મોરબીના વાવડી ગામે સગીરા અપહરણ-દુષ્કર્મના ગુનામાં મદદગારી કરનાર પકડાયો મોરબી શહેરમાં ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શનનું કામ કરતી એજન્સી ઉપર અધિકારીઓના ચાર હાથ !?: ભાજપના યુવા આગેવાનનો ગંભીર આક્ષેપ મોરબીના શક્તિ ચોક વિસ્તારમાં નોનવેજની લારીઓ-કતલખાનાઓ તાત્કાલિક બંધ કરાવવા સ્થાનિક લોકોની માંગ હળવદમાં સ્વામી સચ્ચિદાનંદજીની હાજરીમાં બ્રહ્મરત્ન સન્માન સમારોહ યોજાયો સરકારની ફ્રી શિપ કાર્ડ યોજના: મોરબીની ચાવડા ઉર્વશીબેનનું BAMS કોર્ષનું સપનું થયું સાકાર મોરબી જીલ્લામાં જમીન રેકોર્ડની ક્ષતિઓના ઝડપી નિરાકરણ માટે ૧૧ ગામોમાં યોજાશે વિશેષ સુધારણા કેમ્પ મોરબી જિલ્લાના જડેશ્વર મહાદેવ મંદિર ખાતે મેળાને ધ્યાને રાખીને 3 દિવસ ભારે વાહનોની પ્રવેશબંધી મોરબીના રંગપર નજીક યુવાન ઉપર છરી વડે જીવલેણ હુમલો કરનારા બે શખ્સની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબી લાયન્સ ક્લબ-રણછોડદાસજી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા વિનામૂલ્યે નેત્રયજ્ઞ કેમ્પ યોજાયો


SHARE





મોરબી લાયન્સ ક્લબ-રણછોડદાસજી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા વિનામૂલ્યે નેત્રયજ્ઞ કેમ્પ યોજાયો

મોરબી લાયન્સ ક્લબ ઓફ મોરબી સિટી અને રણછોડદાસજી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા વિનામૂલ્યે નેત્રયજ્ઞ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે રણછોડદાસજી હોસ્પિટલના ડોક્ટરો અને તેમના સ્ટાફ દ્વારા દર્દીઓના દર્દનું નિદાન કરવામાં આવ્યું હતું અને આ કેમ્પનો પીપળીયા ચાર રસ્તા અને આજુબાજુના માળીયા તાલુકાના ગામની જનતાએ લાભ લીધો હતો અને આ કેમ્પ સ્વ. દિવાળીબેન કરમશીભાઈ રૂપાલા અને સ્વ. રમણિકભાઈ પોપટભાઈ રાજકોટિયાના સ્મરણાર્થે રાખવામાં આવ્યો હતો. અને કેમ્પનો ૧૦૧ દર્દીઓ લાભ લીધો હતો તેમજ આ કેમ્પના દાતા કેપિટેક નોન વુવન ઇન્ડીયા પ્રા.લી.ના જયંતીભાઈ રાજકોટિયા રીજિયન-૨ ના ચેરપર્સન રમેશભાઇ રૂપાલા અને લાયન્સ ક્લબ ઓફ મોરબી સીટીના પ્રેસિડેન્ટ ટી.સી. ફૂલતરિયા, સેક્રેટરી કેશુભાઈ દેત્રોજા, ખજાનચી નાનજીભાઈ મોરડિયા, પાસ્ટ પ્રમુખ ભીખાભાઈ લોરિયા અને અમૃતલાલ સુરાણી તથા સભ્યો બહોળી સંખ્યામાં હાજર રહેલ હતા આ નેત્રયજ્ઞ કેમ્પને સફળ બનાવવા માટે લાયન્સ કલબના પ્રેસિડેન્ટ  ટી.સી.ફુલતરિયા, રીજિયન ચેરપર્સન રમેશ રૂપાલા, લાયન્સ સભ્યો તથા સદગુરૂ આશ્રમ હોસ્પિટલ સ્ટાફ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી  






Latest News