વાંકાનેરના સરતાનપર રોડ ઉપર સિરામિક કારખાનામાં આગ લાગવાથી મોટું નુકશાન મોરબીમાં દારૂ પીને મંદિર પાસે આવવાની ના કહેતા યુવાનને બે શખ્સોએ ટાઇલ્સના ટુકડા અને પટા વડે માર માર્યો ટંકારાના હરબટીયાળી ગામમાં નુકસાન કરવાની ના કહેતા યુવાનના પિતાને માથામાં પાઇપ ફટકારીને એક શખ્સે કર્યું હેમરેજ મોરબી વાંકાનેર હાઇવે ઉપર બાપાસીતારામની મઢુલી પાસે અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા રોડ ક્રોસ કરતાં આધેડનું મોત મોરબીના ઘૂટું ગામે વાસણ માંજવાની ના પાડતા સાસુને પુત્રવધૂએ માર માર્યો, મારી નાખવાની ધમકી મોરબીના અદેપર ગામે ડેમના કાંઠે દેશી દારૂની ભઠ્ઠી ઉપર રેડ, 1,37 લાખનો મુદામાલ કબ્જે: વાંકાનેર તાલુકામાં 5 બોટલ દારૂ સાથે એક પકડાય ટંકારા નજીક ગ્રાન્ડ વીરાટા ગાડીના ચાલકે અચાનક વળાંક વાળી લેતા બાઇકને હડફેટે લીધું: ઇજા પામેલ યુવાન સારવારમાં માળીયા (મી)ના માણાબાં પાસે-વાંકાનેરના સરતનપર નજીક કારખાનામાં હાર્ટ એટેકથી એક-એક યુવાનનું મોત
Breaking news
Morbi Today

મોરબી જિલ્લાના ભંગાર રસ્તા રીપેર ન થાય તો કોંગ્રેસ કરશે આંદોલન: જયંતીભાઈ પટેલ


SHARE











મોરબી જિલ્લાના ભંગાર રસ્તા રીપેર ન થાય તો કોંગ્રેસ કરશે આંદોલન: જયંતીભાઈ પટેલ

મોરબી જિલ્લાના મોટાભાગના તાલુકામાં રોડ રસ્તા બિસ્માર છે જેથી કરીને અવાર નવાર અકસ્માતો થાય છે. અને લોકોના જીવ જાય છે જેથી કરીને ભંગાર રસ્તાઓના પેચવર્ક કરવા તથા રોડના નવીનીકરણ કરવાની તાતી જરૂર છે ત્યારે મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ દ્વારા આ મુદે મુખ્યમંત્રીને લેખિત રજૂઆત કરવામાં આવી છે

મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ જયંતીભાઈ પટેલએ તાજેતરમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને લેખિત રજૂઆત કરી છે. જેમાં તેને જણાવ્યુ છે કે, મોરબી ઔદ્યોગિકનગરી છે જેથી કરીને અહિયાં ૪૦થી ૫૦ ટન માલ ભરેલા વાહનોની અવર જવર રસ્તા ઉપર રહેતી હોય છે ત્યારે આ બાબતને ધ્યાનમાં રાખીને જો સરકાર દ્વારા રોડ રસ્તા બનાવવામાં આવે તો જ અહીના રસ્તા ટકી શકે તેમ છે તેઓએ જણાવ્યુ છે કે, મોરબીમાં સીરામીક, ઘડિયાળ, પેપર, સનમાઈકા, પેકેજિંગ સહિતના નાના-મોટા અનેક ઉદ્યોગ આવેલ છે. આ ઉદ્યોગોના લીધે ભારે વાહન, પેસેન્જર વાહન તથા પ્રાઇવેટ વાહનની મોટી અવર જવર રહે છે ત્યારે રસ્તા ઉપર ઊડતી ધૂળની ડમરીઓ બંધ કરવા માટે તાત્કાલિક રોડ રીપેર કરવામાં આવે તેવી માંગ કરેલ છે મોરબી જેતપર રોડ, હળવદ રોડ અને કંડલા બાયપાસ રોડ ખૂબ જ બિસ્માર હાલતમાં છે. અને ખરાબ રસ્તાના લીધે ઉદ્યોગકારો, મજૂરો, સપ્લાયર, રાહદારીઓ, ગ્રામજનોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે અને નિર્દોષ લોકોના જીવ પણ આ ભંગાર રોડના લીધે જાય છે ત્યારે લોકોના જીવ બચાવવા માટે રોડના કામ કરવામાં આવે તે જરૂરી છે અને જો તંત્ર દ્વારા કામ નહીં કરવામાં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવામાં આવશે તેવું ચીમકી ઉચ્ચારી છે






Latest News