મોરબીમાં 42 ડિગ્રી તાપમાનમાં ફરજ બજાવતા 50 જેટલા ટ્રાફિક બ્રિગેડના જવાનો અઢી મહિનાથી પગારથી વંચિત મોરબીમાં કન્યા છાત્રાલય ખાતે સંસ્કારી સ્ત્રી-સુસંસ્કૃત સમાજ કાર્યક્રમનું આયોજન મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા લોકોને ગરમીમાં રાહત માટે પ્રેરણાદાયી કર્યા ટંકારા તાલુકામાં પી.એમ. પોષણ યોજના હેઠળ સ્ટાફની ભરતી: 26 મે સુધીમાં અરજીઓ મંગાવાઈ વાંકાનેરમાં શહેર-ગ્રામ્ય વિસ્તારના નિરાધાર વૃદ્ધ, ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ સહાય અને ગંગા સ્વરૂપા યોજનાના લાભાર્થીઓએ 30 મે સુધીમાં હયાતીની ખરાઈ કરાવવી અનિવાર્ય મોરબીમાં કાળજાળ ગરમીમાં સિરામિક કારખાનામાં શ્રમિકોને લસ્સીનુ વિતરણ મોરબીના ડો. બી કે લહેરૂએ પેટ્રોલ-ડીઝલ બચાવવાની વડાપ્રધાનની અપીલને ધ્યાને રાખીને કર્યો મહત્વનો નિર્ણય મોરબીના નવલખી રોડ પાસે બે યુવાનો ઉપર છરી-પાઈપ વડે હુમલો-સારવારમાં
Breaking news
Morbi Today

મોરબીના રવાપરથી જડેશ્વર સુધીનો બિસ્માર રોડ રીસરફેસ-પેચિંગ કરવાની માંગ


SHARE











મોરબીના રવાપરથી જડેશ્વર સુધીનો બિસ્માર રોડ રીસરફેસ-પેચિંગ કરવાની માંગ

મોરબીના રવાપરથી જડેશ્વર સુધીનો રસ્તા અતિ બિસ્માર હાલતમાં છે ત્યારે તેના રીસરફેસ અને પેચિંગ કામ માટે મોરબી તાલુકા કોંગ્રેસના પ્રમુખ કાંતિલાલ પડસુંબિયાએ માર્ગ અને મકાન વિભાગના અધિકારીને લેખિત રજૂઆત કરી છે.

હાલમાં મોરબી તાલુકા કોંગ્રેસના પ્રમુખ કાંતિલાલ પડસુંબિયાએ માર્ગ અને મકાન વિભાગના અધિકારીને કે લેખિત રજૂઆત કરી છે તેમાં જણાવ્યુ છે કેરવાપરથી ધુનડા, સજનપર અને જડેશ્વર સુધી જે રસ્તો છે તે અતિ બિસ્માર છે અને ત્યાં દરરોજ નાના-મોટા અકસ્માતો થાય છે. આ રોડ ઉપર સ્કૂલો તથા રહેણાક વિસ્તાર આવેલ છે તેમજ ઉદ્યોગ પણ આવેલ છે આટલું જ નહીં જડેશ્વર મહાદેવના મંદિર જવા માટે પણ રોડનો લોકો ઉપયોગ કરે છે ત્યારે આ રોડ ઉપરથી આવતા અને જતાં લોકોને હાલાકીનો સામનો કરવો પડે છે જેથી કરીને તાત્કાલિક આ રોડનું રીસરફેસિંગ અને પેચિંગનું કામ કરવામાં આવે તે જરૂરી છે અને કપચી ભરેલ ઓવરલોડર ટ્રક સહિતના વાહનો બેફામ અહી દોડે છે જેથી રોડ તૂટી જાય છે માટે ૪૦ ટન વજનની કેપેસિટી મુજબની ડીઝાઈન બનાવવામાં આવે તેવી માંગ કરેલ છે






Latest News