મોરબી રવિરાજ ચોકડી પાસે ડબલ સવારી બાઇકને અજાણ્યા વાહન ચાલકે હેડફેટે લેતા બે યુવાનોના મોત મોરબીમાં રઘુવંશી યુવક મંડળ દ્વારા સરસ્વતી સન્માન સમારોહ યોજાશે મોરબી સહિત ગુજરાતનાં મીઠા ઉદ્યોગના વિકાસ માટે શિક્ષણ-સંશોધન માટે કોલેજની સ્થાપના કરવા પ્રધાનમંત્રીને મરીન સોલ્ટ મેન્યુ. એસો.એ કરી રજૂઆત મોરબી જીલ્લા રાજપૂત સમાજના નવા હોદેદારોની વરણી માટે રવિવારે સાધારણ સભા મારી બહેનને કેમ હેરાન કરો છો તેવું કહીને મોરબીમાં પુત્રવધૂના ભાઈએ મહિલાને મારમાર્યો મોરબીના લખધીરપુર રોડ ઉપર રિક્ષા ચાલકે હડફેટે લેતા રાહદારી યુવાનને માથામાં હેમરેજ મોરબીના રંગપર નજીક કામે જવા માટે ઉભેલા યુવાન ઉપર બે શખ્સોએ કર્યો છરી વડે હુમલો ટંકારાના ઘુનડા ગામે વાડીના કૂવામાંથી 40 કિલો કોપર વાયરની ચોરી
Breaking news
Morbi Today

મોરબીના વીસીપરામાં રહેતા વૃદ્ધ ઘરેથી બેંકે પૈસા લેવા જાઉં છું કહીને નીકળ્યા બાદ ગુમ


SHARE







મોરબીના વીસીપરામાં રહેતા વૃદ્ધ ઘરેથી બેંકે પૈસા લેવા જાઉં છું કહીને નીકળ્યા બાદ ગુમ

મોરબીના વીસીપરા વિસ્તારમાં આવેલ રોહીદાસપરામાં રહેતા વૃદ્ધ ઘરેથી 'બેંકે પૈસા લેવા માટે જાઉં છું' તેમ કહીને નીકળ્યા બાદ ગુમ થયા હોવા અંગે પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

મોરબી બી ડિવિઝન પોલીસ સુત્રોના જણાવ્યા પ્રમાણે પોલીસ મથક ખાતે રોહીદાસપરા શેરી નંબર-૬ માં રાધેકૃષ્ણ મંદિર નજીક રહેતા પ્રવિણ દેવજીભાઈ શુક્લ નામના ૩૧ વર્ષીય યુવાને આવીને જાહેરાત કરી હતી કે તેમના પિતા દેવજીભાઇ મોહનભાઈ શુકલ જાતે બ્રાહ્મણ (ઉમર ૬૦) રહે.રોહીદાસપરા શેરી નંબર-૬ મોરબી વાળા ગત તા.૨૮-૧ ના સવારે સાડા નવેક વાગ્યે ઘરેથી 'બેંકે પૈસા લેવા માટે જાઉ છું.' તેમ કહીને નીકળ્યા હતા અને બાદ મોડે સુધી ઘરે પરત ફર્યા ન હતા.ઘરમેળે શોધખોળ કરવા છતાં પણ દેવજીભાઈ શુકલનો કોઈ પતો લાગ્યો ન હતો તેથી અંતે પોલીસને જાણ કરવામાં આવતા બીટ વિસ્તારના જમાદાર વી.ડી.મેતાએ બેંકે જવા નીકળ્યા બાદથી ગુમ થયેલા દેવજીભાઈ મોહનભાઈ શુકલ નામના ૬૦ વર્ષીય વૃદ્ધની શોધખોળ હાથ ધરી છે.

ગુમ થયેલી યુવતીની ભાળ મળી

મોરબીના રફાળેશ્વર ગામેથી સોનલબેન લાભુભા પાલાભા લાંબા નામની યુવતી ગુમ થઈ હતી જે અંગે પોલીસમાં જાણ કરવામાં આવતા પોલીસે તપાસ હાથ ધરી હતી અને ગુમ થયેલ યુવતી બગોદરા પાસેથી મળી આવતાં પોલીસે તે અંગે નોંધ કરી હતી.

મોરબી તાલુકા પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે તાલુકાના રફાળેશ્વર ગામે રહેતા લાભુભા પાલાભા લાંબા નામના ગઢવી આધેડે પોતાની પુત્રી સોનલબેન તા.૧૬ જાન્યુઆરીના ઘરેથી ગુમ થઈ હોય અને તે અંગે જાણ કરતાં પોલીસે તપાસ શરૂ કરી હતી અને તપાસ દરમિયાન ખુલ્યુ હતુ કે સોનલબેન લાંબા પોતાની મરજીથી સમીર વાઘેલા નામના યુવાનની સાથે રફાળીયાથી વાંકાનેર ગયેલ અને ત્યાંથી બસમાં તેઓ તારાપુર ગયેલ અને ત્યાં સમીરના ફોનમાંથી જ પોતાના પિતાને ફોન કરી જણાવ્યું હતું કે "હું જાઉં છું" અને બાદમાં ફોન બંધ કરી દીધો હતો.બંને બગોદરાના પાવરા ગામે સમીર વાઘેલાના મામા મહેમુદની વાડીએ ગયા હતા અને ત્યાં રોકાયા હતા જે દરમિયાનમાં તા.૨૯-૧ ના તેઓ વાડીએ હાજર હતા ત્યારે બગોદરા પોલીસની મદદથી મોરબી તાલુકા પોલીસ મથકના પીએસઆઇ વી.કે કોઠીયાએ મહિલા પોલીસને સાથે રાખીને ગુમ થયેલ સોનલબેન લાંબા અને સમીર વાઘેલાને મોરબી ખાતે લાવી તે અંગે તેઓના માતા-પિતાની હાજરીમાં પૂછપરછ કરી હતી અને વડીલોની સમજાવટથી હાલમાં સોનલબેન પોતાના માતા-પિતા સાથે ઘરે જવા સહમત થતાં તેણીનો કબ્જો તેના માતા-પિતાને મહિલા પોલીસની હાજરીમાં સોંપી આપવામાં આવ્યો હતો.






Latest News