મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા વાંકાનેરમાં એક વર્ષ પહેલા માથાકૂટ સમયે મિત્રની મદદ કરનારા યુવાન ઉપર પાઇપ-ધોકા વડે 10 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે ખોટી વાતો ગામમાં કરતો હોવાનો વહેમ રાખીને યુવાન ઉપર દાતરડા વડે હુમલો વાંકાનેરના રાતવીરડા ગામની સીમમાં કારખાના નજીક જુગાર રમતા 4 શખ્સ પકડાયા વાંકાનેરમાં ફૂલના હારનો વેપાર કરતાં યુવાનને નજીવી વાતમાં ઢીકાપાટુનો માર મારીને જાનથી મારી નાખવાની ધમકી મોરબી જિલ્લા રાજપૂત સમાજ દ્વારા આયોજિત નવરાત્રિ મહોત્સવમાં દીકરીઓએ બુલેટ અને બાઇક સાથે રજૂ કર્યો અદ્ભુત તલવાર રાસ
Breaking news
Morbi Today

લોકલ ફોર વોકલ: સર્જનથી સમૃદ્ધિ ની થીમ મોરબી મહાપાલિકા દ્વારા સ્વદેશી મેળાનું આયોજન


SHARE









લોકલ ફોર વોકલ: સર્જનથી સમૃદ્ધિ ની થીમ મોરબી મહાપાલિકા દ્વારા સ્વદેશી મેળાનું આયોજન

લોકલ ફોર વોકલ અને સ્વદેશી ઉત્પાદનોને પ્રોત્સાહન આપવાના આશયથી મોરબી મહાનગરપાલિકા દ્વારા ‘સર્જનથી સમૃદ્ધિ’ ની થીમ સાથે આગામી તા. ૨૭ ઓક્ટોબર થી તા. ૦૫ નવેમ્બર, ૨૦૨૬ દરમિયાન મોરબી ખાતે ‘સ્વદેશી મેળા’નું આયોજન કરવામાં આવ્યું છે. આ મેળાના સુચારુ આયોજન અને વ્યવસ્થાપન અર્થે મોરબી મહાનગરપાલિકાના કમિશનર સંગીતા રૈયાણીના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક યોજાઈ હતી.

આ બેઠકમાં કમિશનર દ્વારા મેળાના સ્થળે સ્ટોલની ગોઠવણી, સાંસ્કૃતિક કાર્યક્રમો, વાહન પાર્કિંગ તેમજ ટ્રાફિક વ્યવસ્થા સહિતની તમામ જરૂરી વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવા સંબંધિત અધિકારીઓને જરૂરી દિશા-નિર્દેશો આપવામાં આવ્યા હતા. મોરબીના સ્કાય મોલની બાજુમાં આવેલા રત્નકલા ગ્રાઉન્ડ ખાતે યોજાનારા આ સ્વદેશી મેળામાં વિવિધ હસ્તકલાની વસ્તુઓ અને સ્થાનિક સામગ્રીઓનું સખી મંડળની બહેનો દ્વારા વેચાણ કરવામાં આવશે. આ સ્વદેશી મેળાનું મુખ્ય આકર્ષણ વિશેષ સાંસ્કૃતિક કાર્યક્રમો, યોગા થીમ પર આધારિત પ્રસ્તુતિઓ, મનોરંજક મેજિક શો, લોક ડાયરો તેમજ સ્વચ્છતા અને જન જાગૃતિલક્ષી નાટકો રહેશે. આ બેઠકમાં ડેપ્યુટી કમિશનર બ્રિજેશ કાલરીયા, નાયબ પોલીસ અધિક્ષક પરમાર, જિલ્લા આયોજન અધિકારી વી.બી. માંડલિયા, જિલ્લા યુવા વિકાસ અધિકારી હિરલ વ્યાસ સહિત સબંધિત વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.




Latest News