મોરબી મહાપાલિકાની ટીમે દ્વારા સલામત રીતે ગણેશજીની નાની-મોટી 450 થી વધુ મૂર્તિઓનું કરાયું વિસર્જન: હજુ પણ મૂર્તિઓની આવક ચાલુ મોરબીના ખેવાળીયાની શાળામાં ૧૨ ઓરડા સહિતની સુવિધા રાજકોટની લાઈફ સંસ્થા ઊભી કરી આપશે મોરબીની યુ.એન.મહેતા આર્ટસ કોલેજમાં ગુજરાતી કવિ સંમેલન યોજાયું ટંકારા-પડધરીના ૬૦થી વધુ ખેડૂતોએ ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાની આગેવાનીમાં વિધાનસભાની લીધી મુલાકાત મોરબીમાં આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફાર્મસી દ્વારા વિશ્વ ફાર્માસિસ્ટ દિવસ નિમિત્તે નિઃશુલ્ક આરોગ્ય તપાસણી કેમ્પ યોજાયો મોરબીમાં સ્વચ્છતા હી સેવા-૨૦૨૬ અંતર્ગત સરકારી કચેરીઓમાં સ્વચ્છતા અભિયાન યોજાશે યુવા કલાકારો માટે ઉત્કૃષ્ટ તક: મોરબી જિલ્લામાં યુવા ઉત્સવ ૨૦૨૬-૨૭ અંતર્ગત જુદીજુદી સ્પર્ધાઓ યોજાશે સરકારી સેવાઓનો સીધો લાભ: મોરબી તાલુકાના જુદાજુદા ગામોમાં સેવા સેતુ ૨.૧ બીજા તબક્કાનો કાર્યક્રમ યોજાશે
Breaking news
Morbi Today

મોરબીમાં કડિયા કામની મજૂરી બાબતે બોલાચાલી બાદ મારામારી


SHARE







મોરબીમાં કડિયા કામની મજૂરી બાબતે બોલાચાલી બાદ મારામારી

મોરબીના રોહીદાસપરા વિસ્તારમાં યુવાનને તેના કૌટુંબિક ભાઇ સાથે કડીયાકામની મજૂરીના પૈસા બાબતે બોલાચાલી થઈ હતી અને ત્યારબાદ મારામારીના બનાવમાં ઇજાઓ થતાં યુવાનને સારવાર માટે ખસેડાયો હતો અને બાદમાં યુવાને ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.

મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ મોરબીના વીસીપરામાં આવેલ રોહીદાસપરામાં રહેતા જયેશ રવજીભાઈ ચૌહાણ નામના ૨૮ વર્ષીય યુવાનને મારામારીના બનાવમાં ઇજાઓ થતાં તેને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો અને સારવાર લીધા બાદ જયેશ ચૌહાણે તેના કૌટુંબિક ભાઇ અને રોહીદાસપરામાં મહાકાળી માતાના મઢ પાસે રહેતા દિલીપ ખીમજીભાઈ ચૌહાણ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી જણાવ્યું હતું કે, બંને કૌટુંબિક ભાઈઓ થતા હોય અને સાથે કડીયાકામની મજૂરીનું કામકાજ કરતા હતા દરમિયાન કડીયાકામની મજુરીના પૈસા બાબતે દિલીપે બોલાચાલી કરી હતી અને તે દરમિયાન દિલીપ ચૌહાણ દ્વારા તેને ઢીકાપાટુ વડે માર મારવામાં આવ્યો હતો હાલ બી ડિવિઝન પોલીસે જયેશભાઇની ફરીયાદ નોંધીને આગળની તપાસ શરૂ કરી છે.

મહિલા સારવારમાં

મોરબીના વાવડી રોડ ઉપર ઘર નજીક ઝેરી જનાવર કરડી જતા મધુબેન ગણપતભાઇ ડીંડોર નામની ૩૫ વર્ષીય મહિલાને સારવાર માટે સિવિલ હોસ્પિટલે લાવવામાં આવ્યા હતા.જ્યારે મોરબીના માળિયા મિંયાણા તાલુકાના નાની બરાર ગામે રહેતા પુનિત પ્રવીણભાઈ પરમાર નામના ૧૮ વર્ષીય યુવાને તેના ઘેર કોઈ અકળ કારણોસર ઝેરી દવા પી લેતાં તેને સારવાર માટે અહીંની સિવિલ હોસ્પિટલે લાવવામાં આવ્યો હતો.

મારામારીમાં ઇજા

મોરબીના નગર દરવાજા ચોક પાસે ગઇકાલે મારામારીનો બનાવ બન્યો હતો જે બનાવમાં ઇજાઓ થવાથી અહીંના ગ્રીનચોક વિસ્તારમાં રહેતા સંગીતાબેન રવિભાઈ વાઢેરા (ઉમર ૩૦) અને તેમના પુત્ર પ્રણય રવિભઆઇ વઢેરા (ઉમર ૪) ને ઈજાઓ થતાં બંનેને સારવાર માટે સિવિલ હોસ્પિટલે લઈ જવાયા હતા. જ્યારે મોરબીના વાવડી રોડ ઉપર રહેતા રાજેશભાઈ કાંતિભાઈ વિઠ્ઠલાપરા નામનો ૩૫ વર્ષીય યુવાન પોતાની દુકાનેથી ઘરે જતો હતો ત્યારે શહેરના ગાંધીચોક પાસે કોઇ એક્ટીવાના ચાલકે તેને હડફેટે લેતા ઇજા થવાથી રાજેશ વિઠ્ઠલાપરાને સારવારમાં ખસેડાયો હતો.




Latest News