મોરબી રવિરાજ ચોકડી પાસે ડબલ સવારી બાઇકને અજાણ્યા વાહન ચાલકે હેડફેટે લેતા બે યુવાનોના મોત મોરબીમાં રઘુવંશી યુવક મંડળ દ્વારા સરસ્વતી સન્માન સમારોહ યોજાશે મોરબી સહિત ગુજરાતનાં મીઠા ઉદ્યોગના વિકાસ માટે શિક્ષણ-સંશોધન માટે કોલેજની સ્થાપના કરવા પ્રધાનમંત્રીને મરીન સોલ્ટ મેન્યુ. એસો.એ કરી રજૂઆત મોરબી જીલ્લા રાજપૂત સમાજના નવા હોદેદારોની વરણી માટે રવિવારે સાધારણ સભા મારી બહેનને કેમ હેરાન કરો છો તેવું કહીને મોરબીમાં પુત્રવધૂના ભાઈએ મહિલાને મારમાર્યો મોરબીના લખધીરપુર રોડ ઉપર રિક્ષા ચાલકે હડફેટે લેતા રાહદારી યુવાનને માથામાં હેમરેજ મોરબીના રંગપર નજીક કામે જવા માટે ઉભેલા યુવાન ઉપર બે શખ્સોએ કર્યો છરી વડે હુમલો ટંકારાના ઘુનડા ગામે વાડીના કૂવામાંથી 40 કિલો કોપર વાયરની ચોરી
Breaking news
Morbi Today

મોરબીનો ગુમ થયેલ યુવાન મળી આવતા પરિવારને હાશકારો


SHARE







મોરબીનો ગુમ થયેલ યુવાન મળી આવતા પરિવારને હાશકારો

મોરબીના ગુજરાત હાઉસિંગ બોર્ડ વિસ્તારમાં રહેતા અને મૂળ જામનગરના જોડીયા તાલુકાના અણંદા ગામના વતની અશ્વિનભાઈ વશરામભાઈ વિરમગામા જાતે પટેલ નામનો ૩૪ વર્ષીય યુવાન તા.૨૬ ના વહેલી સવારે પાંચેક વાગ્યાના અરસામાં ઘરેથી કોઈને કંઈ પણ કહ્યા વગર નીકળી ગયો હતો જે અંગે સીટી બી ડિવિજન પોલીસને જાણ કરાતા પોલીસની તપાસ દરમિયાન ગુમ થયેલ અશ્વિનભાઈ મોરબી નજીકના રફાળેશ્વર ગામેથી મળી આવ્યા હતા. અશ્વિનભાઈ ગુમ થયા હોવાની જાણ તેઓના ભાઈ જીતેશભાઈ વશરામભાઈ વિરમગામાએ કરેલી હોય બી ડિવિઝન પોલીસે બનાવ અંગે નોંધ કરી હતી અને તપાસ ચલાવી રહેલા જશપાલસિંહની તપાસ દરમિયાનમાં ગુમ થયેલા અશ્વિનભાઈ વિરમગામા મોરબી નજીકના રફાળેશ્વર ગામે મંદિરમાં સેવા પૂજા કરવા માટે ચાલ્યા ગયા હતા.પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે હાલ નોકરીમાં આર્થીક ટેન્શન ચાલતુ હોવાના પગલે તેઓ ઘરેથી કોઈને કંઇ કહ્યા વગર રફાળેશ્વર ચાલ્યા ગયા હતા.જોકે તેઓ પરત મળી આવકા પરિવાર અને પોલીસે રાહતનો શ્વાસ લીધો હતો.

મારામારીમાં ઇજા

મોરબીના વાવડી રોડ ઉપર આવેલ મારૂતિનગર વિસ્તારમાં રહેતા દિનેશભાઇ પ્રવીણભાઈ સાંચલા નામના ૨૬ વર્ષીય યુવાનને ઘર પાસે થયેલ મારામારીના બનાવમાં ઇજાઓ થતાં સારવાર માટે સિવિલે લાવવામાં આવ્યો હતો.જ્યારે મોરબીના વીસીપરા વિસ્તારમાં રહેતાં ભુપત પ્રાણજીવનભાઈ કંસારા (૨૩) અને કિરણબેન ભુપતભાઈ કંસારા (૨૩) ને વાવડી ગામે દશામાઁના મંદિર નજીક થયેલ મારામારીના બનાવમાં ઇજાઓ થતાં બંનેને સારવાર માટે સિવિલે લવાયા હતા. જ્યારે મોરબીની લીલાપર ચોકડી પાસે શિવ શોપિંગ નજીક પતિ દ્વારા મૂઢ માર મારવામાં આવતા અરૂણાબેન પ્રવીણભાઈ મઢવી નામના ૩૧ વર્ષીય મહિલાને સારવારમાં સિવિલે ખસેડાયા હતા પોલીસના જણાવ્યા પ્રમાણે પતિ દ્વારા કોઇને પૈસા ઉધાર આપવામાં આવ્યા હોય તે મુદ્દે વાતચીત કરતાં ઉશ્કેરાઈ જઈને પતિએ અરૂણાબેનને માર માર્યો હતો.

વૃદ્ધા સારવારમાં

માળિયા મિંયાણાના હરીપર ગામે રહેતા સોનાબેન રવાભાઈ ડાંગર નામના ૭૩ વર્ષીય વૃદ્ધા ઘર પાસેથી જતા હતા ત્યારે અજાણ્યા બાઇક ચાલકે તેમને ટક્કર મારતાં ઈજાગ્રસ્ત સોનાબેન ડાંગરને અહીંની શુભ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા. જ્યારે મોરબીના સામાકાંઠે જેતપર રોડ બેલા ચોકડી પાસે થયેલ વાહન અકસ્માતના બનાવમાં લખધીરપુર રોડ ઉપર રહીને મજૂરીકામ કરતાં ચંદનકુમાર શાહુ નામના ૩૦ વર્ષીય યુવાનને ઇજાઓ થતાં સારવારમાં ખસેડાયો હતો.જ્યારે મોરબીના મકનસર ગામ નજીક થયેલ વાહન અકસ્માતના બનાવમાં ઇજાઓ થતાં ગણપતભાઇ લાલજીભાઈ મકવાણાને પણ સારવાર માટે સદભાવના હોસ્પિટલે ખસેડાયા હોવાનું પોલીસ સુત્રોએ જણાવેલ છે.






Latest News