મોરબીના વાવડી ગામે સગીરા અપહરણ-દુષ્કર્મના ગુનામાં મદદગારી કરનાર પકડાયો મોરબી શહેરમાં ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શનનું કામ કરતી એજન્સી ઉપર અધિકારીઓના ચાર હાથ !?: ભાજપના યુવા આગેવાનનો ગંભીર આક્ષેપ મોરબીના શક્તિ ચોક વિસ્તારમાં નોનવેજની લારીઓ-કતલખાનાઓ તાત્કાલિક બંધ કરાવવા સ્થાનિક લોકોની માંગ હળવદમાં સ્વામી સચ્ચિદાનંદજીની હાજરીમાં બ્રહ્મરત્ન સન્માન સમારોહ યોજાયો સરકારની ફ્રી શિપ કાર્ડ યોજના: મોરબીની ચાવડા ઉર્વશીબેનનું BAMS કોર્ષનું સપનું થયું સાકાર મોરબી જીલ્લામાં જમીન રેકોર્ડની ક્ષતિઓના ઝડપી નિરાકરણ માટે ૧૧ ગામોમાં યોજાશે વિશેષ સુધારણા કેમ્પ મોરબી જિલ્લાના જડેશ્વર મહાદેવ મંદિર ખાતે મેળાને ધ્યાને રાખીને 3 દિવસ ભારે વાહનોની પ્રવેશબંધી મોરબીના રંગપર નજીક યુવાન ઉપર છરી વડે જીવલેણ હુમલો કરનારા બે શખ્સની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબીમાં દાંડીકૂચ તેમજ વિશ્વ ગ્રાહક અધિકાર દિવસ નિમિત્તે સ્પર્ધાનું આયોજન


SHARE





મોરબીમાં દાંડીકૂચ તેમજ વિશ્વ ગ્રાહક અધિકાર દિવસ નિમિત્તે સ્પર્ધાનું આયોજન

તા.૧૨ માર્ચ દાંડી કૂચ સત્યાગ્રહ તથા તા.૧૫ માર્ચ વિશ્વ ગ્રાહક અધિકાર દિવસનાં અનુસંધાને ઘરે બેઠાં મનપસંદ માટીનાં રમકડાં બનાવીને તેમજ મારાં અધિકાર મારી ફરજ વિષયનાં અનુસંધાને ઘરે બેઠાં પ્રશ્નોત્તરી સ્પર્ધામાં ભાગ લેવા વિડીઓ નોકલવા જણાવવામાં આવ્યું છે.

ગુજરાત કાઉન્સિલ ઑન સાયન્સ એન્ડ ટેકનોલોજી ગુજરાત સરકાર દ્વારાં માન્ય આર્ય ભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર  દ્વારાં  તા.૧૨-૩ દાંડી કૂચ સત્યાગ્રહ તથા  તા.૧૫-૩ વિશ્વ ગ્રાહક અધિકાર દિવસનાં અનુસંધાને ઘરે બેઠાં મનપસંદ માટીનાં રમકડાં બનાવીએ, શીખીએ અને મારી મૂળભૂત ફરજ-મારાં મૂળભૂત અધિકાર વિષય ઉપર પ્રશ્નોત્તરી સ્પર્ધાનું આયોજન કરવાંમાં આવેલ છે તે અંગે આપનાં વિચારોનો શોર્ટકટ વિડીયો ફિલ્મ બનાવીને સાથે મનપસંદ માટીકામનાં રમકડાં પણ બનાવતા વિડીઓ બવાની કેટેગરી મુજબ સ્પર્ધામાં ભાગ લઇ શકાશે.તા.૧૫ ના રાતના નવ વાગ્યા સુધીમાં વિડીઓ એલ.એમ.ભટ્ટ (મો.98249 12230, 87801 27202) અથવા દિપેનભાઈ ભટ્ટ (મો.97279 86386) ને મોકલવાનો રહેશે.હાલ વાર્ષિક પરીક્ષાઓ આવી રહી છે તેની ખુબ તૈયારીઓ કરો અને ફ્રી હોય ત્યારે જ આ સ્પર્ધામા ભાગ લેવો.તેમ જણાવીને "આવો  આપણે સૌ આપણી મૂળભૂત ફરજો નિષ્ઠા પૂર્વક બજાવીએ તથા જાળવણી કરવાનો સંકલ્પ કરીએ" તેમ લોક વિજ્ઞાન કેન્દ્ર દ્રારા જણાવાયેલ છે.






Latest News