મોરબીના ખોખરા હરિહરધામે હનુમાન જયંતિ નિમિત્તે મહાઆરતી, રામધુન, સંતવાણી અને મહાપ્રસાદનું આયોજન હળવદ નજીક હોટલ પાસે તલવાર વડે કરાયેલ જીવલેણ હુમલાના ગુનામાં કોર્ટે 4 આરોપીઓને સજા અને દંડ ફટકાર્યો વાંકાનેરના અરણીટીંબા ગામે ત્યજી દેવાયેલ નવજાત બાળકીને શ્વાને બચકાં ભરીને ફાડી ખાધી મોરબી OSEM સ્કુલની વિદ્યાર્થિનીએ મેળવી રાષ્ટ્રીય સ્તરે સિધ્ધી મોરબીમાં ફૈબા દ્વારા ભત્રીજા-ભત્રીજીના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે મેડિકલ કેમ્પ યોજાયો મોરબીમાં ભોજાણી પરિવારના કુળદેવી શ્રી ભવાની માતાજી મંદિરે નવચંડી યજ્ઞ માળીયા (મી)ના મોટા દહીસરા ગામે પ્રેમલગ્ન કરનારા યુવતીના કાકા ઉપર યુવાનના કૌટુંબિક વ્યક્તિએ કર્યો છરી વડે હુમલો હળવદમાં દુકાન પાસે હરાજી કરવાની ના કહેતા વેપારી ઉપર 5 શખ્સોનો પાઇપ વડે હુમલો
Breaking news
Morbi Today

મોરબીમાં ફોન કરવા માટે મોબાઈલ માંગીને ફોની ચોરી કરતી બેલડી સામે ગુનો નોંધાયો


SHARE











મોરબીમાં ફોન કરવા માટે મોબાઈલ માંગીને ફોની ચોરી કરતી બેલડી સામે ગુનો નોંધાયો

મોરબી તાલુકા પોલીસના સ્ટાફે બાતમીના આધારે બે શંકાસ્પદ ઈસમોને અટકાવીને તેઓની ઝડતી લેતાં તેઓની પાસેથી પાંચ મોબાઇલો મળી આવ્યા હતા. જેથી તપાસ કરતાં તે મોબાઈલ ચોરાઉ હોવાનું સામે આવ્યું હતું જેથી કરીને હાલમાં મોબાઈલ ચોરીની ફરિયાદ લઈને પોલીસે આ ગુનામાં બે આરોપીની ધરપકડ કરેલ છે

મોરબી તાલુકા પોલીસ મથકેથી મળતી માહિતી મુજબ પીપળી ગામની સીમમાં આવેલ પૂનમ હોટલ વાળા પંકજભાઇ રાઘવજીભાઇ ફેફર જાતે પટેલ (ઉ.૩૬) એ મોરબી તાલુકા પોલીસ સ્ટેશને મોબાઈલ ચોરીની ઉમેદસિંહ ઉર્ફે જયરાજસિંહ અજીતસિંહ પરમાર જાતે દરબાર (ઉ.૨૧) રહે. વિધ્યુતનગર અર્જુનભાઇ આનંદભાઇ આહીરની ઓરડીમાં ભાડેથી મોરબી મુળ ચરખલા તાલુકો દ્રારકા અને નાગરાજસિંહ વિજયસિંહ ઉર્ફે મોકાજી જાડેજા જાતે દરબાર (ઉ.૨૪) રહે. વિધ્યુતનગર અર્જુનભાઇ આનંદભાઇ આહીરની ઓરડીમાં ભાડેથી મોરબી મુળ બારા તાલુકો ખંભાળીયા વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, તેના દીકરા પાસેથી ફોન કરવો છે તેવું કહીને નજર ચૂકવીને આરોપીઓ તેના મોબાઈલ ફોનની ચોરી કરી ગયા હતા અને આ શખ્સો પાસેથી પોલીસે પાંચ ચોરાઉ મોબાઈલ ફોન કબ્જે કર્યા હતા અને આ બંને આરોપીની ધરપકડ કરેલ છે વધુમાં પોલીસે જણાવ્યુ છે કે, આ આરોપીઓ લોકોની પાસેથી ફોન કરવો છે તેવું કહીને ફોન મેળવી લેતા હતા અને ત્યાર બાદ તેની ચોરી કરી જતાં હતા

એક બોટલ દારૂ

મોરબી તાલુકાના રંગપર ગામના પાટિયા પાસેથી સ્મશાન તરફ જવાના રસ્તા ઉપરથી પસાર થતાં યુવાનને રોકીને પોલીસે ચેક કરતા તેની પાસેથી દારૂની એક બોટલ મળી આવી હતી જેથી કરીને પોલીસે ૩૭૫ રૂપિયાની કિંમતની દારૂની બોટલ સાથે વિપુલ સોમાભાઈ લોદરીયા જાતે કોળી (ઉંમર ૨૨) રહે ગોપાલગઢ તાલુકો ધાંગધ્રા વાળાની ધરપકડ કરી તેની પાસે દારૂની બોટલ ક્યાંથી આવી હતી તે દિશામાં તપાસ શરૂ કરેલ છે






Latest News