મોરબી રવિરાજ ચોકડી પાસે ડબલ સવારી બાઇકને અજાણ્યા વાહન ચાલકે હેડફેટે લેતા બે યુવાનોના મોત મોરબીમાં રઘુવંશી યુવક મંડળ દ્વારા સરસ્વતી સન્માન સમારોહ યોજાશે મોરબી સહિત ગુજરાતનાં મીઠા ઉદ્યોગના વિકાસ માટે શિક્ષણ-સંશોધન માટે કોલેજની સ્થાપના કરવા પ્રધાનમંત્રીને મરીન સોલ્ટ મેન્યુ. એસો.એ કરી રજૂઆત મોરબી જીલ્લા રાજપૂત સમાજના નવા હોદેદારોની વરણી માટે રવિવારે સાધારણ સભા મારી બહેનને કેમ હેરાન કરો છો તેવું કહીને મોરબીમાં પુત્રવધૂના ભાઈએ મહિલાને મારમાર્યો મોરબીના લખધીરપુર રોડ ઉપર રિક્ષા ચાલકે હડફેટે લેતા રાહદારી યુવાનને માથામાં હેમરેજ મોરબીના રંગપર નજીક કામે જવા માટે ઉભેલા યુવાન ઉપર બે શખ્સોએ કર્યો છરી વડે હુમલો ટંકારાના ઘુનડા ગામે વાડીના કૂવામાંથી 40 કિલો કોપર વાયરની ચોરી
Breaking news
Morbi Today

મોરબી નજીક લજાઇ ચોકડી પાસે કાર ચાલકે રાહદારી વૃદ્ધને હડફેટે લેતા હેમરેજ: ગુનો નોંધાયો


SHARE







મોરબી નજીક લજાઇ ચોકડી પાસે કાર ચાલકે રાહદારી વૃદ્ધને હડફેટે લેતા હેમરેજ: ગુનો નોંધાયો

મોરબી રાજકોટ હાઇવે ઉપર લજાઇ ચોકડી પાસેથી વૃદ્ધ રોડ ક્રોસ કરી રહ્યા હતા ત્યારે તેને કાર ચાલકે અડફેટે લેતા માથામાં હેમરેજ, કમરમા ફ્રેકચર અને શરીરે નાનીમોટી ઇજાઓ થઇ હતી માટે તેઓને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા અને હાલમાં વૃદ્ધના દીકરાએ કારચાલકની સામે ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે

જાણવા મળતી વિગત પ્રમાણે ટંકારા તાલુકાના હડમતીયા ગામે રહેતા ભાવેશભાઈ અમૃતલાલ ધાંજા જાતે વ્યાસ (ઉંમર ૩૯)એ સ્વિફ્ટ કાર નંબર જીજે ૩ એફકે ૯૯૮૬ ના ચાલની સામે ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેમાં તેણે જણાવ્યું છે કે તેના પિતા અમૃતલાલ ધાંજા લજાઈ ચોકડી પાસેથી ચાલીને રોડ ક્રોસ કરી રહ્યા હતા ત્યારે મારૂતી કારના ચાલકે બેફિકરાઈથી પોતાની કાર ચલાવીને તેના પિતાને હડફેટે લેતાં તેના પિતા ફંગોળાઈ ગયા હતા અને તેને માથામાં હેમરેજ, કમરના ભાગે ફ્રેક્ચર અને શરીરે નાનીમોટી ઇજાઓ થયેલ છે માટે તેને બેભાન હાલતમાં સારવારમાં હોસ્પિટલે ખસેડવામાં આવ્યા છે હાલમાં ભાવેશભાઈએ નોંધાવેલી ફરિયાદના આધારે પોલીસે કારચાલકની સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે

એક બોટલ દારૂ

કચ્છથી મોરબી જતાં નેશનલ હાઈવે ઉપરથી પસાર થઇ રહેલા આધેડને રોકીને પોલીસ ચેક કરતા તેની પાસેથી દારૂની એક બોટલ મળી આવી હતી જેથી પોલીસે ૩૭૫ રૂપિયાની કિંમતનો દારૂ કબજે કરીને જીવણભાઈ હીરાભાઈ સાવસેટા જાતે બોરીચા (ઉંમર ૫૫) રહે. દેવગઢ વાળાની ધરપકડ કરી છે અને તેની પાસે દારૂની બોટલ ક્યાંથી આવી હતી તેની દિશામાં તપાસ શરૂ કરેલ છે






Latest News