મોરબીમાં નોકરી અપાવવાના બહાને લઈ ગયા બાદ પરણીતા સાથે દુષ્કર્મ, આરોપીની ધરપકડ-જેલ હવાલે મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ કરવાના ગુનામાં એક આરોપીની ધરપકડ મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ આચારવાના ગુનામાં બે આરોપીની ધરપકડ મોરબીમાં યુવાનને જાનથી મારી નાખવાની ધમકી આપીને વ્યાજની પઠાણી ઉઘરાણી કરવાના ગુનામાં વધુ એક આરોપીની ધરપકડ મોરબીમાં સમસ્ત હિન્દુ સેવા ગ્રુપ ગુજરાત દ્વારા સર્વજ્ઞાતિ સમૂહલગ્નનું આયોજન મોરબીમાં રબારી અને ભરવાડ સમાજની સભામાં શિક્ષણ, સંગઠન અને રાજકારણ ઉપર ભાર મુક્તા આગેવાનો મોરબીમાં ધક્કાવાળી મેલડી માતાજીના નવરંગ માંડવાનું આયોજન:  ચૈત્રી નવરાત્રી નિમિતે રાસ ગરબાનું આયોજન હળવદના રાયસંગપર-મયુરનગર વચ્ચે નજીવી વાતમાં યુવાનને ચાર શખ્સોએ પાઇપ-ધોકા વડે મારમાર્યો
Breaking news
Morbi Today

મોરબીના વાવડી રોડ ઉપરથી ૩૮૪ બોટલ દારૂ ભરેલી ઇનોવા કાર સાથે ચાર ઝડપાયા, એકની શોધખોળ


SHARE











મોરબીના વાવડી રોડ ઉપરથી ૩૮૪ બોટલ દારૂ ભરેલી ઇનોવા કાર સાથે ચાર ઝડપાયા, એકની શોધખોળ

મોરબીના વાવડી રોડ ઉપર આવેલ સુમતીનાથ સોસાયટી પાસેથી ઇનોવા કાર પસાર થતી હતી જેને રોકીને એલસીબીની ટીમે ચેક કરતાં તે કારમાંથી વીદેશી દારૂની ૩૮૪ બોટલો મળી આવી હતી જેથી ,૪૪,૦૦૦ નો દારૂ અને કાર તેમજ મોબાઇલ ફોન મળીને કુલ ૬,૬૪,૦૦૦ ના મુદ્દામાલ સાથે હાલમાં પોલીસે ચાર આરોપીની ધરપકડ કરેલ છે અને આ દારૂનો જથ્થો કયાથી લઈને આવ્યા હતા અને કોને આપવાના હતા તે દિશામાં તપાસ શરૂ કરવામાં આવેલ છે

મોરબી એલ.સી.બી.ના ઇન્ચાર્જ પીઆઇ એમ.આર.ગોઢાણીયાની સૂચનાથી પીએસઆઈ એન.બી. ડાભી તથા સ્ટાફના માણસો નાઇટ પેટ્રોલીંગમાં હતા ત્યારે ચંદુભાઇ કાણોતરા તથા દશરથસિંહ પરમારને ખાનગીરાહે મળેલ હકિકત આધારે વાવડી રોડ સુમતીનાથ સોસાયટી પાસે એલસીબીની ટીમ વોચમાં હતી ત્યારે રોડ ઉપરથી ઇનોવા કાર નં. જીજે ૬ ઈએચ ૫૯૬૯ વાળી નીકળી હતી જેને રોકીને પોલીસે ચેક કરતાં તેમાથી દારૂની સીલબંધ ૩૮૪ બોટલ મળી આવી હતી જેથી ,૪૪,૦૦૦ નો દારૂ,  ૪ મોબાઇલ ફોન અને ઇનોવા કાર મળીને પોલીસે ,૬૪,૦૦૦ નો મુદામાલ કબજે કર્યો હતો 

આ કારમાં બેઠેલા આરોપી જમારામ જેઠારામ પ્રજાપતિ (ઉ.૨૮) રહે. ડબોઇતાલુકો ગુડામાલાણી રાજસ્થાન, ઠાકરારામ ભેરારામજી પ્રજાપતિ (ઉ.૪૧) રહે. નોખડા તાલુકો ગુડામાલાણી રાજસ્થાન, સાગરભાઇ કાંતિભાઇ પલાણ (ઉ.૩૦) રહે. સેન્ટમેરી સ્કૂલ પાછળમોરબી અને રવિભાઇ જિતેન્દ્રભાઇ પાલા (ઉ.૨૬) રહે. નાનીવાવડી વાળાની ધરપકડ કરેલ છે અને તેની પાસેથી નરેશ મલાજી નાઇ રહે. શેરપુરા તાલુકો તાડીસા જિલ્લો બનાસકાંઠા વાળાનું નામ સામે આવ્યું છે જેથી તેને પકડવા માટે પોલીસે ચક્રોગતિમાન કરેલ છે અને હાલમાં મોરબી સિટી  એ ડિવિઝન પોલીસ સ્ટેશને પાંચ શખ્સોની સામે ગુનો નોંધાયો છે આ કામગીરી ઇન્ચાર્જ પીઆઇની સૂચના મુજબ પીએસઆઈ એન.બી.ડાભી, ચંદુભાઇ કાણોતરાશકિતસિંહ ઝાલાનિરવભાઇ મકવાણાદશરથસિંહ પરમારભરતભાઇ જીલરીયાસતિષભાઇ કાંજીયાએ કરેલ છે .




Latest News