મોરબી જલારામ ધામ ખાતે સદાવ્રતમાં મહાપ્રસાદ યોજી ભાણેજને શ્રદ્ધાંજલિ અર્પણ કરતો સોમૈયા પરિવાર મોરબીના યુવાનની છેતરપિંડીના ગુનામાં લાઠી પોલીસ દ્વારા અટકાયત મોરબી નજીક ગણેશ વિસર્જન સમયે નદીના પાણીમાં ડૂબી ગયેલ બીજા યુવાનનો પણ મૃતદેહ મળી આવ્યો મોરબી તાલુકામાં દારૂના ગુનામાં સંડોવાયેલ શખ્સ પાસા હેઠળ જેલ હવાલે મોરબી નજીકથી 262 બોટલ દારૂ ભરેલ કાર સાથે એક પકડાયો: 2.97 લાખનો મુદમાલ કબ્જે મોરબીમાં સિધ્ધી વિનાયક કા રાજ, મયુરનગરી કા રાજા સહિત કુલ 471 ગણેશજીની મૂર્તિઓનું કરાયું સલામત રીતે વિસર્જન વંદે માતરમના 150 વર્ષ નિમિત્તે મોરબીના ઘૂંટુ ગામે ખાતે ઐતિહાસિક સમૂહગાનનો કાર્યક્રમ યોજાયો વાંકાનેરના સરતનપર રોડે કારખાનામાં રિપેરિંગ કામ દરમ્યાન ટ્રક પાછળના ભાગે રડતા યુવાનનું કચડાઈ જવાથી મોત
Breaking news
Morbi Today

માળીયા (મી)ની ભીમસર ચોકડી પાસેથી કતલખાને લઈ જવાતી ત્રણ ભેસ સાથે બે શખ્સ ઝડપાયા


SHARE







માળીયા (મી)ની ભીમસર ચોકડી પાસેથી કતલખાને લઈ જવાતી ત્રણ ભેસ સાથે બે શખ્સ ઝડપાયા

માળીયા હળવદ હાઈવે રોડ ઉપર ભીમસર ચોકડી પાસેથી પસાર થતી બોલેરો પીકપ ગાડીને રોકેને ચેક કરતાં તેમાંથી ત્રણ ભેંસ મળી હતી જેને ક્રુરતાપૂર્વક બાંધવામાં આવી હતી અને તે ગાડીની અંદર પાણી કે ચારાની કોઈ વ્યવસ્થા ન હોવાથી હાલમાં ભેંસને કતલખાને લઈ જતા બે શખ્સોની સામે માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીઓને પકડીને રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.

 જાણવા મળતી વિગત પ્રમાણે મોરબીની સોની બજારમાં વેરાઈ શેરી ખાતે રહેતા ચેતનભાઈ ચન્દ્રકાન્તભાઈ પાટડીયાએ હાલમાં માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે સુરેશભાઈ પદ્માભાઈ પરમાર (ઉંમર ૫૦) અને રાજુભાઈ મનુભાઈ ચૌહાણ (ઉંમર ૪૦) રહે. બંને ચંદ્રપુર તા.વાંકાનેર વાળાની સામે માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેમણે જણાવ્યું છે કે મોરબીના મચ્છુનગરમાંથી બોલેરો પીકપ ગાડી નંબર જીજે ૩૬ ટી ૯૬૯૪ માં આરોપીઓએ ત્રણ ભેંસને ભરી હતી અને તેને દોરડા વડે બાંધીને ગાડીમાં ઘાસચારા કે પાણીની કોઇપણ પ્રકારની વ્યવસ્થા રાખ્યા વગર કે સક્ષમ અધિકારીનું પાસ પરમીટ રાખ્યા વગર તે પશુઓની હેરાફેરી કરતા હતા અને કતલખાને લઈ જવાતી ત્રણેય ભેંસને બચાવી લેવામાં આવી હતી અને ત્યારબાદ માળીયા ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે હાલમાં ગુનો નોંધીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.

મારામારીમાં ફરિયાદ નોંધાઈ

મોરબીના વીસીપરામાં કુલીનગર વિસ્તારમાં કેશવાનંદ બાપુના આશ્રમ પાસે રહેતા એહમદહુસેન ઇબ્રાહીમભાઇ ભટ્ટી નામના ૩૮ વર્ષીય યુવાનને તેના રહેણાંક વિસ્તાર પાસે મારામારીના બનાવમાં ઇજાઓ થતાં તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલે ખસેડાયો હતો.સારવાર લીધા બાદ એહમદહુશૈન ભટ્ટીએ મોરબીના પંચાસર રોડ તળાવની પાળ પાસે રહેતા સાજીદ કાદર લધાણી વિરૂદ્ધ ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે તે પોતાના નાની અને સામેવાળા સાજીદના ફૈબાના ઘરની પાસેથી પોતે નીકળ્યો હતો તે વાતનો રોષ રાખીને સાજીદે બોલાચાલી કરી ઝપાઝપી અને ઢીકાપાટુ વડે મારામારી કરી હતી હાલ બનાવની ફરીયાદ નોંધાવાતા બી ડિવિઝન પોલીસે નોંધ કરીને આગળની તપાસ હાથ ધરી છે.




Latest News