વાંકાનેરમાં ફૂલના હારનો વેપાર કરતાં યુવાનને નજીવી વાતમાં ઢીકાપાટુનો માર મારીને જાનથી મારી નાખવાની ધમકી મોરબી જિલ્લા રાજપૂત સમાજ દ્વારા આયોજિત નવરાત્રિ મહોત્સવમાં દીકરીઓએ બુલેટ અને બાઇક સાથે રજૂ કર્યો અદ્ભુત તલવાર રાસ મોરબીમાં ક્રિષ્ના હોસ્પિટલના સ્ટાફ અને જુદીજુદી શાળાના વિદ્યાર્થીઓને અપાઈ ફાયરની તાલીમ મોરબી મહાપાલિકાની ટીમે એક અઠવાડીયામાં 35 ઢોરને પકડીને ડબ્બે પૂરી દીધા મોરબીમાં ગુરુવારથી દુર્ગાપુજા મહોત્સવનો પ્રારંભ મોરબીના રાજકોટ હાઇવે ઉપર બે બાઈક સામસામે અથડાતા ઇજાગ્રસ્ત વૃધ્ધ સારવારમાં મોરબી આઈટીઆઈ પાસે ડબલસવારી બાઈકને ટ્રકે ઉડાવતા બે યુવકને ઈજા મોરબી જીલ્લાના સરકારી શિક્ષકોના પગાર માટે એક્સિસ બેંક સાથે સેલેરી એકાઉન્ટ માટે એમઓયુ કરાયા
Breaking news
Morbi Today

વાહ રે પારદર્શક વહીવટ: મોરબી મહાપાલિકામાં નાના બિલને મોટા બનાવીને ચૂકવી દેવાયા !


SHARE









વાહ રે પારદર્શક વહીવટ: મોરબી મહાપાલિકામાં નાના બિલને મોટા બનાવીને ચૂકવી દેવાયા !

મોરબી મહાનગરપાલિકા જાણે કે ભ્રષ્ટાચારનું ઘર બની ગઈ હોય તે પ્રકારનો ઘાટ જોવા મળી રહ્યો છે કારણ કે હાલમાં વર્કશોપ વિભાગમાં રજૂ કરવામાં આવેલા જુદા જુદા નાની રકમના બિલની અંદર આંકડા સુધારીને નાના બિલને મોટા બનાવવામાં આવ્યા છે અને આટલું જ નહીં તે બિલની રકમ ચૂકવાઇ ગઈ છે જેથી હાલમાં અધિકારી દ્વારા તપાસનો આદેશ દેવામાં આવતા ઓડિટ વિભાગ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે.

મોરબી મહાનગરપાલિકામાં અગાઉ એક જ કર્મચારી એક કરતાં વધુ લોકોની હાજરી ભરતા હોય અને પગારની ઉચાપત થતી હોય તે પ્રકારનું કૌભાંડ સામે આવ્યું હતું તે બાબતે મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ પણ નોંધાઈ હતી જો કે, હજુ સુધી આ ગુનામાં કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી તેવામાં વધુ એક કૌભાંડ મહાપાલિકામાંથી સામે આવી રહ્યું છે જેમાં મળતી વિગત પ્રમાણે મોરબી મહાનગરપાલિકાના વર્કશોપ વિભાગમાં 500 રૂપિયાનું પંચરનું બિલ રજૂ કરવામાં આવ્યું હતું જેમાં આગળ એકડો ઉમેરીને 1500 રૂપિયાનું બિલ બનાવી નાખવામાં આવ્યું છે જ્યારે 1000 ગ્લાસની ખરીદી માટે રૂપિયા 700 નું બિલ આવ્યું હતું તેમાં આગળ 10 ઉમેરીને રૂપિયા 10700 નું બિલ બનાવી નાખવામાં આવ્યું છે આમ નાની રકમના બિલમાં આંકડામાં ફેરફાર કરીને મોટા બિલ બનાવીને તેને મંજૂર કરવામાં આવ્યા છે અને પૈસાની ચુકવણી કરી દેવામાં આવી છે તેવું સામે આવ્યું છે ત્યારે આ નાણાકીય કૌભાંડ બાબતે ડેપ્યુટી કમિશનર સંજય સોની દ્વારા તપાસનો આદેશ દેવામાં આવ્યો છે અને ઓડિટ વિભાગ દ્વારા વર્કશોપ શાખા સહિત જુદા જુદા વિભાગોમાંથી મંજૂર કરવામાં આવેલા બિલની તપાસ કરવામાં આવશે અને જો નાણાકીય ઉચાપત કે કૌભાંડ સામે આવશે તો કાર્યવાહી કરવામાં આવશે તેવું અધિકારીએ જણાવ્યું છે.




Latest News