપશે મોરબીની યુ.એન.મહેતા આર્ટસ કોલેજમાં ગુજરાતી કવિ સંમેલન યોજાયું ટંકારા-પડધરીના ૬૦થી વધુ ખેડૂતોએ ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાની આગેવાનીમાં વિધાનસભાની લીધી મુલાકાત મોરબીમાં આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફાર્મસી દ્વારા વિશ્વ ફાર્માસિસ્ટ દિવસ નિમિત્તે નિઃશુલ્ક આરોગ્ય તપાસણી કેમ્પ યોજાયો મોરબીમાં સ્વચ્છતા હી સેવા-૨૦૨૬ અંતર્ગત સરકારી કચેરીઓમાં સ્વચ્છતા અભિયાન યોજાશે યુવા કલાકારો માટે ઉત્કૃષ્ટ તક: મોરબી જિલ્લામાં યુવા ઉત્સવ ૨૦૨૬-૨૭ અંતર્ગત જુદીજુદી સ્પર્ધાઓ યોજાશે સરકારી સેવાઓનો સીધો લાભ: મોરબી તાલુકાના જુદાજુદા ગામોમાં સેવા સેતુ ૨.૧ બીજા તબક્કાનો કાર્યક્રમ યોજાશે
Breaking news
Morbi Today

મોરબીની ન્યુએરા ગ્લોબલ સ્કૂલ, નવયુગ કીડસ અને બ્લોસમ પ્રિસ્કુલ દ્વારા જુદા જુદા કાર્યક્રમોનું આયોજન


SHARE







મોરબીની ન્યુએરા ગ્લોબલ સ્કૂલ, નવયુગ કીડસ અને બ્લોસમ પ્રિસ્કુલ દ્વારા જુદા જુદા કાર્યક્રમોનું આયોજન

મોરબીની જુદી-જુદી ત્રણ શૈક્ષણીક સંસ્થાઓમાં જુદાજુદા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ છે. અહીંની ન્યુએરા ગ્લોબલ સ્કુલ  ખાતે ધોરણ ૯ થી ૧૨ માં અભ્યાસ કરતા તેમજ કોલેજમાં અભ્યાસ કરતા હોય અને વિદેશમાં અભ્યાસ કરવાની ઈચ્છા ધરાવતા હોય તેવા વિદ્યાર્થીઓ માટે આવતીકાલ તા.૧૩ ને રવિવારના સવારના ૯:૩૦ થી ૧૧ વાગ્યા દરમ્યાન સેમિનારનું આયોજન કરવામાં આવેલું છે. જેમાં મુંબઇ અને સીડનીની વિવિધ સંસ્થાઓના એક્સપર્ટ દ્વારા માર્ગદર્શન આપવામાં આવશે.રવાપર ઘુનડા રોડ ઉપર આવેલી ન્યૂએરા ગ્લોબલ સ્કુલ ખાતે ઉપરોક્ત કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે.

એ રીતે જ મોરબીના જાણીતા નવયુગ શૈક્ષણિક સંકુલના નવયુગ કીડસ તેમજ નવયુગ પ્રિ-સ્કૂલનો પ્રથમ વાર્ષિક ઉત્સવ આજે યોજાવાનો છે.આજે તા.૧૨-૩ ના સાંજના ચાર વાગ્યે લીલાપર રોડ ઉપર આવેલ ક્લાસિક બેંકવેટમાં બ્લોમીંગ બડ્સ નામે કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે.

તેમજ અહિંના બ્લોસમ ઇન્ટરનેશનલ પ્રિસ્કૂલ દ્વારા પણ વાર્ષિકોત્સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે.જેમાં આવતીકાલ તા.૧૩-૩ ને રવિવારના સાંજે આઠેક વાગ્યે પ્રભુરત્ન પાર્ટી પ્લોટ સરદાર પટેલ રોડ લેકસસ બંગલો સામે કાર્યક્રમનું આયોજન કરાયેલ છે જેમાં રાજ્યમંત્રી બ્રીજેશભાઇ મેરજા, મોહનભાઈ કુંડારીયા, જયંતીભાઈ કવાડિયા સહિતના આગેવાનો હાજર રહેવાના છે.તેમ સંસ્થામા સંચાલક રાજેશ ભીમાણીએ જણાવેલ છે.




Latest News