મોરબી શહેરમાં અર્બન એટલાસ પ્રોજેક્ટ અંતર્ગત ડ્રોન સર્વે અને GIS આધારિત સર્વે કામગીરી શરૂ મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રૂપ દ્વારા સરકારી શાળા અને વંચિત વિસ્તારના બાળકોને હનુમાન અંશ ધાર્મિક બતાવવામાં આવી મોરબીના મહેન્દ્રનગર પાસે ટ્રક ચાલકે બોલેરોને ટકકર મારતા વૃધ્ધા સારવારમાં મોરબીમાં રિક્ષા ચાલકે બાઈકને હડફેટે સરકારી કર્મચારીનું મૃત્યુ થવાના કેસમાં ૪૨ લાખનુ વળતર ચૂકવવા આદેશ મોરબી જિલ્લામાં JOSH ટીમના માધ્યમથી ટીબી મુક્ત ભારત અભિયાનને વેગ અપાયો ખેલ મહાકુંભ: મોરબી મહાપાલિકાકક્ષા તથા ગ્રામ્ય અને જિલ્લાકક્ષાની સ્પર્ધાઓનો કાર્યક્રમ જાહેર કરાયો મોરબીના કલેક્ટર સ્વપ્નિલ ખરેની હાજરીમાં ભેરડા ખાતે આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસની ઉજવણી કરાઈ મોરબીના શ્રી આશાપુરા ગ્રુપ દ્વારા માતાના મઢ જતા પદયાત્રીઓ માટે ૧૮ વર્ષથી હરતો ફરતો સેવા કેમ્પ
Breaking news
Morbi Today

​​​​​​​મોરબીમાં કલર કામ કરતાં સમયે વૃદ્ધ અને ગર્લ્સ હોસ્ટેલમાં બેડ ઉપરથી નીચે પડી જતાં વિદ્યાર્થિનીનું મોત


SHARE









મોરબીમાં કલર કામ કરતાં સમયે વૃદ્ધ અને ગર્લ્સ હોસ્ટેલમાં બેડ ઉપરથી નીચે પડી જતાં વિદ્યાર્થિનીનું મોત

મોરબીના વાઘપરામાં કલર કામ કરતાં સમયે વૃદ્ધ નિસરણી ઉપરથી નીચે પડી ગયા હતા જેથી તેઓને માથામાં ગંભીર ઇજા થતાં સારવાર માટે રાજકોટ સુધી લઈ ગયા હતા જો કે, સારવાર કારગત ન નિવડતા તેઓનું મોત નીપજ્યું હતું જ્યારે મોરબીના રવાપર ગામ નજીક આવેલ ખાનગી શાળાની ગર્લ્સ હોસ્ટેલમાં બેડ ઉપરથી નીચે પડતાં સગીરા વિદ્યાર્થીનીને સારવાર માટે હોસ્પિટલે લઇ ગયા હતા જોકે, સારવાર કારગત ન નિવડતા સગીરાનું મોત નિપજ્યું હતું

મોરબી શહેરના મકરાણીવાસ વિસ્તારમાં રહેતા અને કલર કામ કરતા અબ્દુલભાઈ ઓસમાણભાઈ ખુરેશી (65) નામના વૃદ્ધ મોરબીના વાઘપરા વિસ્તારની અંદર મનસુખભાઈના ઘરે કલર કામ કરી રહ્યા હતા ત્યારે નિસરણી ઉપરથી નીચે પડી જવાના કારણે તેઓને માથામાં ગંભીર ઇજા થઈ હતી જેથી તેને સારવાર માટે પહેલા મોરબી અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ સુધી લઈ ગયા હતા જો કે, સારવાર કારગત ન નિવડતા તે વૃદ્ધનું મોત નીપજયું હતું અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે જયારે મોરબીના રવાપર ગામ પાસે આવેલ નવજીવન સ્કૂલની ગર્લ્સ હોસ્ટેલમાં રહેતી અને અભ્યાસ કરતી મૂળ સાયલા તાલુકાના ખીટલા ગામની રહેવાસી રાજલ રાજાભાઈ ઝાપડિયા (9) નામની વિદ્યાર્થિની ગર્લ્સ હોસ્ટેલમાં પોતાના બેડ ઉપર બેઠા બેઠા નીચે પડી ગઈ હતી જેથી તેને તાત્કાલિક સારવાર માટે મોરબીની ક્રિષ્ના હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યાંથી વધુ સારવાર માટે તેને રાજકોટ સુધી લઈ ગયા હતા જોકે, સારવાર કારગત ન નિવડતા તે બાળકીનું મોત નીપજયું હતું જેથી હોસ્પિટલ મારફતે આ બનાવની મોરબી એ ડિવિઝન  પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.




Latest News