મોરબીના વાવડી ગામે સગીરા અપહરણ-દુષ્કર્મના ગુનામાં મદદગારી કરનાર પકડાયો મોરબી શહેરમાં ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શનનું કામ કરતી એજન્સી ઉપર અધિકારીઓના ચાર હાથ !?: ભાજપના યુવા આગેવાનનો ગંભીર આક્ષેપ મોરબીના શક્તિ ચોક વિસ્તારમાં નોનવેજની લારીઓ-કતલખાનાઓ તાત્કાલિક બંધ કરાવવા સ્થાનિક લોકોની માંગ હળવદમાં સ્વામી સચ્ચિદાનંદજીની હાજરીમાં બ્રહ્મરત્ન સન્માન સમારોહ યોજાયો સરકારની ફ્રી શિપ કાર્ડ યોજના: મોરબીની ચાવડા ઉર્વશીબેનનું BAMS કોર્ષનું સપનું થયું સાકાર મોરબી જીલ્લામાં જમીન રેકોર્ડની ક્ષતિઓના ઝડપી નિરાકરણ માટે ૧૧ ગામોમાં યોજાશે વિશેષ સુધારણા કેમ્પ મોરબી જિલ્લાના જડેશ્વર મહાદેવ મંદિર ખાતે મેળાને ધ્યાને રાખીને 3 દિવસ ભારે વાહનોની પ્રવેશબંધી મોરબીના રંગપર નજીક યુવાન ઉપર છરી વડે જીવલેણ હુમલો કરનારા બે શખ્સની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબીમાં મંગળવારે ફુડ લાયસન્સ-રજીસ્ટ્રેશન માટે જિલ્લા સેવા સદનમાં કેમ્પ યોજાશે


SHARE





મોરબીમાં મંગળવારે ફુડ લાયસન્સ-રજીસ્ટ્રેશન માટે જિલ્લા સેવા સદનમાં કેમ્પ યોજાશે

મોરબી જીલ્લાના ખાદ્યચીજના તમામ ઉત્પાદકો, પેકર્સ, હોલસેલર્સ, રેટેઈલર્સ, સંગ્રાહકો, ફેરીયાઓ, કોલ્ડ સ્ટોરેજ ધારકો, હોટલ, રેસ્ટોરન્ટ, ડીસ્ટ્રીબ્યુટર્સ, ટ્રાન્સ્પોર્ટર્સ વગેરે કે જેઓ ખાદ્યચીજના વેપાર સાથે સંકળાયેલ હોય તેઓ તમામે ફુડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ એકટ-૨૦૦૬ ના કાયદા હેઠળ ફુડ લાયસન્સ અને રજીસ્ટ્રેશન મેળવવાનું ફરજિયાત હોય છે તે માટે ડેઝીગ્નેટેડ ઓફીસરની કચેરી, ખોરાક અને ઔષધ નિયમન તંત્ર, મોરબી દ્વારા તા. ૮/૩ ના રોજ ડેઝીગ્નેટેડ ઓફીસરની કચેરી, ખોરાક અને ઔષધ નિયમન તંત્ર, જિલ્લા સેવાસદન, બ્લોક-સી, સો- ઓરડી વિસ્તાર, સામાકાંઠે, રૂમ નં.૨૨૯ અને ૨૩૦ બીજો માળ, મોરબી મુકામે સવારે ૧૦-૦૦ કલાકથી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે

જેમાં કચેરીના જ કર્મચારીઓ અને અધિકારી દ્વારા ઓનલાઈન અરજી સ્થળ પર જ કરીને સ્થળ પર જ વેપારીઓને ફુડ રજીસ્ટ્રેશન સર્ટીફિકેટ આપવામાં આવશે. ૧૨ લાખથી ઓછાં વાર્ષિક ટર્નઓવર ધરાવતા તમામ વેપારીઓએ ફુડ રજીસ્ટ્રેશન સર્ટીફિકેટ મેળવવાનું રહેશે અને ૧૨ લાખ કરતાં વધારે વાર્ષિક ટર્નઓવર ધરાવતા તમામ વેપારીઓએ ફુડ લાયસન્સ મેળવવાનું રહેશે. ફુડ રજીસ્ટ્રેશન સર્ટીફિકેટ માટે ધંધાના માલિકનો પાસપોર્ટ સાઈઝનો ફોટો, ધંધાના માલિકનું આધારકાર્ડ / પાનકાર્ડ / ડ્રાઈવીંગ લાયસન્સ (રહેઠાણના પુરાવાવાળું), ધંધાના સ્થળનો માલીકી કે ભાડુઆતી પુરાવો (લાઈટબીલ / વેરાપાવતી / ભાડા કારાર વ.), ધંધાના વાર્ષિક ટર્નઓવર અંગેનો પુરાવો, ધંધાના માલિકનું મેઈલ આઈ ડી. વગેરે પુરાવા રજુ કરવાના રહેશે. અને ફુડ રજીસ્ટ્રેશન સર્ટીફિકેટ માટે ફી ની રકમ એક વર્ષ માટે ૧૦૦ રૂપિયા ભરવાની રહેશે. જયારે સ્ટેટ ફુડ લાયસન્સ માટે ફી ની રકમ એક વર્ષ માટે ૨૦૦૦/-, રૂ. ૩૦૦૦/- અથવા રૂ. ૫૦૦૦/- ભરવાની રહેશે.






Latest News