મોરબીમાં ઘરમાં ચોરી કરવા ઘૂસેલા શખ્સને માથક નજીક સોલાર પ્લાન્ટમાં બેફામ માર મારી હત્યા કરીને સમથેરવા ગામની સીમમાં લાશ ફેંકી દેવાના ગુનામાં સિરામિક ઉદ્યોગપતિ સહિત છ શખ્સોની ધરપકડ મોરબીના પાનેલી ગામે વાડીની ઓરડીમાં જુગાર રમતા 14 શખ્સો 4.70 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા માળીયા (મી)ના ત્રણ રસ્તા પાસેથી દારૂની 4,092 બોટલ ભરેલ ટ્રકને રેન્જ આઈજીની ટીમે પકડ્યો: 19.52 લાખનો મુદ્દામાલ કબજે, આરોપીઓની શોધખોળ માળિયા (મી)ના ખીરઈ ગામના પાટીયા પાસેથી 45 ઘેટાને કતલખાને લઈ જતી બોલેરો ગાડી સાથે અમદાવાદના બે શખ્સ હળવદના બુટબડા ગામે પગના દુખાવાની બીમારીથી કંટાળીને ઝેરી દવા પી ગયેલ યુવાનનું મોત: વાંકાનેરમાં તાવની બીમારીમાં વૃદ્ધનું મોત ટંકારા અને મોરબીમાં જુગારની જુદી જુદી બે રેડમાં છ શખ્સ ઝડપાયા મોરબીમાં ઓછા ભાવે રીક્ષામાં પેસેન્જર બેસાડતા યુવાન ઉપર બે સગા ભાઈઓએ છરી અને ધોકા વડે કર્યો હુમલો ટંકારામાં રહેણાંક મકાનમાંથી દાગીના રોકડ મળી 98 હજારથી વધુની ચોરી
Breaking news
Morbi Today

મોરબીના ત્રીમંદિરમાં વોચમેનને માર મારી લૂંટ ચલાવનાર ત્રણ લૂંટારૂઓ પોલીસ પકડથી દૂર


SHARE







મોરબીના ત્રીમંદિરમાં વોચમેનને માર મારી લૂંટ ચલાવનાર ત્રણ લૂંટારૂઓ પોલીસ પકડથી દૂર

મોરબીના નવલખી હાઇવે ઉપર આવેલ જેપુર ગામ નજીકના ત્રિમંદિરમાં મોડી રાત્રિના ત્રણ ઈસમો ચોરીના ઈરાદે મંદિરમાં ત્રાટક્યા હતા અને ત્રિમંદિરમાં રહેલ વોચમેને તેઓને પડકારતાં ઈસમોએ તેને માથામાં ધોકો ફટકારીને ઇજા પહોંચાડી હતી અને જે હાથ લાગ્યું તે લઈને ભાગ્યા હોવાની જાણ થયેલ છે જોકે સીસીટીવી હોવા છતાં પણ ઉપરોક્ત લુંટની ઘટનામાં હાલ સુધી કોઈ ફરિયાદ ન નોંધાવા પામી હોવાનું જાણવા મળેલ છે.

પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના નવલખી હાઇવે ઉપર આવેલ ત્રી-મંદિરમાં બુધવારની રાત્રીના ત્રણેક ઇસમો ચોરીના ઇરાદે મંદિરમાં ઘુસ્યા હતા.જો કે નાનીવાવડી ગામના રહેવાસી અને ત્રિમંદિરમાં વોચમેન તરીકે કામ કરતા જયંતિભાઈ ઓધવજીભાઈ બાવરવાએ તસ્કરોને પડકાર ફેંકતા તેમના માથામાં ધોકો ફટકારી ઇજાઓ પહોંચાડવામાં આવી હતી.સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થયેલ હોવા છતાં હાલ સુધી આ મામલે કોઇ પોલીસ ફરિયાદ ન નોંધાઈ હોવાનું જાણવા મળેલ છે.

વાહન અકસ્માતમાં ઈજા

મોરબીના રવાપર રોડ ઉપર આવેલ કાલીકા પ્લોટ વિસ્તારમાં રહેતા યુસુફભાઈ હાજીભાઇ ખોખર (૫૮) અને શરીફાબેન યુસુફભાઈ ખોખર બાઈકમાં જતાં હતા.ત્યારે રાજકોટ રોડ ઉપર લજાઇ નજીકના રીકોન કલોક પાસે તેઓના બાઇકને અકસ્માત થતાં બંનેને ઈજાગ્રસ્ત હાલતમાં સારવારમાં ખસેડાયા હતા. જ્યારે મોરબી તાલુકાના રવાપર નદી ગામે આવેલ ભારત પેટ્રોલ પંપ નજીક બાઇક અને બોલેરો વચ્ચે થયેલ વાહન અકસ્માતના બનાવમાં ઇજાઓ થવાથી ત્યાં જ રહેતા રાજુ ભારસિંગ મેડા આદિવાસી નામના ૩૦ વર્ષીય યુવાનને ઇજાઓ થતાં તેને સારવારમાં સિવિલે ખસેડાયો હતો બનાવને પગલે તાલુકા પોલીસ મથકના મનીષભાઈ બારૈયાએ આગળની તપાસ હાથ ધરી છે.






Latest News