મોરબી પાલિકા સમયે આવેલ ઇમ્પેક્ટની અરજીઓને મંજૂર કરવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા નવરાત્રિ નિમિત્તે 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટનું કરાયું વિતરણ મોરબી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ બીપીનભાઈ દવેએ જન્મદિવસે લીધો અંગદાનનો સંકલ્પ હળવદના ચાડધ્રા ગામ પાસે નદીના પટ્ટમાં ખાણ ખનીજ વિભાગની રેડ: 43 લાખની કિંમતના 8 ટ્રેક્ટર સીઝ કર્યા રાષ્ટ્રીય ધોરીમાર્ગ-41ના ગાંધીધામ (કંડલા)-મુન્દ્રા પોર્ટ સેક્શનને છ માર્ગીય બનાવવાની રૂ. 991.19 કરોડની મંજૂરી: સાંસદ વિનોદભાઇ ચાવડા મોરબીના કલેક્ટરે લીધી મુખ્ય પોસ્ટ ઓફિસની મુલાકાત મોરબી મહાપાલિકાના બિલ કૌભાંડની તપાસ ઉચ્ચ અધિકારીને સોંપવા ભાજપના યુવા આગેવાને કમિશનરને કરી રજૂઆત મોરબીમાં ચાલતા ખેડૂત આંદોલન મુદે સિદસર ઉમિયાધામના ટ્રસ્ટીઓ ખેડૂતોને સાથે રાખીને સરકાર સમક્ષ કરશે રજૂઆત
Breaking news
Morbi Today

મોરબી વીસી ફાટક પાસે કાર ચાલકે બાઈકને હડફેટે લેતા યુવાન સારવારમાં


SHARE









મોરબી વીસી ફાટક પાસે કાર ચાલકે બાઈકને હડફેટે લેતા યુવાન સારવારમાં

વઘાસીયા ટોલનાકા પાસે અકસ્માતમાં બે યુવકોને ઈજા..
મોરબીના વીસી ફાટક પાસે અજાણ્યા ઈકો કારના ચાલકે બાઈકને હડફેટે લીધુ હતું. આ બનાવમાં ઈજા પામેલા ધર્મેન્દ્રસિંહ ચનુભા ઝાલા (36) રહે. માધાપરને અત્રેની સિવિલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો. જયારે હજનાળી ગામે રોડ ક્રોસ કરતા સમયે અજાણ્યા વાહનના ચાલકે હડફેટે લેતા ઈજા પામેલા ભગુભાઈ માવાભાઈ રૂદાતલા (51)ને અત્રેની આયુષ હોસ્પિટલે લાવવામાં આવ્યા હતા. ગોરખીજડીયા ગામે રહેતા જયાબેન મનજીભાઈ ચાવડા (54)એ કોઈ કારણોસર ઝેરી દવા પી લેતા સારવાર માટે લઈ જવાયા હોવાનું પોલીસે જણાવેલ છે.

દવા પી લાતા
 ટંકારાના નાના ખીજડીયા ગામે રહેતા ભરતભાઈ મનસુખભાઈ ગોહિલ (28)એ ઘરે કોઈ કારણોસર દવા પી લેતા ટંકારા બાદ વધુ સારવાર માટે અહીંની સિવિલે લાવવામાં આવ્યો હતો. જયારે હળવના ધ્રાંગધ્રા દરવાજાની પાસે બાઈક પાછળ બેસીને જતા સમયે અન્ય બાઈક સાથે અથડામણ થતા સુનિતાબેન તેજેન્દ્રભાઈ આચાર્ય (40) નડીયાદ વાઘેશ્ર્વરી સોસાયટી વૈશાલી રોડને આયુષ હોસ્પીટલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.

મારામારી
 વાંકાનેરના નવા વઘાસીયા ગામે ઘરે થયેલી મારામારીમાં ઈજાગ્રસ્ત થયેલા અનિતાબેન અશોકભાઈ સોલંકી (45)ને સારવાર માટે અહીંની સિવિલે લવાયા હતા. જયારે હળવદના જંગરીવાસ પાસે થયેલી જુથ અથડામણમાં ઘવાયેલા શબ્બીર જુસબ ચૌહાણ (38) રહે. જેન્સનગર, અફઝલ મહેબુબ રાઠોડ (30) રહે. હળવદ અને રસીદ જુમા ચૌહાણ (32) રહે. નવા ડેલા રોડને અત્રેની સિવિલે સારવારમાં લાવવામાં આવ્યા હતા.

 ટંકારાની લક્ષ્મીનારાયણ સોસાયટીમાં રહેતા ભાનુબેન જયંતિલાલ (51) બાઈકમાં બેસીને જતા સમયે રામદેવપીર મંદિરની ગોળાઈ પાસે બાઈક સ્લીપ થતા પડી ગયા હતા. જેથી સારવાર માટે આયુષ હોસ્પિટલે લાવવામાં આવ્યા હતા.

યુવાન સારવારમાં
 હળવદના ભવાનીનગરના ઢાળ પાસે રહેતા રાહુલ બાબુભાઈ ગોહિલ (22)ને ત્યાં મારામારીમાં ઈજા થયેલી હોય સારવાર માટે અત્રેની સિવિલે લાવવામાં આવ્યો હતો. જયારે દેવળીયા ગામે બહેનને ત્યાં ફીનાઈલ પી જતા માયાબેન સચિનભાઈ પાટડીયા (23) રહે. મકનસરને અહીંની સિવિલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા. તેણીનો લગ્નગાળો છ માસનો જ હોય પોલીસે કારણ અંગે તપાસ હાથ ધરી હતી.

 આમરણ ગામ પાસે મેલડી માતાના મંદિરથી જામનગર જતા રસ્તે સર્જાયેલા વાહન અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયેલા અનુજ મુળરામ યાદવ (36) રહે. જામનગરને અહીંની સિવિલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.

 જયારે વાંકાનેર હાઈવે ઉપર વઘાસીયા ટોલનાકાની પાસે પેટ્રોલ પંપ નજીક થયેલા વાહન અકસ્માતના બનાવમાં ઈજાઓ થતા વાસુદેવ હરેશભાઈ ભાટી (22) રહે. ઘુંટુ અને તીલક ચંદ્રકાંતભાઈ અગ્રાવત (23) રહે. ઘુંટુને અત્રેની સિવિલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.




Latest News