મોરબી માર્કેટ યાર્ડની ચુંટણીમાં વેપારી પેનલમાં સો ટકા: ખેડૂત પેનલમાં 96 ટકા મતદાન: કાલે ફેંસલો
મોરબીમાં ચાલુ કારમાં અચાનક આગ લાગી: બે વ્યક્તિનો બચાવ
SHARE
મોરબીમાં ચાલુ કારમાં અચાનક આગ લાગી: બે વ્યક્તિનો બચાવ
મોરબીના શનાળા રોડ ઉપર માર્કેટ યાર્ડની સામેના ભાગમાં આવેલ પેટ્રોલ પંપ સામેથી સીએનજી આઈ 10 કાર પસાર કરી હતી ત્યારે કોઈ કારણસર તે કારમાં આગ લાગી હતી અને આગ લાગતાંની સાથે કારમાં બેઠેલા બે વ્યક્તિઓ નીચે ઉતરી ગયા હતા અને જોત જોતામાં આખું મશીનમાં આગની ઝપેટમાં આવી જતા ફાયર વિભાગને બનાવની જાણ કરવામાં આવી હતી જેથી ફાયરની ટીમે ત્યાં આવીને કારમાં લાગેલી આગને કાબુમાં લીધેલ હતી. આ બનાવમાં સદનસીબે કોઈ જાનહાનિ થયેલ નથી જોકે રોડ ઉપર ટ્રાફિકજામ થઈ ગયો હતો
મોરબીમાં બુધવારે સવારે 10:30 વાગ્યાના અરસામાં ભક્તિનગર સર્કલથી મોરબી બાજુ સીએનજી કાર નંબર જીજે 36 બીસી 7132 લઈને બે વ્યક્તિ આવી રહ્યા હતા દરમ્યાન છોટાલાલ પેટ્રોલ પંપ સામેથી કાર પસાર થઈ રહી હતી ત્યારે કોઈ કારણોસર કારના આગળના ભાગે મશીનમાં આગ લાગવાની ઘટના બની હતી જેથી કારમાં બેઠેલા બે વ્યક્તિઓ તુરંત જ નીચે ઉતરી ગયા હતા અને જોત જોતામાં કારનું મશીન આગની ઝપેટમાં આવી ગયું હતું જેથી આ બનાવની મોરબી મહાનગરપાલિકાના ફાયર વિભાગના જાણ કરતા ફાયરની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી અને કારમાં લાગેલી આગ ઉપર પાણીનો મારો ચલાવીને આગને કાબુમાં લીધી હતી જોકે બાજુમાં જ પેટ્રોલ પંપ હોવાથી મોટી દુર્ઘટના થાય તેવી શક્યતા હતી પરંતુ સમયસર આગ કાબુમાં આવી જવાથી મોટી દુર્ઘટના સહેજમાં ટળી છે અને આ બનાવમાં કોઈ જાનહાની થયેલ નથી. વધુમાં જાણવા મળતી માહિતી મુજબ કારમાં બેઠેલા બંને વ્યક્તિઓને માર્કેટ યાર્ડ ખાતે કામ હોવાથી ત્યાં આવી રહ્યા હતા દરમિયાન તેઓની કારમાં કોઈ કારણોસર અચાનક આગ લાગી હતી અને આગ લાગવાના કારણે કારમાં નુકસાન થયું છે.