હળવદના કોયબા ગામે જુગાર રમતા 5 શખ્સ 14,200 ની રોકડ સાથે ઝડપાયા
મોરબીમાં મિત્રે સાચવવા માટે દેશી કટ્ટામાંથી ફાયરિંગ થતાં ઇજા પામેલ યુવાન રાજકોટ સારવારમાં
SHARE
મોરબીમાં મિત્રે સાચવવા માટે દેશી કટ્ટામાંથી ફાયરિંગ થતાં ઇજા પામેલ યુવાન રાજકોટ સારવારમાં
મોરબીના રવાપર રોડ ઉપર રહેતા શખ્સ પાસે દેશી બનાવટનો કટ્ટો અને કારતુસ હતા જે તેણે મોરબીના વીસીપરામાં રહેતા તેના મિત્રને સાચવવા માટે થઈને આપ્યા હતા. દરમિયાન જેને હથિયાર સાચવવા માટે આપ્યું હતું તે વીસીપરામાં આવેલ સિટીઝન ફેક્ટરીની બહારના ભાગમાં ખુલ્લા પ્લોટ પાસે હતો ત્યારે દેશી કટ્ટામાંથી ફાયરિંગ થઈ ગયું હતું અને તે યુવાનને ડાબા પગના સાથળના ભાગે ગોળી વાગી હતી જેથી ઇજા પામેલા યુવાનને પ્રથમ મોરબી અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ ખાતે લઈ જવામાં આવેલ છે અને આ બનાવ સંદર્ભે મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે 2 શખ્સોની સામે આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધીને પોલીસે આગળની કાર્યવાહી કરેલ છે.
મોરબીના રવાપર રોડ ઉપર રહેતા આશિષ હેમંતભાઈ આદ્રોજા નામના શખ્સે તેની પાસે રહેલ ગેરકાયદેસર દેશી કટ્ટો અને કારતુસ તેના મિત્ર રાજેશભાઈ ખીમજીભાઇ પરમાર (27) રહે વીસીપરા મોરબી વાળાને સાચવવા માટે તેને આપ્યા હતા અને રાજેશભાઈ તે હથિયાર પોતાની પાસે રાખીને મોરબીના વીસીપરામાં આવેલ સિટીઝન ફેક્ટરીની બહારના ભાગમાં ખુલ્લા પ્લોટ પાસે પહોચ્યા હતા ત્યારે રાજેશભાઈ પાસે રહેલ હથિયારમાંથી ફાયરિંગ થયું હતું અને ગોળી તેઓને સાથલ્ના ભાગે વાગી હતી જેથી ગંભીર ઈજા પામેલ યુવાનને સારવાર માટે પ્રથમ મોરબી અને ત્યાર બાદ વધુ સારવાર માટે રાજકોટની હોસ્પિટલે લઈ ગયા હતા અને આ બનાવની મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવી હતી જેના આધારે મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે બંને શખ્સોની સામે આર્મ્સ એક્ટની કલમ હેઠળ ગુનો નોંધીને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ ગુનાની આગળની વધુ તપાસ પીએસઆઇ બી.એ.ગઢવી ચલાવી રહ્યા છે અને જે શખ્સે હથિયાર સાચવવા માટે આપ્યું હતું તે હથિયાર કયાંથી લાવ્યો હતો અને દેશી બનાવટનો કટ્ટો અને કારતૂસ શા માટે પોતાની પાસે રાખતો હતો તેમજ જે યુવાને હથિયાર પોતાની પાસે રાખ્યું હતું તે હથિયારમાંથી ફાયરિંગ કેવી રીતે થયું હતું તે સહિતની બાબતોની તપાસ પોલીસે શરૂ કરી છે.