મોરબી પાલિકા સમયે આવેલ ઇમ્પેક્ટની અરજીઓને મંજૂર કરવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા નવરાત્રિ નિમિત્તે 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટનું કરાયું વિતરણ મોરબી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ બીપીનભાઈ દવેએ જન્મદિવસે લીધો અંગદાનનો સંકલ્પ હળવદના ચાડધ્રા ગામ પાસે નદીના પટ્ટમાં ખાણ ખનીજ વિભાગની રેડ: 43 લાખની કિંમતના 8 ટ્રેક્ટર સીઝ કર્યા રાષ્ટ્રીય ધોરીમાર્ગ-41ના ગાંધીધામ (કંડલા)-મુન્દ્રા પોર્ટ સેક્શનને છ માર્ગીય બનાવવાની રૂ. 991.19 કરોડની મંજૂરી: સાંસદ વિનોદભાઇ ચાવડા મોરબીના કલેક્ટરે લીધી મુખ્ય પોસ્ટ ઓફિસની મુલાકાત મોરબી મહાપાલિકાના બિલ કૌભાંડની તપાસ ઉચ્ચ અધિકારીને સોંપવા ભાજપના યુવા આગેવાને કમિશનરને કરી રજૂઆત મોરબીમાં ચાલતા ખેડૂત આંદોલન મુદે સિદસર ઉમિયાધામના ટ્રસ્ટીઓ ખેડૂતોને સાથે રાખીને સરકાર સમક્ષ કરશે રજૂઆત
Breaking news
Morbi Today

મોરબી મહાપાલિકાના બિલ કૌભાંડની તપાસ ઉચ્ચ અધિકારીને સોંપવા ભાજપના યુવા આગેવાને કમિશનરને કરી રજૂઆત


SHARE









મોરબી મહાપાલિકાના બિલ કૌભાંડની તપાસ ઉચ્ચ અધિકારીને સોંપવા ભાજપના યુવા આગેવાને કમિશનરને કરી રજૂઆત

મોરબી મહાનગરપાલિકાના વર્કશોપ વિભાગ દ્વારા રજુ કરવામાં આવેલા બિલમાં નાણાકીય ગોલમાલ થઈ હોય તેવું લાગી રહ્યું છે કારણ કે, નાની રકમના બિલમાં આંકડાના સુધારા કરીને મોટા બિલ બનાવવામાં આવ્યા છે અને આ બિલની રકમ ચૂકવી પણ દેવામાં આવી છે ત્યાર બાદ હવે સમગ્ર કૌભાંડ સામે આવ્યું છે ત્યારે હવે ડેપ્યુટી કમિશનર આ મામલે ચીફ ઓડિટરને તપાસ સોંપવાનો આદેશ કરી રહ્યા છે જો કે, આ બિલના ચૂકવણા ચીફ ઓડિટર દ્વારા બિલ ચેક કરવામાં આવ્યા ત્યાર પછી કરવામાં આવેલ છે તો પણ તેઓને જ તપાસ સોંપવામાં આવેલ છે જેથી ભાજપના યુવા આગેવાન દ્વારા લેખિત રજૂઆત કરીને ઉચ્ચ કક્ષાના અધિકારીને સમગ્ર કૌભાંડની તપાસ સોંપવામાં આવેલ તેવી માંગ કરવામાં આવી છે

મોરબીના મહેન્દ્રપરા શેરી નં.1 માં રહેતા ભાજપના યુવા આગેવાન પરિમલભાઈ એમ. ઠક્કર દ્વારા કમિશનરને લેખિત રજૂઆત કરવામાં આવી છે જેમાં તેણે જણાવ્યું છે કે મહાપાલિકા દ્વારા નાની રકમના જુદા જુદા બિલમાં આંકડામાં સુધારા કરીને મોટા બિલ બનાવવામાં આવ્યા હતા અને તે બિલ ચૂકવી પણ દેવામાં આવ્યા છે આ બાબતે અગાઉ તા. 30/9/2026 ના રોજ તેઓ દ્વારા કમિશનરને લેખિતમાં રજૂઆત કરીને કાર્યવાહી કરવામાં માંગ કરવામાં આવી હતી દરમિયાન તાજેતરમાં બિલ કૌભાંડની માહિતી સામે આવેલ છે ત્યારે હવે ડેપ્યુટી કમિશનર સંજય સોની દ્વારા એવું કહેવામા આવે છે કે, ચીફ ઓડિટરને આ બિલ બાબતની તપાસ સોંપવામાં આવી છે જોકે ચૂકવાઇ ગયેલા ખોટા બિલ અને તમામ બિલો ચીફ ઓડિટર દ્વારા પહેલેથી જ ઓડિટ કરી નાખવામાં આવેલ છે અને તેઓની પણ આ કૌભાંડમાં મિલી ભગત હોય તેવું લાગી રહ્યું છે તેમ છતાં પણ આ બિલ કૌભાંડની તપાસ હાલમાં ચીફ ઓડિટરને સોંપવામાં આવી છે ત્યારે ચોર ચોરી કરે અને ત્યારબાદ તેને જ તપાસ સોંપવામાં આવે તેવો ઘાટ જોવા મળી રહ્યો છે જેથી આ સમગ્ર મામલાની તપાસ શંકાસ્પદ અધિકારીને સોંપવાના બદલે ઉચ્ચ કક્ષાના અધિકારીને સોંપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે




Latest News