મોરબી રવિરાજ ચોકડી પાસે ડબલ સવારી બાઇકને અજાણ્યા વાહન ચાલકે હેડફેટે લેતા બે યુવાનોના મોત મોરબીમાં રઘુવંશી યુવક મંડળ દ્વારા સરસ્વતી સન્માન સમારોહ યોજાશે મોરબી સહિત ગુજરાતનાં મીઠા ઉદ્યોગના વિકાસ માટે શિક્ષણ-સંશોધન માટે કોલેજની સ્થાપના કરવા પ્રધાનમંત્રીને મરીન સોલ્ટ મેન્યુ. એસો.એ કરી રજૂઆત મોરબી જીલ્લા રાજપૂત સમાજના નવા હોદેદારોની વરણી માટે રવિવારે સાધારણ સભા મારી બહેનને કેમ હેરાન કરો છો તેવું કહીને મોરબીમાં પુત્રવધૂના ભાઈએ મહિલાને મારમાર્યો મોરબીના લખધીરપુર રોડ ઉપર રિક્ષા ચાલકે હડફેટે લેતા રાહદારી યુવાનને માથામાં હેમરેજ મોરબીના રંગપર નજીક કામે જવા માટે ઉભેલા યુવાન ઉપર બે શખ્સોએ કર્યો છરી વડે હુમલો ટંકારાના ઘુનડા ગામે વાડીના કૂવામાંથી 40 કિલો કોપર વાયરની ચોરી
Breaking news
Morbi Today

મોરબી : ટંકારાના નેકનામ ગામે ઝેરી દવા પી ગયેલ મહિલાનું સારવાર દરમિયાન મોત


SHARE







મોરબી : ટંકારાના નેકનામ ગામે ઝેરી દવા પી ગયેલ મહિલાનું સારવાર દરમિયાન મોત

મોરબીના રાજકોટ હાઇવે ઉપર આવેલા ટંકારા તાલુકાના નેકનામ ગામે વાડી વિસ્તારમાં રહીને મજૂરીકામ કરતાં આદિવાસી પરિવારની મહિલાએ ઝેરી દવા પી લીધી હતી જેથી તેણીને સારવારમાં ખસેડવામાં આવી હતી અને સારવાર દરમિયાન મહિલાનું મોત નિપજયું હોવાનું પોલીસ સૂત્રોમાંથી જાણવા મળેલ છે. 

ટંકારા પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ ટંકારાના નેકનામ ગામે પૃથ્વીસિંહની વાડીએ રહીને મજૂરીકામ કરતા આદીવાસી પરિવારના રૂખાબેન જીવણભાઈ વસુનિયા જાતે આદિવાસી નામની ૨૫ વર્ષીય પરિણિત મહિલાએ ગત તા.૨૬-૧ ના રાત્રીના દશેક વાગ્યાના અરસામાં કોઈ કારણોસર ઝેરી દવા પી લીધી હતી જેથી કરીને તેણીને પડધરી બાદ વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી અને ત્યાં સારવાર દરમિયાન ગઇકાલે તા.૩૦-૧ ના બપોરના એકાદ વાગ્યાના અરસામાં રૂખાબેન જીવણભાઈ વસુનિયા નામની આદિવાસી મહિલાનું મોત નીપજયું હતું.મૃતકનો લગ્નગાળો ત્રણેક વર્ષનો હોવાનું જાણવા મળેલ છે.હાલ ડીવાયએસપી હર્ષ ઉપાધ્યાયના માર્ગદર્શન હેઠળ ટંકારા પીએસઆઇ એસ.એમ.રાણા આગળની તપાસ ચલાવી રહ્યા છે.વધુમાં મળતી માહિતી મુજબ મૃતક રૂખાબેન પોતાના મા-બાપ સાથે નેકનામ ગામે વાડીમાં પોતાના પતિ જીવણભાઈ સાથે રહેતા હતા હાલ બનાવના કારણ અંગે કોઈ ખુલાસો ન થયો હોય તે દિશામાં પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

આધેડનું મોત

મોરબીના લાલપર ગામે ફેમસ સીરામીક નામના યુનિટમાં રહીને મજૂરીકામ કરતા મુન્નીલાલસિંહ સત્યનારાયણસિંહ રાજપુત નામના ૫૨ વર્ષીય આધેડને છાતીમાં દુખાવો ઉપડતા બેભાન હાલતમાં રામપ્રસાદ દ્રારા અહીંની સિવિલ હોસ્પિટલે લાવવામાં આવ્યા હતા જ્યાં ફરજ પરના તબીબે જોઈ તપાસીને મુન્નીલાલસિંહ રાજપુતને મૃત જાહેર કર્યા હતા અને હાર્ટ એટેકનો હુમલો જીવલેણ સાબિત થયો હોય તેમ જાણવા મળ્યું હતું. હાલ તાલુકા પોલીસે બનાવની નોંધ કરી છે જેની આગળની તપાસ જે.જે.ડાંગર ચલાવી રહ્યા છે.

મારામારીમાં ઇજા

મોરબીના લાતી પ્લોટ વિસ્તારમાં આવેલા જોન્સનગરમાં રહેતો શબ્બીર ફતેહમામદ કટિયા નામનો ૩૬ વર્ષીય યુવાન મોરબીના રેલ્વે સ્ટેશન પાસે આવેલા ખાડા વિસ્તારમાં હતો ત્યાં તેને મારામારીના બનાવમાં ઇજાઓ થવાથી તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલે લાવવામાં આવ્યો હતો બનાવની જાણ થતાં બી ડિવિઝન પોલીસ મથકના વી.ડી.મેતાએ આગળની તપાસ હાથ ધરી છે.






Latest News