મોરબી જિલ્લા પંચાયતની આરોગ્ય શાખા દ્વારા સઘન રસીકરણ ઝુંબેશ યોજાશે
મોરબીમાં ચાલતા ખેડૂત આંદોલન મુદે સિદસર ઉમિયાધામના ટ્રસ્ટીઓ ખેડૂતોને સાથે રાખીને સરકાર સમક્ષ કરશે રજૂઆત
SHARE
મોરબીમાં ચાલતા ખેડૂત આંદોલન મુદે સિદસર ઉમિયાધામના ટ્રસ્ટીઓ ખેડૂતોને સાથે રાખીને સરકાર સમક્ષ કરશે રજૂઆત
મોરબીના જેતપર ગામે ખેડૂતો દ્વારા સત્યાગ્રહ છાવણી નાખીને જે ખાનગી વીજ કંપની પાસેથી વળતર મેળવવા માટે આંદોલન કરવામાં આવી રહ્યું છે દરમ્યાન આગામી સમયમાં ખેડૂત મહાપંચાયત બોલાવવાની જાહેરાત ખેડૂતો દ્વારા કરવામાં આવેલ છે જેથી ખેડૂત આગેવાનો ગાંધીનગર ઉમિયાધામ સિદસર સંસ્થા ખાતે ગયા હતા ત્યારે સંસ્થાના ટ્રસ્ટીઓ દ્વારા ખેડૂતોની ન્યાયી માંગણીઓને લઈને સરકાર સાથે મધ્યસ્થી કરવાની તૈયારી દર્શાવી હતી. જેથી આગામી સમયમાં ગુજરાતનાં જુદાજુદા જિલ્લાના ખેડૂતોને સાથે રાખીને સરકાર સાથે વળતર બાબતે બેઠક કરવામાં આવશે.
મોરબી જીલ્લામાં ગુજરાતનાં તમામ ખેડૂતોને તેમજ જુદાજુદા સમાજની સામાજિક સંસ્થાઓના આગેવાનોને એક મંચ ઉપર લાવીને વિશાળ ખેડૂત મહાપંચાયત યોજાની જાહેરાત જેતપર ગામે ચાલતી સત્યગ્રહ છાવણીના આગેવાનો દ્વારા કરવામાં આવી હતી અને તેની તૈયારીઓ પણ ચાલી રહી છે તેવામાં જેતપરના ખેડૂત આગેવાનો સીદસર ઉમિયાધામ સંસ્થાના આગેવાનોને મળવા માટે ગાંધીનગર ખાતે ગયા હતા ત્યારે સિદસર ઉમિયાધામના ટ્રસ્ટીઓએ ખેડૂત આગેવાનોને કહ્યું હતું કે, સરકાર પણ ખેડૂતોના પ્રશ્નો અને માંગણીઓને સાંભળવા માટે તૈયાર છે ત્યારે આગમી દિવસોમાં ગાંધીનગર ખાતે ઉમિયાધામના ટ્રસ્ટીઓ અને સત્યાગ્રહ છાવણીના ખેડૂત પ્રતિનિધિઓ તેમજ ગુજરાતનાં જુદાજુદા જિલ્લાના ખેડૂત આગેવાનો સાથે મળીને સરકાર સમક્ષ ખેડૂતોની માંગણીઓને લઈને રજૂઆત કરવા માટે જશે