મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ મોરબીના મહેન્દ્રનગર આઈટીઆઈ નજીક દવા પી જતા પરણીતા સારવારમાં મોરબી : મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા ભવ્ય તીજ ઉત્સવનું આયોજન, ઉત્સવમાં જોડાવા આમંત્રણ કચ્છ અને મોરબીથી અન્ય રાજ્યોને જોડતી નવી ટ્રેન સેવાઓ, સવલતો માટેની કેન્દ્રીય રેલ મંત્રીને રજૂઆત કરતા સાંસદ વિનોદ ચાવડા મોરબીની ઓમશાંતિ વિદ્યાલયમાં વિદ્યાર્થીઓએ માટે જાદુગર રાજકુમારનો કાર્યક્રમ યોજાયો મોરબીમાં સિરામિક ટ્રેડિંગનું કામ કરતાં વેપારી યુવાન સાથે આર્મીના નામે 12.42 લાખની ઠગાઇ મોરબીમાં સામુ શુ કામ જુએ છે તેવું કહીને યુવાનને માથામાં ઈંટના 3 ઘા માર્યા: 3 સામે ફરિયાદ મુંબઈમાં રહેતા વૃદ્ધાની વાંકાનેરના ઠીકરીયાળા ગામે આવેલ જમીન ઉપર ગેરકાયદે દુકાનો બનાવી લેનાર સામે લેન્ડ ગ્રેબિંગ
Breaking news
Morbi Today

મોરબીમાં સાર્થક વિદ્યામંદિર ખાતે સૂર્યનમસ્કાર દિવસ ઉજવાશે


SHARE







મોરબીમાં સાર્થક વિદ્યામંદિર ખાતે સૂર્યનમસ્કાર દિવસ ઉજવાશે

મોરબીમાં સાર્થક વિદ્યામંદિર ખાતે ક્રીડા ભારતી અને સાર્થક વિદ્યામંદિરના સંયુક્ત ઉપક્રમે તા ૭ ના રોજ સૂર્યનમસ્કાર દિવસ ઉજવાશે અને ક્રીડા ભારતી દ્વારા સ્વતંત્રતાની રાષ્ટ્ર વંદના માટે ૭૫ કરોડ સૂર્યનમસ્કારનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. હાલ સમગ્ર દેશમાં આ ભવ્ય આયોજન થઈ રહ્યું છે.

આ અંતર્ગત મોરબીની સાર્થક શાળામાં તા.૭ ને સોમવારના  દિવસે  સૂર્યનમસ્કાર દિવસ ઉજવવામાં આવશે તેમજ સામુહિક સૂર્ય નમસ્કાર કરવામાં આવશે વધુમાં શરીર માટે સર્વાંગીપણે ઉપયોગી સૂર્યનસ્કાર અંગે માહિતી પણ આપવામાં આવશે. અને આ કાર્યક્રમમાં ધો. ૬ થી ૯ સુધીના વિદ્યાર્થી પ્રત્યક્ષ ભાગ લેનાર છે તે તમામ વિદ્યાર્થીઓને ક્રીડા ભારતી અને સાર્થક વિદ્યામંદિર તરફથી પ્રમાણપત્ર આપવામાં આવશે. આ તકે ક્રીડા ભારતી મોરબીની ટિમ અને કેટલાક આગેવાનો હાજર રહેશે અને શાળાના સંચાલક કિશોરભાઈએ શાળાના અન્ય સ્ટાફવિદ્યાર્થીઓ અને વાલીઓને ઘેર બેઠા સૂર્યનમસ્કાર કરવાં માટે આહવાન કર્યું છે.






Latest News