મોરબીમાં ઘરમાં ચોરી કરવા ઘૂસેલા શખ્સને માથક નજીક સોલાર પ્લાન્ટમાં બેફામ માર મારી હત્યા કરીને સમથેરવા ગામની સીમમાં લાશ ફેંકી દેવાના ગુનામાં સિરામિક ઉદ્યોગપતિ સહિત છ શખ્સોની ધરપકડ મોરબીના પાનેલી ગામે વાડીની ઓરડીમાં જુગાર રમતા 14 શખ્સો 4.70 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા માળીયા (મી)ના ત્રણ રસ્તા પાસેથી દારૂની 4,092 બોટલ ભરેલ ટ્રકને રેન્જ આઈજીની ટીમે પકડ્યો: 19.52 લાખનો મુદ્દામાલ કબજે, આરોપીઓની શોધખોળ માળિયા (મી)ના ખીરઈ ગામના પાટીયા પાસેથી 45 ઘેટાને કતલખાને લઈ જતી બોલેરો ગાડી સાથે અમદાવાદના બે શખ્સ હળવદના બુટબડા ગામે પગના દુખાવાની બીમારીથી કંટાળીને ઝેરી દવા પી ગયેલ યુવાનનું મોત: વાંકાનેરમાં તાવની બીમારીમાં વૃદ્ધનું મોત ટંકારા અને મોરબીમાં જુગારની જુદી જુદી બે રેડમાં છ શખ્સ ઝડપાયા મોરબીમાં ઓછા ભાવે રીક્ષામાં પેસેન્જર બેસાડતા યુવાન ઉપર બે સગા ભાઈઓએ છરી અને ધોકા વડે કર્યો હુમલો ટંકારામાં રહેણાંક મકાનમાંથી દાગીના રોકડ મળી 98 હજારથી વધુની ચોરી
Breaking news
Morbi Today

હળવદની ગોલ્ડન-આલાપ સોસાયટીના ત્રણ મકાનમાં ૧,૯૪,૫૦૦ ના મુદામાલની ત્રણ શખ્સોએ કરી ચોરી


SHARE







હળવદની ગોલ્ડન-આલાપ સોસાયટીના ત્રણ મકાનમાં ૧,૯૪,૫૦૦ ના મુદામાલની ત્રણ શખ્સોએ કરી ચોરી

હળવદ શહેરમાં આવેલ હરીનગર ગોલ્ડન સોસાયટી તથા આલાપ સોસાયટીમાં જુદાજુદા ત્રણ મકાનોમાં તસ્કરે ધામા નાખ્યા હતા અને સોના-ચાંદીના દાગીના તેમજ રોકડ રકમ મળીને ૧,૯૪,૫૦૦ રૂપિયાના મુદ્દામાલની ચોરી કરવામાં આવે છે જેથી કરીને હાલમાં ભોગ બનેલા યુવાને હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે સીસીટીવી કેમેરામાં દેખાતા ત્રણ અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધી ચોરીનો ભેદ ઉકેલવા માટેની તજવીજ શરૂ કરેલ છે

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે હળવદમાં હારી નગર ગોલ્ડન સોસાયટી શેરી નંબર ૭માં સરા રોડ ઉપર રહેતા કિરણગીરી કૈલાશગીરી ગોસ્વામી જાતે બાવાજી (ઉ.૨૦)એ હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ત્રણ અજાણ્યા શખ્સો સામે ચોરીની ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેણે જણાવ્યું છે કે ગત તારીખ ૨૧/૧ ના રોજ રાત્રીના ૧૨ વાગ્યાથી લઈને બીજા દિવસે સવારના સાત વાગ્યા સુધીમાં તેઓના રહેણાંક મકાનને અજાણ્યા તસ્કરે નિશાન બનાવ્યું હતું અને તેના ઘરમાંથી રોકડા ૭૦,૦૦૦ તેમજ સોના ચાંદીના દાગીના મળીને ૧,૦૩,૦૦૦ રૂપિયાના મુદ્દામાલની ચોરી કરવામાં આવેલ છે તો જનકભાઈ લાભુભાઈ સોલંકીના મકાનના તાળાં તોડીને તેના ઘરમાં પ્રવેશ કરી રોકડા પાંચ હજાર રૂપિયાની ચોરી કરેલ છે આવી જ રીતે હરેશભાઈ શામજીભાઈ કલારીયાના મકાનમાં પણ ચોરી કરવામાં આવી છે અને રોકડા ૧૫ હજાર રૂપિયા તેમજ ૧૫૦૦ રૂપિયાની કિંમતના દાગીના આમ કુલ મળીને જુદાજુદા ત્રણ મકાનોને નિશાન બનાવીને તસ્કરે ૧,૯૪,૫૦૦ ના મુદ્દામાલની ચોરી કરી છે જેથી કરીને હાલમાં કિરણગીરી કૈલાશગીરી ગોસ્વામીએ હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ચોરીની ફરિયાદ નોંધાવતા પોલીસે અજાણ્યા ત્રણ શખ્સો જે સીસીટીવી કેમેરામાં દેખાય છે તેની સામે ગુનો નોંધી ચોરીના ભેદ ઉકેલવા માટે તજવીજ શરૂ કરી છે






Latest News