મોરબીમાં દુકાનમાંથી 1.80 લાખના કોપર વાયરની ચોરીના ગુનામાં બે આરોપીની 80 હજારના મુદામાલ સાથે ધરપકડ: એકની શોધખોળ મોરબીના રંગપર ગામે કારખાનાની ઓરડીમાં યુવક-યુવતીનો સજોડે આપઘાત મોરબીના નીચી માંડલ-હળવદના સરંભડા ગામે હેવી વીજ લાઈનમાંથી વાયર તૂટવા મામલે ખેડૂતોએ કરી લેખિતમાં પોલીસ ફરિયાદ મોરબીમાં આસ્થા અને ઉમંગ સાથે ઈદે-મિલાદની ઉજવણી કરાઇ: ઝુલૂસમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા નેપાળમાં અચાનક આવેલા પૂરના પગલે મોરબી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા હેલ્પલાઇન જાહેર મોરબી તાલુકામાંથી ત્રણ વર્ષના બાળકનું અપહરણ કરવાના બનાવમાં ખોદયો પહાડ અને નીકળ્યો ઉંદર જેવો ઘાટ મોરબીમાં મદની સરકારનો ભવ્ય ઉર્સ મુબારક યોજાયો: દેશ-દુનિયામાં અમન, શાંતિ અને ભાઈચારાની દુઆ મોરબીની નાની માધાણી શેરીમાં રહેતા યુવાને પોતાના જ ઘરમાં ન કરવાનું કરી નાખ્યું
Breaking news
Morbi Today

મોરબી તાલુકામાંથી ત્રણ વર્ષના બાળકનું અપહરણ કરવાના બનાવમાં ખોદયો પહાડ અને નીકળ્યો ઉંદર જેવો ઘાટ


SHARE







મોરબી તાલુકામાંથી ત્રણ વર્ષના બાળકનું અપહરણ કરવાના બનાવમાં ખોદયો પહાડ અને નીકળ્યો ઉંદર જેવો ઘાટ

મોરબીના ઘુટુ ગામની સીમમાં આવેલ કારખાનામાં રહેતા પરિવારના ત્રણ વર્ષના બાળકનું અપહરણ થયું હોવાની તે બાળકની માતાએ ફરિયાદ કરી હતી જેની તપાસ દરમ્યાન બાળકને લઈ ગયેલ વ્યક્તિએ બાળકના પિતાને જાણ કરી હોવાનું સામે આવ્યું છે અને હાલમાં બાળકને તેના વાલીને સોંપી દેવામાં આવેલ છે.

મૂળ ઉત્તર પ્રદેશના રહેવાસી અને હાલમાં ઘુટુ ગામની સીમમાં આવેલ સ્પેનસરા સિરામિક કારખાનાના લેબર ક્વાર્ટરની અંદર રહેતા અર્ચનાબેન રાજુભાઈ વર્મા (26) એ થોડા દિવસો પહેલા સંતોષ નવલા આદિવાસી રહે. કોલારસ જિલ્લો શિવપુરી વાળાની સામે દીકરાના અપહરણની ફરિયાદ કરી હતી જેમાં જણાવ્યુ હતું કે, તેઓના ત્રણ વર્ષના દીકરા અંતાક્ષને આરોપી બજારમાંથી રમકડું લઈ આપવાના બહાને લઈ ગયેલ છે અને ફરિયાદીના બાળકનું અપહરણ કર્યું છે જેથી પોલીસે બાળકના અપહરણનો ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી અને આ બનાવની તપાસ દરમ્યાન આરોપી સંતોષભાઇ નવલાભાઈ અને બાળક બંને ચરાડવાથી કોઈ એમ.પી. બાજુ જતી બસમાં ગયેલ છે જેથી પોલીસની એક ટીમ એમ.પી. આરોપીના ઘરે મોકલી હતી અને બીજી બાજુ આરોપીનો મોબાઈલ ફોન પણ પોલીસ ટ્રેસ કરી રહી હતી.

તેવામાં આરોપી સંતોષભાઈએમ.પી.માં ઘરે પહોચીને મોબાઈલ ફોન કરીને કહ્યું હતું કે, “હું અને અંતાક્ષ મારા ઘરે સુરક્ષીત પહોચી ગયેલ છીએ” જેથી તાલુકા પોલીસે ત્યાં જઈને અંતાક્ષને હસ્તગત કર્યો હતો અને સંતોષભાઈને અંતાક્ષને સાથે લઇ આવવા બાબતે પુછતા તેને કહ્યું હતું કે, મારી માતાની તબીયત બરાબર ન હતી જેથી મારા ઘરે આવેલ હતો અને આ વખતે અંતાક્ષ પાસે જે મોબાઈલ ફોન હતો તે સ્વીચ ઓફ થઇ ગયેલ હતો જેથી મારે રાજુભાઈ સાથે કોઈ સંપર્ક થયેલ નથી. પરંતુ આ સંતોષભાઈએ રાજુભાઈને તેમના દિકરા અંતાક્ષને પોતાની સાથે પોતાના ઘરે એમ.પી. લઈ જવાની વાત કરેલ હતી. હાલમાં પોલીસે બાળક તેના વાલીવારસને સોપી દીધેલ છે. અને મહિલાની ગેરસમજથી ફરિયાદ થઈ હોવાનું સામે આવ્યું છે આ કામગીરી તાલુકા પીઆઇ એન.એસ.ઘેટીયાની સૂચના મુજબ સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી.




Latest News