મોરબી જીલ્લા રાજપૂત સમાજના નવા હોદેદારોની વરણી માટે રવિવારે સાધારણ સભા મારી બહેનને કેમ હેરાન કરો છો તેવું કહીને મોરબીમાં પુત્રવધૂના ભાઈએ મહિલાને મારમાર્યો મોરબીના લખધીરપુર રોડ ઉપર રિક્ષા ચાલકે હડફેટે લેતા રાહદારી યુવાનને માથામાં હેમરેજ મોરબીના રંગપર નજીક કામે જવા માટે ઉભેલા યુવાન ઉપર બે શખ્સોએ કર્યો છરી વડે હુમલો ટંકારાના ઘુનડા ગામે વાડીના કૂવામાંથી 40 કિલો કોપર વાયરની ચોરી ટંકારાના નેકનામ પડધરી રોડ ઉપરનો બનાવ: ટ્રક ચાલકે સ્કૂટરને હડફેટે લેતા ટાયરના જોટા નીચે કચડાઈ જવાથી વૃદ્ધનું મોત મોરબી નજીક કારખાનના માટી વિભાગમાં કામ કરતાં યુવાનનું હાર્ટ એટેકથી મોત મોરબીમાં જન્માષ્ટમીની શોભાયાત્રાનું આયોજન અને ગેરકાયદે કતલખાનાઓ બંધ કરાવવા હિન્દુ સંગઠનની બેઠક યોજાઇ
Breaking news
Morbi Today

મોરબીના ભરતનગર પાસે પાણીની નવી પાઇપલાઇનમાથી પાણી ફરી વળતાં ખેડૂતોના પાકને નુકશાન: વળતરની માંગ


SHARE







મોરબીના ભરતનગર પાસે પાણીની નવી પાઇપલાઇનમાથી પાણી ફરી વળતાં ખેડૂતોના પાકને નુકશાન: વળતરની માંગ

મોરબી તાલુકાના ભરતનગર ગામ પાસે નવી પાણીની પાઇપલાઇન પથરવામાં આવી રહી છે ત્યારે તે નવી લાઇનમાથી મોટા પ્રમાણમા પાણી બહાર નિકળ્યું હતું જેથી કરીને પાઇપ લાઇનની બાજુમાં આવેલ ૧૫ જેટલા ખેડૂતોના ખેતરોમાં પાણી ભરાઈ ગયું હતું જેથી કરીને ખેડૂતોના રવીપાર્કને મોટા પ્રમાણમા નુકશાન થયું છે જે મુદે કલેકટરને ખેડૂતોએ રજૂઆત કરેલ છે

 મોરબી તાલુકના ભરતનગર ગામ પાસે કેનાલની બાજુમાં નવી પાણીની પાઇપલાઇન પથરવામાં આવી રહી છે તે નવી લાઇનમાથી મોટા પ્રમાણમા પાણી બહાર નિકળ્યું હતું જેથી કરીને તે પાણી ખેતરોમાં ભરાઈ ગયું હતું જેથી કરીને ભરતનગર ગ્રામ પંચાયત દ્વારા કલેકટરને આ મુદે રજૂઆત કરી છે જેમાં જણાવ્યુ છે કે, ગુજરાત વોટર ઇન્ફ્રાસ્ટ્રકચર દ્વારા બ્રાહ્મણી- ડેમથી થી નવા સાદુળકા સુધી પાણીની પાઈપ લાઈન પથરવામાં આવેલ છે  જે નવી પાઈપલાઈનમાંથી પાણી છેલ્લા ચાર દિવસથી નીકળે છે અને તે પાણી ખેતરોમાં ફરી વળ્યા છે માટે પાકને નુકશાન થયું છે માટે ખેડૂતોએ વળતરની માંગણી કરેલ છે અને વળતરની માંગ સાથે હાલમાં કામ બંધ કરાવ્યુ છે






Latest News