મોરબી રવિરાજ ચોકડી પાસે ડબલ સવારી બાઇકને અજાણ્યા વાહન ચાલકે હેડફેટે લેતા બે યુવાનોના મોત મોરબીમાં રઘુવંશી યુવક મંડળ દ્વારા સરસ્વતી સન્માન સમારોહ યોજાશે મોરબી સહિત ગુજરાતનાં મીઠા ઉદ્યોગના વિકાસ માટે શિક્ષણ-સંશોધન માટે કોલેજની સ્થાપના કરવા પ્રધાનમંત્રીને મરીન સોલ્ટ મેન્યુ. એસો.એ કરી રજૂઆત મોરબી જીલ્લા રાજપૂત સમાજના નવા હોદેદારોની વરણી માટે રવિવારે સાધારણ સભા મારી બહેનને કેમ હેરાન કરો છો તેવું કહીને મોરબીમાં પુત્રવધૂના ભાઈએ મહિલાને મારમાર્યો મોરબીના લખધીરપુર રોડ ઉપર રિક્ષા ચાલકે હડફેટે લેતા રાહદારી યુવાનને માથામાં હેમરેજ મોરબીના રંગપર નજીક કામે જવા માટે ઉભેલા યુવાન ઉપર બે શખ્સોએ કર્યો છરી વડે હુમલો ટંકારાના ઘુનડા ગામે વાડીના કૂવામાંથી 40 કિલો કોપર વાયરની ચોરી
Breaking news
Morbi Today

મોરબીના વાવડી રોડે ભગવતી પાર્કમાં મકાનમાંથી રોકડ, બે મોબાઇલ અને દાગીનાની ચોરી


SHARE







મોરબીના વાવડી રોડે ભગવતી પાર્કમાં મકાનમાંથી રોકડ, બે મોબાઇલ અને દાગીનાની ચોરી

મોરબી શહેરના વાવડી રોડ પર આવેલ ભગવતી પાર્કમાં રહેતા યુવાનના ઘરને નિશાન બનાવ્યું હતું અને ઘરની અંદર ધામા નાખીને રોકડા રૂપિયા, બે મોબાઇલ ફોન અને સોના-ચાંદીના દાગીના મળીને ૪૩,૪૦૦ રૂપિયાની કિંમતનો મુદ્દામાલ ચોરી કરી છે જેથી ભોગ બનેલા યુવાને હાલમાં નોંધાવેલ ચોરીની ફરિયાદ આધારે પોલીસે અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરે છે

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મોરબીના વાવડી રોડ ઉપર ભગવતી પાર્કમાં આરડીસી બેંકની સામેની શેરીમાં રહેતા અને ડ્રાઇવિંગનું કામ કરતાં કુણાલભાઈ કિશોરભાઈ રાવલ (ઉંમર ૩૩)એ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે અજાણ્યા શખ્સો સામે ચોરીની ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેણે જણાવ્યું છે કે તા. ૨૭/૧ ના રોજ વહેલી સવારના ચાર વાગ્યાથી લઈને ૨૮/૧ માં રાત્રિના અઢી વાગ્યા સુધીમાં તસ્કરોએ તેના મકાનને નિશાન બનાવ્યું હતું અને તેના ઘરના દરવાજાનું તાળું તોડીને તસ્કરે ઘરમાં પ્રવેશ કર્યો હતો ત્યારબાદ કબાટમાં રાખેલ રોકડા રૂપિયા ૨૦,૦૦૦, કાનની બુટી સોનાની જોડી એક, કાનની શેર જોડી એક, નાકના ચાર સોનાના દાણા, એક નાના છોકરાનો સોનાનો ઓમ, ચાદીની કડલી એક જોડી, ચાદીના સાકળા બે જોડી અને એમ.આઇ તેમજ સેમંસગ કંપનીના એકએક મોબાઈલ ફોન આમ કુલ મળીને સોના ચાંદીના દાગીના, રોકડ રૂપિયા તેમજ બે મોબાઇલ મળીને ૪૩, ૪૦૦ ના મુદામાલની ચોરી કરેલ છે જેથી ભોગ બનેલા યુવાને મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ચોરીનો ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે






Latest News