મોરબીના રફાળેશ્વર ગામે જ્ઞાતિની વાડી પાસે જુગાર રમવાની ના પાડતા હુમલો: હોટલ, વાહન, બ્યુટી પાર્લરમાં નુકશાન કરીને લૂંટ: હવે સામસામે ફરિયાદ મોરબીમાં ચાલુ કારમાં અચાનક આગ લાગી: બે વ્યક્તિનો બચાવ મોરબી માર્કેટ યાર્ડની ચુંટણીમાં વેપારી પેનલમાં સો ટકા: ખેડૂત પેનલમાં 96 ટકા મતદાન: કાલે ફેંસલો મોરબીમાંથી સગીરાના અપહરણના ગુનામાં ફરાર આરોપી પકડાયો મોરબીમાં સતત ૧૮ માં વર્ષે સિદ્ધિવિનાયક કા રાજા ગણપતિ મહોત્સવનું આયોજન મોરબી જિલ્લામાં ૧.૬૦ કરોડના દારૂની હેરાફેરીના ગુનામાં પકડાયેલ ૩ બુટલેગર પાસા હેઠળ જેલ હવાલે વાજપાઈ બેંકેબલ યોજના: મોરબીના ચંપાબેન પરમારે સૌંદર્ય પ્રસાધનના વેપાર થકી બન્યા પગભર નરેન્દ્રભાઈ મોદીના ૨૫ વર્ષના સેવા-સમર્પણ નિમિત્તે મોરબી કમલમ્ ખાતે સેવા સંકલ્પ અભિયાન કાર્યશાળા યોજાઈ
Breaking news
Morbi Today

મોરબીની પીએમશ્રી માધાપરવાડી શાળામાં આરોગ્ય અને પર્યાવરણ જાગૃતિ વર્કશોપ યોજાયો


SHARE





મોરબીની પીએમશ્રી માધાપરવાડી શાળામાં આરોગ્ય અને પર્યાવરણ જાગૃતિ વર્કશોપ યોજાયો

મોરબી પીએમશ્રી માધાપરવાડી કન્યા પ્રા.શાળા અભ્યાસ કરતી બાળાઓને આરોગ્ય જાળવણી અને પર્યાવરણ સંરક્ષણ તથા કીચન ગાર્ડન માટે તાલીમ આપવામાં આવી હતી. અને સ્થળ, સાધન, માટી, બીજ પાણી, ખાતર, વાવેતર, રોગ નિયંત્રણ વિશે પ્રાયોગિક સમજણ આપી હતી. દરેક બહેનોને પોતાના ઘરે વાવવા દેશી પાલકના બીજનું પેકેટ ફ્રી વિતરણ કરવામાં આવ્યું હતું. શાકભાજીમાં પુષ્કળ છંટાતા જંતુનાશકો જે ઝડપે ગામે ગામ, ઘરે ઘરે કેન્સર ફેલાવી રહેલ છે, તેમાંથી બચવા દેશી ઓર્ગેનિક શાકભાજી વાવીને ખાવા માટે ભલામણ કરવામાં આવી હતી. આ તાલીમ પર્યાવરણપ્રેમી પ્રાણજીવન કાલરિયા દ્વારા આપવામાં આવી હતી. તેઓએ વિદ્યાર્થીઓને બીજની કીટ તથા પોતે લખેલ વનસ્પતિ અને ગોપાલનના પુસ્તકો શાળાને ભેટ આપ્યા હતા. આ સમયે મધૂરમ ફાઉન્ડેશન મોરબીના પ્રમુખ ડૉ. મધુસૂદન પાઠક તથા પ્રકૃતિ ઉપચાર કેન્દ્રના નેચરોપેથ શૈલેષભાઈ કાલરિયાએ પ્રેરક માર્ગદર્શન આપ્યું હતું. પીએમશ્રી માધાપરવાડી કન્યા પ્રા.શાળાના આચાર્ય દિનેશભાઇ વડસોલાએ તથા શિક્ષક સ્ટાફે સુંદર વ્યવસ્થા કરી આપી હતી.




Latest News