મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા વાંકાનેરના જોધપર ગામે છોકરાઓના રમવા બાબતે મહિલા અને તેની દીકરીને 4 મહિલા સહિત 6 લોકોએ માર માર્યો આજે તો તું બચી ગયો હવે ભેગો થઈશ તો પાડી દેશું: વાંકનેરના રાજાવડલા ગામે યુવાનને તેના બે ભાઈ-ભાભીઓએ આપી ધમકી
Breaking news
Morbi Today

માળીયા(મી)ના સરવડ પાસે કારખાનામાં ઉકળતા પાણીમાં દાઝી જવાથી યુવાનને સારવારમાં ખસેડાયો


SHARE







માળીયા(મી)ના સરવડ પાસે કારખાનામાં ઉકળતા પાણીમાં દાઝી જવાથી યુવાનને સારવારમાં ખસેડાયો


માળીયા મીયાણાના સરવડ ગામે સનવી જેલ ઇન્ડસ્ટ્રીઝ નામના કારખાનામાં ઉકળતા પાણીમાં દાઝી જવાથી યુવાનને સારવારમાં મોરબીની ક્રિષ્ના હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ છે અને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

જાણવા મળતી વિગત પ્રમાણે માળીયા તાલુકાના સરડવ ગામે સાનવી જેલ ઇન્ડસ્ટ્રીઝ નામના કારખાનાની અંદર કામ કરતાં સમયે ઉકળતા પાણીમાં દાઝી જવાથી ધીરજભાઈ જયેશભાઈ વસીયાણી (ઉંમર ૪૦) રહે. બોનીપાર્ક આશાપુરા ટાવર રવાપર ઘુનડા રોડ મોરબી વાળાને મોરબીની ક્રિષ્ના હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવેલ છે અને આ બનાવની મોરબી સીટી એ ડીવીઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

યુવાન દાઝ્યો

મોરબી નજીકના લાલપર ગામ પાસે આવેલ સનસ્ટીલ નામના કારખાનામાં મજૂરી કામ કરતાં અને ત્યાં રહેતા નંદપાંડે મલયપાંડે (ઉંમર ૨૨) કારખાનામાં તાપણું કરી રહ્યા હતા ત્યારે દાઝી જવાથી તેને સારવાર માટે મોરબી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવે છે અને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.

અકસ્માતમાં ઇજા

મોરબીના રાજપર અને ખાનપર રોડ ઉપરથી બાઇક લઇને પસાર થઇ રહેલા યુવાનના બાઇકને આડે કુતરુ ઉતરતા બાઇક ચાલક વિરેન્દ્રસિંહ મહેન્દ્રસિંહ જાડેજા (ઉમર વર્ષ ૨૫) હે ખાનપર વાળાને ઇજાઓ થઇ હોવાથી તેને મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા અને અકસ્માતના બનાવની પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી. 

અકસ્માતમાં ઇજા 

મોરબીના સનાળા રોડ ઉપર આવેલ સમયના ગેટ પાસેથી પસાર થઈ રહેલા શાંતિલાલ ડાયાભાઈ રડવા (ઉંમર ૫૫) રહે. યદુનંદન પાર્ક સનાળા રોડ મોરબી વાળાને વાહન અકસ્માતમાં ઈજા થઈ હોવાથી શાંતિભાઈને સારવાર માટે મોરબીની મધુરમ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા અને આ બનાવની મોરબી સીટી એ ડીવીઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.






Latest News