મોરબી જીલ્લા રાજપૂત સમાજના નવા હોદેદારોની વરણી માટે રવિવારે સાધારણ સભા મારી બહેનને કેમ હેરાન કરો છો તેવું કહીને મોરબીમાં પુત્રવધૂના ભાઈએ મહિલાને મારમાર્યો મોરબીના લખધીરપુર રોડ ઉપર રિક્ષા ચાલકે હડફેટે લેતા રાહદારી યુવાનને માથામાં હેમરેજ મોરબીના રંગપર નજીક કામે જવા માટે ઉભેલા યુવાન ઉપર બે શખ્સોએ કર્યો છરી વડે હુમલો ટંકારાના ઘુનડા ગામે વાડીના કૂવામાંથી 40 કિલો કોપર વાયરની ચોરી ટંકારાના નેકનામ પડધરી રોડ ઉપરનો બનાવ: ટ્રક ચાલકે સ્કૂટરને હડફેટે લેતા ટાયરના જોટા નીચે કચડાઈ જવાથી વૃદ્ધનું મોત મોરબી નજીક કારખાનના માટી વિભાગમાં કામ કરતાં યુવાનનું હાર્ટ એટેકથી મોત મોરબીમાં જન્માષ્ટમીની શોભાયાત્રાનું આયોજન અને ગેરકાયદે કતલખાનાઓ બંધ કરાવવા હિન્દુ સંગઠનની બેઠક યોજાઇ
Breaking news
Morbi Today

મોરબીની માધાપરવાડી શાળામાં શાનથી ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો


SHARE







મોરબીની માધાપરવાડી શાળામાં શાનથી ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો
 
દીકરીની સલામ દેશને નામ અંતર્ગત વાડી વિસ્તારની સૌથી વધુ ભણેલી દીકરીના હસ્તે ધ્વજારોહણ કરાયું
 
મોરબી.અત્રેની માધાપરવાળી કન્યા શાળામાં 73 માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી જેમાં કોરોના ગાઈડ લાઈનને ધ્યાને રાખવામાં આવી હતી.  પ્રજાસત્તાક પર્વ એટલે લોકોનું લોકો માટેનું લોકો દ્વારા ચાલતી સાશન પ્રણાલી અમલ આવી,ભારત દેશનું ભવ્ય અને દિવ્ય બંધારણનો અમલ થયો હતો.સરકારના આદેશ અન્વયે ગામની સૌથી વધુ ભણેલી દીકરી નર્મદાબેન કાળુભાઈ પરમાર અને સરપંચ ડો.ગણેશભાઈ નકુમના વરદ હસ્તે ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે શાળાના આચાર્ય દિનેશભાઈ વડસોલાએ જણાવ્યું હતું કે આજે દેશભક્તિ કરતા દેશ સેવાની ખૂબ જરૂર છે.ટ્રાફિકના નિયમોનું પાલન કરીએ,સ્વચ્છતા જાળવીએ, પાણીનો બચાવ કરીએ,સારું બીલીએ,સરકારી મિલકતનું જતન કરીએ,નાગરિક તરીકેની ફરજને સમજીએ એ પણ એક દેશ સેવા છે.ત્યારબાદ જેમના વરદ હસ્તે ધ્વજ લહેરવામાં આવ્યો એ દીકરી નર્મદાબેન કાળુભાઈનું સરપંચ દ્વારા સન્માનપત્ર અર્પણ કર્યું હતું એ દીકરીએ પોતાના વક્તવ્યમાં પોતાની સફળતાનો યશ પોતાના માતા પિતાને આપ્યો હતો અને દીકરીઓને ખૂબ ભણવાની સોનેરી સલાહ આપી હતી.સમગ્ર કાર્યક્રમ ખુબજ સાદગી પૂર્ણ રીતે સંપન્ન થયો હતો.





Latest News