મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો મોરબી મહાપાલિકાના મહારાણી શ્રી નંદકુંવરબા આશ્રય ગૃહ ખાતે નવરાત્રીની આસ્થાભેર ઉજવણી મોરબીની માધાપરવાડી કન્યા શાળામાં રાષ્ટ્રીય બાળ સુરક્ષા કાર્યક્રમ RBSK અંતર્ગત બાળાઓનું HBA ચેક કરાયું ટંકારાના વિરપર ગામે ગૌ માતાના લાભાર્થે યોજાનાર નાટક હાલા મૌકૂફ ખેલ મહાકુંભ: મોરબીમાં બેડમિન્ટન, વોલીબોલ અને જુડોની સ્પર્ધાઓમાં રમતવીરોએ દર્શાવ્યું ઉત્કૃષ્ટ કૌશલ્ય મોરબી: ડૉ. આંબેડકર સફાઇ કામદાર આવાસ યોજના હેઠળ જિલ્લાના સફાઇ કામદારો તથા આશ્રિતોને મળશે 1.70 લાખની સહાય મોરબીના કલેકટરે જમીન રેવન્યુ શાખાની મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કરાયું મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વેલકમ નવરાત્રી યોજાઇ
Breaking news
Morbi Today

મોરબીના રફાળેશ્વર ગામે ઘરમાં 1.345 કિલોગ્રામ ગાંજાના જથ્થા સાથે એક શખ્સની ધરપકડ: માલ આપનારની શોધખોળ


SHARE









મોરબીના રફાળેશ્વર ગામે ઘરમાં 1.345 કિલોગ્રામ ગાંજાના જથ્થા સાથે એક શખ્સની ધરપકડ: માલ આપનારની શોધખોળ

મોરબી નજીકના રફાળેશ્વર ગામે ઘરમાં ગાંજાનો જથ્થો હોવાની હકીકત મળી હતી જેના આધારે એસઓજીની ટીમ દ્વારા ત્યાં રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપરથી 1. 345 કિલો ગ્રામ ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો જેથી કરીને ગાંજો, મોબાઈલ, રોકડા રૂપિયા, વજન કાંટો વિગેરે મળીને 73,150 ની કિંમતના મુદ્દામાલ સાથે ઘરઘણીની ધરપકડ કરવામાં આવેલ છે અને ઘરમાંથી મળી આવેલ ગાંજાનો જથ્થો આપનારા શખ્સનું નામ સામે આવ્યું હોય બંને સામે એનડીપીએસ એક્ટની કલમ હેઠળ ગુનો નોંધીને પોલીસે બીજા આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

મોરબી જિલ્લા એસઓજીની ટીમને મોરબી વાંકાનેર હાઈવે રોડ ઉપર આવેલ રફાળેશ્વર ગામે રહેતા દીપકભાઈ ભંખોડિયાના રહેણાંક મકાનમાં ગાંજાનો જથ્થો હોવાની હકીકત મળી હતી તેના આધારે પોલીસે ત્યાં રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી 1.345 કિલો ગ્રામ ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો જેથી પોલીસે 67,250 ની કિંમતનો ગાંજો, 5000 રૂપિયાની કિંમતનો મોબાઈલ ફોન, 700 રૂપિયા રોકડા અને 200 રૂપિયાની કિંમતનો વજન કાટો આમ કુલ મળીને 73,150 ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને આરોપી દીપકભાઈ ડાયાભાઈ ભંખોડીયા રહે. રફાળેશ્વર વાળાની સ્થળ ઉપરથી ધરપકડ કરી હતી અને તેની પ્રાથમિક પૂછપરછ દરમિયાન ગાંજાનો જથ્થો તેણે ઈરફાન સંધિ રહે. વાવડી રોડ મોરબી વાળા પાસેથી મેળવ્યો હોવાનું સામે આવ્યું હતું જેથી બંને સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે એનડીપીએસ એક્ટ મુજબ ગુનો નોંધાયો છે અને બીજા આરોપીને પકડવા માટે પોલીસ દ્વારા તજવીજ હાથ ધરવામાં આવી છે.




Latest News